scorecardresearch
Premium

વક્રી મંગળ ગોચરકરીને બનાવશે સમસપ્તક યોગ, આ રાશિઓની ખુલી જશે ભાગ્ય, કરિયર- કારોબારમાં સફળતાના યોગ

Samsaptak RajYog benefits : મંગળ ગ્રહ વક્રી અવસ્થામાં વૃષભ રાશિમાં ગોચર થવા જઈ રહ્યો છે. સાથે જ શુક્રગ્રહ પણ વૃશ્ચિક રાશિમાં ગોચર થઈ ગયો છે. જેનાથી મંગળ, શુક્ર અને બુધનો સમસપ્તક યોગ બન્યો છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

Samsaptak RajYog: જ્યોતિષ અનુસાર ગ્રહ સમય – સમય પર એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરે છે. જેની અસર સીધી રીતે માનવના જીવન અને પૃથ્વી પર પડે છે. મંગળ ગ્રહ વક્રી અવસ્થામાં વૃષભ રાશિમાં ગોચર થવા જઈ રહ્યો છે. સાથે જ શુક્રગ્રહ પણ વૃશ્ચિક રાશિમાં ગોચર થઈ ગયો છે. જેનાથી મંગળ, શુક્ર અને બુધનો સમસપ્તક યોગ બન્યો છે. આ યોગ કેટલીક રાશિઓ માટે શુભ ફળદાયી સાબિત થઈ શકે છે. તો ચાલો જાઈએ કે આ રાશિ કઈ છે.

કર્ક રાશિઃ કર્ક રાશિના જાકો માટે સમસપ્તક રાજયોગ લાભકારક સાબિત થઈ શકે છે. કારણ કે મંગળ ગ્રહ યોગકારક થઈને તમારી ગોચર કુંડળીના લાભ સ્થાન ઉપર વિરાજમાન છે. એટલા માટે આ સમય તમારી આવકના નવા સ્ત્રોત વધી શકે છે. સાથે જ કારોબારમાં સારો ધનલાભ થઈ શખે છે. સાથે આ સમયે ભાગ્યનો પણ સારો સાથ મળતો દેખાય છે. તમારા જે કામ અનેક દિવસોથી અટકેલા છે તેનો ઉકેલ આવતો દેખાશે. પોલીસ અને આર્મી સાથે જોડાયેલા લોકોનો આ સારો સમય સાબિત થઈ શકે છે.

મકર રાશિઃ સમસપ્તક રાજયોગ તમારા લોકો માટે શુભ ફળદાયી સાબિત થઈ શકે છે. કારણ કે તમારી રાશિમાં યોગકારક શુક્ર લાભ સ્થાન ઉપર વિરાજમાન છે. એટલા માટે આ સમયે વ્યાપારમાં સારી કમાણી કરી શકો છો. સાથે જ જે લોકો હોટલ લાઈન, ફિલ્મ લાઇન, માર્કેટિંગ અને રિયલ સ્ટેટના કારોબાર સાથે સંકળાયેલા છે તેવા લોકોને પણ સારો નફો મેળવી શકે છે. સાથે જ આ સમયે તમને સંતાન પક્ષથી કોઈ શુભ સમાચાર મળી શકે છે.

કુંભ રાશિઃ તમારા માટે સમસ્પ્તક રાજયોગ આર્થિક રૂપથી સારો સાબિત થઈ શકે છે. આ સમયે તમારા ભાગ્યથી ધન પ્રાપ્તિ કરી શકો છો. સાથે જ કરિયરમાં સફળા મળી શકે છે. કારોબારમાં નવા ઓર્ડર આવવાથી ધનલાભ થઈ શકે છે. આ સમય તમે કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદવાનું મન બનાવી શકો છો. આ સમયે વિદેશ યાત્રાનો યોગ બની શકે છે. આ સમયે આ તમને કાર્યસ્થળ ઉપર પોતાની મહેનતનું સકારાત્મક ફળ મળશે. એટલું જ નહીં આ દરમિયાન તમે પોતાની સાથે જ મળીને જો કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમને સારો લાભ મળશે.

Web Title: Samsaptak rajyog zodiac signs effect astrology news grah gochar

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×