scorecardresearch
Premium

શનિ અમાવસ્યાના દિવસે કરો આ 5 અચૂક ઉપાય, ભાગ્ય ચમકી જશે, તમામ અવરોધો પણ થઇ શકે છે દૂર

Shani Amavasya 2025 Upay: હિંદુ ધર્મમાં શનિ અમાવસ્યાનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલ પૂજા-પાઠ અને દાનને શનિદેવના આશીર્વાદ મળે છે. ઉદયાતિથી અનુસાર શનિ અમાવસ્યા 29 માર્ચ, શનિવારે આવી રહી છે.

Shani Amavasya 2025, Shani Amavasya
Shani Amavasya 2025 Upay: હિંદુ ધર્મમાં શનિ અમાવસ્યાનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે

Shani Amavasya 2025 Upay: હિંદુ ધર્મમાં શનિ અમાવસ્યાનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલ પૂજા-પાઠ અને દાનને શનિદેવના આશીર્વાદ મળે છે. પંચાંગ અનુસાર આ વખતે અમાસ 28 માર્ચે રાત્રે 7:55 વાગ્યાથી શરૂ થશે અને 29 માર્ચે સાંજે 4:27 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, ઉદયાતિથી અનુસાર શનિ અમાવસ્યા 29 માર્ચ, શનિવારે આવી રહી છે.

શનિવારના દિવસે હોવાના કારણે તેને શનિશ્વરી અમાવસ્યા કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કેટલાક ઉપાય કરવાથી શનિદોષ ઓછો થાય છે અને જીવનની પરેશાનીઓથી રાહત મળે છે. તો આવો જાણીએ શનિ અમાવસ્યાના દિવસે કેવા કેવા કેવા ખાસ ઉપાય કરવા જોઈએ.

શનિદેવની પૂજા કરો

શનિ અમાવસ્યાના દિવસે શનિદેવને સરસવનું તેલ ચઢાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ આ દિવસે કાળા તલ, અડદની દાળ અને લોખંડની વસ્તુઓનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. શનિ અમાવસ્યા પર પૂજા કરતી વખતે 108 વાર ‘ઓમ શનૈશ્ચરાય નમ:’ મંત્રનો જાપ કરો અને શનિદેવની સામે દીવો પ્રગટાવો.

પીપળાના વૃક્ષની પૂજા કરો

શનિવારે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી શનિદેવના આશીર્વાદ જલ્દી પ્રાપ્ત થાય છે. આ દિવસે પીપળાના ઝાડને સવારે જળ ચઢાવો અને ત્યાં સરસવના તેલનો દીવો પ્રગટાવો અને 7 વાર તેની પરિક્રમા કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે અને દુર્ભાગ્ય દૂર થાય છે.

ભગવાન હનુમાનની પૂજા કરો

શનિદેવને પ્રસન્ન કરવા માટે હનુમાનજીની પૂજા કરવી ખૂબ ફાયદાકારક છે. આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ચમેલીના તેલનો દીવો પ્રગટાવો. હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ ચઢાવીને જરૂરિયાતમંદોને વહેંચો. હનુમાન મંદિરમાં જઈને સિંદૂર અને ચમેલીનું તેલ ચઢાવવાથી પણ શુભ ફળ મળે છે.

આ પણ વાંચો – વિક્રમ સવંતની શરૂઆત ક્યારે થઇ અને કોણે કરી હતી? જાણો પૌરાણિક કથા

શનિ મંત્રનો જાપ કરો

જો તમે શનિની સાડા સાતી કે ઢૈયાથી પરેશાન છો તો આ દિવસે ઘરમાં શનિ યંત્રની સ્થાપના કરો અને નિયમિત તેની પૂજા કરો. આ સાથે જ ‘ઓમ પ્રાં પ્રીં પ્રૌં સ: શનૈશ્ચરાય નમ:’ મંત્રનો જાપ કરો. આ શનિની ખરાબ નજરથી બચાવે છે અને સારા પરિણામ મળવા લાગે છે.

જરૂરિયાતમંદોની મદદ કરો

શનિ અમાવસ્યાના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોની મદદ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ભૂખ્યાને ભોજન કરાવવું, ભોજનનું દાન કરવું અને ગાયોને ચારો કે ગોળ ખવડાવવો. એવું માનવામાં આવે છે કે આનાથી શનિદેવના આશીર્વાદ જળવાઈ રહે છે અને પૂર્વજોના આશીર્વાદ પણ મળે છે.

ડિસ્ક્લેમર– આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Web Title: Shani amavasya 2025 upay do these astro remedies on shani amavasya ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×