Sarangpur Hanuman Temple Row’s Sanatan Dharma Guru Sadhu to Boycott Swaminarayan Sampraday : સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજીના ભીત ચિત્રોનો વિવાદ દિવસેને દિવસે ઉગ્ર અને ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. હનુમાનજીના ચિંત્રોના વિવાદને લઇ સ્વામી નારાયણ સંપ્રદાય સામે સનાતન ધર્મના ગુરુઓ અને આગેવાનોમાં ઉગ્ર આક્રોશ છે. આ દરમિયાન અમદાવાદના સાણંદ હાઇવે પર આવેલા નારાયણ આશ્રમમાં સનાતન ધર્મના સંતોની એક મહત્વપૂર્ણ બેઠક રવિવારે યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્યના અગ્રણી સનાતન ધર્મના સાધુ-સંતો હાજર રહ્યાં હતા, જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે. આ બેઠકમાં સ્વામીનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાનો અને કોઇ પણ કાર્યક્રમમાં તેમની સાથે સામેલ ન થશે નહીં.
સાળંગપુર મંદિર વિવાદ મુદ્ધે સૌરાષ્ટ્રમાં પણ સંતોની બેઠક યોાજાશે
સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીત ચિત્રોને લઇ સનાતન ધર્મના ગુરુઓમાં સ્વામી નારાયણ સંપ્રદાય સાથે ભારે આક્રોશ જોવા મળ રહ્યો છે. અમદાવાદમાં રવિવારે યોજાયેલી બેઠકમાં સ્વામી નારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે. હવે આ મુદ્દાને લઇ 5 સપ્ટેમ્બર, મંગળવારે સુરેન્દ્રનગર ખાતે લિંબડીમાં સંતોની એક બેઠક યોજાશે. આ બેઠકમાં સાળંગપુર મંદિર વિવાદને લઇ આગામી રણનીતિ નક્કી કરાશે. આ બેઠકમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના સનાતની ગુરુ- સંતો મોટી સંખ્યામાં જોડાશે.
આ પણ વાંચો | સારંગપુર હનુમાન મંદિર ભીંતચિત્ર વિવાદ: સાધુ સંતો, VHP સહિત હનુમાન ભક્તોનો ઉગ્ર વિરોધ, આપ્યું અલ્ટિમેટમ
અખિલ ભારતીય સંત સમિતિએ વડતાલના નૌતમ સ્વામીની હકાલ પટ્ટી
સાળંગપુર હનુમાન ભીતચિંત્રના વિવાદના દેશભરમાં ઘેરા પડધા પડ્યા છે. આ ઘટનાક્રમમાં આજે વડતાલ સ્વામીનારાયણ મંદિરના નૌતમ સ્વામી સામે અખિલ ભારતીય સંત સમિતિએ આકરો નિર્ણય લઇ તેમની ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી હકાલ પટ્ટી કરવામાં આવી છે. સાળંગપુર વિવાદને લઇ નૌતમ સ્વામીએ આપેલા નિવેદનો સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેથી આજે લખનઉ ખાતે અખિલ ભારતીય સંત સમિતિની કાર્યકારીની મળેલી બેઠકમાં નૌતમ સ્વામીને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી હટાવવાનો નિર્ણય લીધો છે.