માણસ દિવસભર ભાગદોડ ભરેલા જીવન અને સખત મહેનત બે વખતના ભોજનની સાથે ખુશીઓ મળવવા માટે કરે છે. રોટલી તમારું પેટ ભરવા જ નહીં પરંતુ તમારી કિસ્મત ચમકાવી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રોટલી જિંદગીની અનેક સમસ્યાઓમાંથી છૂટકારો અપાવવાની સાથે ઘરમાં સુખ શાંતિ બનાવી રાખવામાં પણ મદદ કરી શકે છે. એટલું જ નહીં રોટલી સંબંધી કેટલાક ઉપાયો કરીને રાહુ-કેતુ અને શનિ સંબંધી દોષોમાંથી મુક્તી મેળવી શકો છો. જાણો રોટલી બનાવતી વખત કઈ વસ્તુઓનું ધ્યાન રાખું જોઈએ.
અત્યારના સમય પર કોઈની પાસે એટલો સમય નથી કે દરેક કામને આરામથી કરી શકે. સવારના સમયે ઘરમાં હાજર મહિલાઓ પોતાની સાથે પતિ, બાળકો સહિત પરિવારના દરેક સભ્યો માટે રોટલી વગેરે બનાવે છે. આવી સ્થિતિમાં કેટલાક નિયમોને ભૂલી જાય છે. જેનાથી ધન હાનીની સાથે પ્રગતિ પર પણ અસર પડી શકે છે.
આ લોકો માટે જરૂરી કાઢો રોલટી
પહેલી રોટલી ગાય માટે
33 કરોડ દેવી-દેવતાઓનો વાસ ગાયમાં હોય છે. જેના કારણે ગાયની પૂજા પણ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે દરરોજ એક રોટલી ગાયને ચોક્કસ ખવડાવવી જોઈએ. આવું કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે. સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. એટલા માટે પહેલી રોટલી ગાય માટે બનાવો. થોડો બાંધેલો લોટને ગોળ અથવા ખાંડ નાંખીને ખવડાવો. ક્યારે પણ ઘરના સભ્યોને પહેલી રોટલી ન ખવડાવવી જોઈએ. આવું કરવાથી વ્યક્તિ હદ કરતા વધારે સીધો થઈ જાય છે.
ત્રીજી રોટલી કાગડા માટે
એક રોટલી કાગડા માટે પણ બનાવવી જોઈએ. કારણ કે કાગડાને પિતૃઓનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલા માટે નિયમિ રૂપથી કાગડાને રોટલી ખવડાવવી પિતૃ પ્રસન્ન થાય છે.
છેલ્લી રોટલી શ્વાન માટે
રોટલી બનાવતા સમયે છેલ્લી રોટલી શ્વાન માટે બનાવવી જોઈએ. માનવામાં આવે છે કે આવું કરવાથી શનિ અને રાહુ-કેતુના દોષોમાંથી છૂટકારો મળે છે. કુંડળીમાં શનિની સાડે સાતી, પનોતી અથવા મહાદશા છે તો છેલ્લી રોટલીને તેલ લગાવીને કાળા કૂતરાને ખવડો. જો કાળું કૂતરું ન હોય તો અન્ય કૂતરાને પણ ખવડાવી શકાય છે. થોડા દિવસ આવું કરવાથી તમને દોષમાંથી મૂક્તી મળી શકે છે.