today super moon : ઓગસ્ટ 2023માં આ વર્ષે બે મોટી ખગોળીય ઘટના બનવા જઇ રહી છે. અમેરિકામાં લોકોને બંને ખગોળીય ઘટનાઓ જોવા મળશે. આ મહિનામાં બે સુપર મૂનની ખગોળીય ઘટનાઓ બનશે.જેમાં એક દુર્લભ બ્લૂ મૂન છે. પહેલી સુપરમૂનની ઘટના 1 ઓગસ્ટ એટલે કે આજે અને બીજી 30 ઓગસ્ટ 2023ના રોજ રાત્રે જોવા મળશે.
બે વખત દેખાશે સુપર મૂન
આજે દેખાનારો સુપર મૂન અન્ય સુપરમૂનની તુલનાએ ગણો મોટો હશે કારણ કે આ ધરતીથી એકદમ નજીક હશે. આ ઉપરાંત તમે આના રંગને પણ સરળતાથી જોઈ શકશો. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ દિવસ પૃથ્વીની ચારે બાજુથી ચંદ્રમાની કક્ષા લગભગ 5 ડિગ્રી ખુણા પર નમેલી હોય છે. જ્યારે 30 ઓગસ્ટે બ્લૂમૂન દેખાશે.
બ્લૂ મૂન એક અત્યંત દુર્લભ ઘટના છે અને આનું ચંદ્રમાના રંગથી કોઈ લેવા દેવા નહીં હોય. છાસવારે આ કોઈ મહિનાની બીજી પૂનમે જોવા મળે છે. આ વખતે ઓગસ્ટ મહિનામાં બે પૂનમ આવે છે. એટલા માટે બીજી પૂનમે સુપર બ્લૂ મૂન દેખાશે. આ પહેલા બ્લૂ મૂન 22 ઓગસ્ટ 2021ના રોજ જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ- Jyotish Tips: કિસ્મત ચમકાવતા હળદરના જ્યોતિષ ઉપાયો, જેનાથી લગ્નના યોગ બનશે અને દેવામાંથી મુક્તિ મળશે
સામાન્ય રીતે આપણે દર ત્રણ વર્ષે એકવખત બ્લૂ મૂન જોવાની આશા રાખીએ છીએ. આગામી બ્લૂ મૂન મે 2026માં જોવા મળશે. આ ઉપરાંત એક સુપર મૂન ત્યારે દેખાય છે જ્યારે ચંદ્રમાની કક્ષા તેના પૂર્ણિમા ચરણ દરમિયાન પૃથ્વીની સૌથી નજીક આવે છે. આ ઘટના કારણે રાતના આકાશમાં એક મોટો અને ચમકદાર ચંદ્ર દેખાય છે.
આ પણ વાંચોઃ- Maha Daridra Yoga: સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશતાની સાથે જ બને છે મહા દરિદ્ર યોગ, આ 3 રાશિઓએ રહેવું પડશે સાવધાન
સુપર મૂન ક્યારે આવે છે?
ખગોળવિદો અનુસાર સર મૂનનું બનવું અલગ અલગ ખગોળીય પ્રભાવોનો સંયોજન છે. જ્યારે સૂર્યની સંપૂર્ણ રોશનીથી ચમકતો ચંદ્ર પૃથ્વીની સૌથી નજીકથી પસાર થાય છે ત્યારે આપણને તે વિશાળ અને ભવ્ય રૂપમાં જોવા મળે છે. આ ગટનાને આપણે પૂર્ણ ચંદ્ર અથવા સુપરમૂન કહીએ છીએ.જ્યારે પ્રકાશથી ચમકી રહેલો ચંદ્ર પૃથ્વીની 2,24,865 માઇલની સીમામાં આવે છે ત્યારે આ સ્થિતિ આવે છે.