scorecardresearch
Premium

રક્ષાબંધનની થાળી આ વસ્તુઓ વગર અધુરી છે, ભાઇને રાખડી બાંધતા પહેલા જરુર રાખી લો આ સામગ્રી

Raksha Bandhan 2025 Thali Samagri : હિન્દુ કેલેન્ડર અનુસાર આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટ 2025, શનિવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે બહેનો ભાઈને તિલક કરીને કાંડા પર રાખડી બાંધે છે અને લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે

Raksha Bandhan 2025, રક્ષાબંધન 2025
Raksha Bandhan 2025 : હિન્દુ કેલેન્ડર અનુસાર આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટ 2025, શનિવારના રોજ ઉજવવામાં આવશે (તસવીર – સોશિયલ મીડિયા)

Raksha Bandhan 2025 Thali Samagri : હિન્દુ કેલેન્ડર અનુસાર આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટ 2025, શનિવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે બહેનો ભાઈને તિલક કરીને કાંડા પર રાખડી બાંધે છે અને લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે. આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.

દેશભરમાં આ તહેવારોની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જો તમે પણ હજુ સુધી રક્ષાબંધનની થાળી લીધી નથી તો એક વાર આખી પૂજા સામગ્રી જોઇ લો. આવો જાણીએ રક્ષાબંધનની થાળીમાં કઈ વસ્તુઓ હોવી જોઈએ, જેથી તે એક પરફેક્ટ થાળી બની જાય. આવો જાણીએ રક્ષાબંધનની થાળીની સંપૂર્ણ સામગ્રી.

રાખડી મુકવા થાળી

સૌથી પહેલાં તો રાખી માટે થાળી લો. આ માટે તમે ગોલ્ડ, સિલ્વર, પિત્તળ, તાંબુ વગેરેની લઈ શકો છો. આ પછી તેની ઉપર પીળું, ગુલાબી અથવા લાલ કપડું પાથરી લો.

રાખડી

રક્ષાબંધનમાં રાખીની થાળીમાં રાખડી સૌથી મહત્વની વસ્તુ છે. તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના આશીર્વાદ માનવામાં આવે છે. તેને બાંધવાથી મન અને શરીર શુદ્ધ થાય છે. આ સાથે તે ભાઈ બહેન વચ્ચેના અતૂટ સંબંધનું પ્રતીક છે.

ચોખા

હવે થાળીમાં થોડા અક્ષત એટલે કે તૂટેલા ના હોય તેવા ચોખા મૂકો. તમે ઇચ્છો તો તેમાં થોડી હળદર ઉમેરી શકો છો. તેનાથી તમે સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થઇ શકે છે.

કંકુ

કોઈ પણ ધાર્મિક કાર્યમાં કંકુ કે સિંદૂરનો ઉપયોગ જરૂરથી કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કોઈ પણ કામ શરૂ કરતા પહેલા કપાળમાં તિલક લગાવવાથી શુભ ફળ મળે છે. આ સાથે તેને સન્માનનું પ્રતિક માનવામાં આવે છે.

ઘી નો દીવો

હિન્દુ ધર્મમાં ઘીનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી સકારાત્મક ઉર્જાની સાથે સાથે સુખ સમૃદ્ધિ, શાંતિ અને સુખ મળે છે. આ દિવસે બહેનો દીવો પ્રગટાવીને ભાઇની આરતી કરે તો ભાઈને દીર્ધાયુષ્ય, આરોગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

આ પણ વાંચો – રક્ષાબંધન પર બહેનને આપો આ ખાસ ગિફ્ટ, આખું વર્ષ તમને યાદ કરશે

મીઠાઇ

થાળીમાં મીઠાઈ પણ રાખો. તેને સુખ અને મીઠાશનું પ્રતીક માનવામાં આવે છે. આ સાથે તેને શુભતા, પ્રેમ અને તૃપ્તિ સાથે જોડીને જોવામાં આવે છે. બહેનો રાખડી બાંધવાની સાથે ભાઈને મીઠાઈ ખવડાવે છે. તેનાથી ભાઇના જીવનમાં મધુરતા, સફળતા અને સંતુલનના આશીર્વાદ મળે છે.

નાળિયેર

રાખડીની થાળીમાં નાળિયેર અવશ્ય મુકો. શ્રીફળને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તેને થાળીમાં રાખવાથી માતા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુ પણ ખૂબ પ્રસન્ન થાય છે. તેને ભાઈની રક્ષા, લાંબી ઉંમર અને સુખ-સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. આ સાથે જ નકારાત્મક ઉર્જા ઓછી થાય છે.

પાન-સોપારી

રાખડીની થાળીમાં પાન અને સોપારી પણ રાખવી જોઈએ. તે ભગવાન ગણેશ, શિવ અને વિષ્ણુનું પ્રિય માનવામાં આવે છે. તેને રાખવાથી દેવી-દેવતાઓના આશીર્વાદ મળે છે. આ બંનેને થાળીમાં રાખવાથી ભાઈને ધન, સુખ અને સુરક્ષાના આશીર્વાદ મળે છે.

એક લોટો જળ

રાખડીની થાળીના એક લોટા પાણી પણ મૂકો. તેને સંકલ્પ જીવન અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. તેને થાળીમાં મુકીને બહેન ભાઈની સ્વસ્થ, શાંત અને સંતુલિત જીવનશૈલી માટે પ્રાર્થના કરે છે.

ડિસ્ક્લેમર- આ લેખ જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવ્યો છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Web Title: Raksha bandhan 2025 these item on rakhi thali ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×