Best direction and rules of Damru at home: શ્રાવણ માસ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મહિનામાં વિધિપૂર્વક ભોલેનાથની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણ સોમવારે ભગવાન શિવનો જલાભિષેક અથવા રૂદ્રાભિષેક કરવાથી વિશેષ આશીર્વાદ મળે છે. આ સાથે જ શ્રાવણ મહિનામાં ભગવાન શિવ સાથે જોડાયેલી વસ્તુઓ ઘરમાં લાવવી પણ શુભ માનવામાં આવે છે. ડમરું આમાંની એક વસ્તુ છે. એવું માનવામાં આવે છે કે ડમરુંને ઘરમાં રાખવાથી ખરાબ શક્તિઓ દૂર થઈ જાય છે. જાણો વાસ્તુ અનુસાર ડમરું કઈ દિશામાં રાખવું જોઈએ અને તેને રાખવાના ફાયદા.
ડમરુંને ઘરમાં ક્યાં રાખવું?
જો તમે તમારા ઘરમાં શિવલિંગ સ્થાપિત કર્યું છે તો તેની પાસે ડમરું રાખો. ઉપરાંત જો ઘરમાં ભગવાન શિવની મૂર્તિ હોય તો તમે તેની સાથે ડમરું પણ રાખી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની પૂર્વ દિશામાં ઉંચા સ્થાન પર ડમરું રાખવું લાભદાયક રહેશે.
ઘરમાં કેટલું મોટું ડમરું રાખવું શુભ હોય છે?
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ડમરું નાના કદનું જ રાખવું જોઇએ. ક્યારેય હથેળીથી મોટું ડમરું ઘરમાં રાખવું જોઇએ
ડમરુને ઘરમાં કઇ રીતે રાખવું?
વાસ્તુ શાસ્ત્ર અનુસાર હંમેશા ઘરમાં ડમરું રાખવાના સમયે એક વાતનું ધ્યાન રાખો કે તેને ક્યારેય જમીન પર કે કપડામાં લપેટીને રાખવું નહીં. જો કે તમે ડમરુંને કોઇ તાંબાના કે માટીના વાસણ ઉપર રાખી શકો છો.

ડમરુ સાથે ત્રિશુલ રાખો
ડમરુંની સાથે ત્રિશુલ અવશ્ય રાખવું. તમે તેને નાની સાઈઝમાં પણ રાખી શકો છો. તમને જણાવી દઈએ કે ડમરું સાથે ત્રિશુલ રાખવાથી વ્યક્તિ દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવે છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે.
ડમરું ઘરમાં રાખવાથી ફાયદો થાય છે
- કહેવાય છે કે જે ઘરમાં ડમરું રાખવામાં આવે છે. ત્યાં ક્યારેય કોઈ પ્રકારનું અમંગળ થતું નથી.
- ઘરમાં નકારાત્મક ઉર્જા અને ખરાબ શક્તિઓ પ્રવેશતી નથી.
- ઘરમાં ડમરું રાખવાથી જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે.
- ડમરું વ્યક્તિને ખોટા સામે લડવા માટે માનસિક રીતે મજબૂત બનાવે છે.
- ડમરુંની ધ્વનિથી તમે ભગવાન શિવ સાથે જોડાણ અનુભવી શકો છો.
- ઘરમાં ડમરું હોવાને કારણે ઓફિસ ઉપરાંત પરિવારના લોકો આનંદ સાથે રહે છે.
- બાળકોના મનમાં રહેલા ડરને ખતમ કરવા માટે બાળકોના રૂમમાં ડમરું રાખવાથી ફાયદો થઈ શકે છે.
ભગવાન શિવના ડમરુંનું નામ શું છે?
વેદ અનુસાર ભગવાન શિવના ડમરુંનું નામ ‘બ્રહ્મનાદ’ હતું.
ભગવાન શિવને ડમરું ક્યાંથી મળ્યો?
જ્યારે ભગવાન શિવે નટરાજનું રૂપ ધારણ કર્યું ત્યારે ડમરુંનું પણ નિર્માણ થયું હતુ.
આ પણ વાંચોઃ પુરુષોત્તમ માસમાં કોની પૂજા થાય છે, અધિક શ્રાવણ માસમાં કઇ વસ્તુનું દાન કરવાથી પુણ્ય મળશે? જાણો
શિવનું ડમરું કઇ બાબત દર્શાવે છે?
ડમરુ બ્રહ્માંડનું પ્રતિક છે, જે હંમેશા વિસ્તારિત અને વધી રહ્યુ છે.
ઘરમાં કયા દિવસે ડમરું લાવવું જોઈએ?
શ્રાવણના દિવસે અથવા કોઈપણ મહિનાના સોમવારે ઘરમાં ડમરુ લાવવું શુભ માનવામાં આવે છે.