scorecardresearch
Premium

Raksha Bandhan 2025 : રક્ષાબંધન પર આવી રાખડી ભૂલથી પણ બાંધવી નહીં, ભાઇ પર નકારાત્મક અસર થશે, દોષ લાગશે

Raksha Bandhan 2025 : રક્ષાબંધન પર ભાઇ માટે રાખડી ખરીદતી વખતે બહું સાવચેતી રાખવી જોઇએ. અમુક પ્રકારની રાખડી બાંધવાથી ભાઇના જીવનમાં સંકટ આવી શકે છે. કેવા પ્રકારની રાખડી શુભ અને અશુભ માનવામાં આવે છે.

Raksha Bandhan 2025 | Raksha Bandhan | Raksha Bandhan 2025 date | Raksha Bandhan Rakhi Tips | Rakhi Vastu Tips
Raksha Bandhan 2025 : રક્ષાબંધન માટે રાખડી ખરીદવામાં સાવચેતી રાખવી જોઇએ. (Photo: Social Media)

Raksha Bandhan 2025 : સનાતન ધર્મમાં રક્ષાબંધનને એક મહત્વનો તહેવાર માનવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર અનુસાર, આ તહેવાર દર વર્ષે શ્રાવણ પુનમે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 9 ઓગસ્ટ 2025ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે બહેનો ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમને દીર્ધાયુષ્ય, સુખ સમૃદ્ધિ અને સફળતાની કામના કરે છે. જ્યારે ભાઇ જીવનભર તેમની રક્ષા કરવાનું વચન આપે છે. રાખડી માત્ર એક દોરો નથી, પરંતુ આસ્થા અને પરંપરાનું પ્રતીક છે. આવી સ્થિતિમાં, રાખડીની પસંદગી કરતી વખતે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જ જોઇએ. નહિંતર, તેનાથી તમારા ભાઈ પર નકારાત્મક અસર પડી શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ રક્ષાબંધન પર કેવી રાખડી ખરીદવાનું ટાળવું જોઈએ.

બ્રેસલેટ વાળી રાખી

આજકાલ રંગબેરંગી અને ટ્રેન્ડી રાખડીઓ બજારમાં વેચવામાં આવી રહી છે, જેમાં કાર્ટૂન કેરેક્ટર્સ, મેટલ કે અન્ય ડિઝાઇનનો સમાવેશ થાય છે. આ રાખડીઓ ભલે બાળકો કે યુવાનોને આકર્ષિત કરતી હોય પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ આ રાખડીઓનું વિશેષ મહત્વ છે. રક્ષાબંધનનો તહેવાર બહેન દ્વારા ભાઈના કાંડા પર પવિત્ર અને શુદ્ધ દોરો બાંધવાની પરંપરા સાથે સંકળાયેલો છે. તેથી, આ રક્ષાબંધનના બ્રેસલેટ વાળી રાખડી બાંધવાનું ટાળો.

ભગવાનના ફોટાવાળી રાખડી

ઘણી વખત એવું બને છે કે બહેનો પોતાના ભાઈના કાંડા પર ભગવાનના ફોટા વાળી કે પ્રતિકૃતિ જેવી રાખડી બાંધે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે ભાઈને આવી રાખડીઓ બિલકુલ ન બાંધવી જોઈએ. કારણ કે તે ભગવાનનું અપમાન છે જે તમારા ભાઈ પર નકારાત્મક અસર કરી શકે છે.

ખરાબ નજર વાળી રાખડી

ઘણી વખત બહેનો પોતાના ભાઈને ખરાબ નજરથી બચાવવા માટે ઈવિલ આઈ કે નઝરબટ્ટુ ડિઝાઈનથી રાખડી બાંધે છે. આ રાખડીઓનો હેતુ ભાઈની રક્ષા કરવાનો હોવા છતાં ધાર્મિક દ્રષ્ટિએ તેને શુભ માનવામાં આવતી નથી. કારણ કે આંખને નકારાત્મક ઉર્જા સાથે જોડાયેલ પ્રતીક માનવામાં આવે છે. માટે આવી રાખડીઓ ન બાંધવી. તેના બદલે તુલસીની માળા, રુદ્રાક્ષ કે પીળા પવિત્ર દોરાથી બનેલી રાખડીઓ બાંધી શકો છો.

કાળા રંગની રાખડી

હિંદુ ધર્મના શાસ્ત્રોમાં કાળા રંગને નકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવ્યું છે. માટે રક્ષાબંધન જેવા પવિત્ર અવસર પર તમારા ભાઈને કાળા રંગની રાખડી બિલકુલ ન બાંધો. આવું કરવાથી તમારા ભાઈ પર ખરાબ અસર પડી શકે છે.

પ્લાસ્ટિકની રાખડી

પ્લાસ્ટિક કે સિન્થેટિક રાખડીઓ ભલે આકર્ષક લાગે, પરંતુ તેની હકારાત્મક અસર થતી નથી. પ્લાસ્ટિકની રાખડી માત્ર પર્યાવરણને જ નુકસાન નથી પહોંચાડતી, પરંતુ તેનાથી ભાઈ પર પણ નકારાત્મક અસર પડી શકે છે. તેથી, તમારે પણ આવી રાખડીઓ બાંધવાનું ટાળવું જોઈએ.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Web Title: Raksha bandhan 2025 these type rakhi buys avoid for brothers on raksha bandhan as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×