Ahmedabad Jagannath rath yatra Live updates : અમદાવાદમાં આજે જગતના નાથ નગરજનોને દર્શન આપવા માટે નીકળશે. ત્યારે અમદાવાદમાં આવેલા જમાલપુર જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. રથયાત્રાની વહેલી સવારે ભગવાન જગન્નાથ મંદિરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ષોથી ચાલતી પરંપરાને જાળવી રાખી છે. અમિત શાહે મંગળા આરતી કરી હતી.આરતી કર્યા બાદ અમિત શાહ મંદિરથી રવાના થયા હતા.
રથયાત્રા અંગેના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
અમિત શાહ વહેલી સવારે અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરી હતી. અને આશિર્વાદ લીધા હતા. અમિત શાહની સાથે આ આરતીમાં જગન્નાથ મંદિર ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. આરતી કર્યા બાદ અમિત શાહ મંદિરથી રવાના થયા હતા.
મંગળા આરતી કર્યા બાદ મહંત દ્વારા ભગવાનના આંખેથી પાટા ખોલવામાં આવ્યા હતા. આ સમયે ભક્તોએ જય રણછોડ.. માખણ ચોરના નાદ લગાવ્યા હતા. મંદિર પરિષર ભગવાનનો જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
રથયાત્રાના સતત અપડેટ્સ જોવા માટે અહીં ક્લિક કરો
મંદિર પરિષરમાં ભક્તોની ભારે ભીડ, આદિવાસી કલાકારોએ નૃત્યથી કરી જમાવટ
ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે મંદિર પરિષરમાં પણ ભક્તોની ભીડ જોવા મળી હતી. મંદિર પટાંગણમાં આદિવાસી કલાકારો સહિતના કલાકારોએ નૃત્ય કરીને ભારે જમાવટ કરી હતી.