scorecardresearch
Premium

Raksha Bandhan 2025: રક્ષાબંધન પર જનોઈ બદલવા માટે શુભ મુર્હૂત, ક્યો મંત્ર બોલવો?

Raksha Bandhan 2025 Janeu Change Shubh Muhurat : રક્ષાબંધન પર રાખડી બાંધવાની સાથે સાથે બ્રાહ્ણણો જનોઈ બદલે છે. આ વખતે રક્ષાબંધન પર જનોઈ બદલવા માટે શુભ મુર્હૂત ક્યું છે, જનોઈ બદલતી વખતે ક્યો મંત્ર બોલવામાં આવે છે તેની જાણકારી આપી છે.

Janeu Change Shubh Muhurat | Janeu Change time | janoi ceremony | Raksha Bandhan 2025 Shubh Muhurat
Raksha Bandhan 2025 Janeu Change Shubh Muhurat : રક્ષાબંધન પર બ્રાહ્મણ શુભ મુર્હૂતમાં જનોઈ બદલે છે. (Photo: @sanatan_dharma_aur_sanskriti)

Raksha Bandhan 2025 Janeu Change Shubh Muhurat : હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોનો એક છે રક્ષાબંધન છે, જે શ્રાવણ પુનમ તિથિ પર ઉજવાય છે. રક્ષાબંધન ભાઇ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર છે. આ દિવસે બહેન ભાઇને રાખડી બાંધે છે. રક્ષાબંધનનું ધાર્મિક અને સામાજીક મહત્વ છે. રક્ષાબંધનનો તહેવાર નારિયેળી પુનમ કે બળેવ તરીકે પણ ઉજવાય છે. રક્ષાબંધનના શુભ મુર્હૂતમાં બ્રાહ્મણો જનોઈ બદલે છે. સૂતરના દોરા માંથી બનેલી જનોઈને સંસ્કૃત ભાષામાં યજ્ઞોપવીત કહેવાય છે. આ વખતે રક્ષાબંધન 9 ઓગસ્ટ, 2025 શનિવારે છે, આવી સ્થિતિમાં જનોઈ બદલવાનું શુભ મુર્હુત કર્યું છે?

રક્ષાબંધન જનોઈ બદલવાનો શુભ મુર્હૂત

રક્ષાબંધનના શુભ દિવસે બ્રાહ્મણ જનોઈ બદલે છે. જનોઈ બદલતી વખતે શુભ મુહૂર્તનું ધ્યાન રાખવું જરૂરી છે. વૈદિક પંચાંગ અનુસાર રક્ષાબંધન પર શુભ મુર્હૂત સમય સવારે 5:47 થી શરૂ થશે, જે બપોરે 1:24 સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન બ્રાહ્મણ જનોઈ બદલી શકે છે. ઉપરાંત રાખડી બાંધવા માટે પણ આ સમય શુભ છે.

જનોઈ બદલવાનો મંત્ર

જનોઈ બદલતી વખતે ગાયત્રી મંત્ર બોલવામાં આવે છે.

ૐ ભુર્ભુવસ્વઃ તત્સ વિતુર વરેનિયમ ॥
ભર્ગોદેવસ્ય ઘી મહી ધિયો યો નઃ પ્રચોદયાત ॥

રક્ષાબંધન પર 5 શુભ યોગ

આ વખતે રક્ષાબંધન પર 5 શુભ યોગ બન રહ્યા છે. આ વર્ષે ચંદ્ર પર ઘણા શુભ યોગો બની રહ્યા છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ, શ્રવણ નક્ષત્રમાં ચંદ્ર, લક્ષ્મી રાજયોગ, ગજલક્ષ્મી રાજયોગ, બુધાદિત્ય યોગ, ઋગ્વેદ ઉપકર્મ, યજુર્વેદ ઉપકર્મ, શ્રાવણ પૂર્ણિમા સુધી ગાયત્રી જયંતિ પડી રહી છે.

સર્વાર્થ સિદ્ધિ યોગ – સવારે 5:47 થી બપોરે 2:23 સુધી
સૌભાગ્ય યોગ – 10 ઓગસ્ટના રોજ વહેલી સવારથી 2:15 વાગ્યા સુધી
શોભન યોગ – 10 ઓગસ્ટના રોજ સવારે 2:15 વાગ્યા સુધી
બ્રહ્મ મુહૂર્ત – સવારે 4:22 થી 5:04 સુધી
અભિજિત મુહૂર્ત – બપોરે 12:17 થી 12:53 સુધી.

આ પણ વાંચો | રક્ષાબંધન પર રાખડી બાંધવા કઇ દિશામાં બેસવું શુભ હોય છે? આ 7 વાસ્તુ ટીપ્સ ધ્યાનમાં રાખો

રક્ષાબંધન પર ભદ્રા કાળ છે કે નહીં?

વૈદિક પંચાગ અનુસાર આ વખતે શ્રાવણ પુનમના રોજ સૂર્યોદય પહેલા ભદ્રા કાળ સમાપ્ત થઈ જશે. આથી આ રક્ષાબંધન પર ભદ્રા કાળ હશે નહીં. તમને જણાવી દઈએ કે ભદ્રા કાળ 8 ઓગસ્ટે બપોરે 02:12 વાગ્યાથી શરૂ થશે અને 9 ઓગસ્ટની મધરાતે 1:52 વાગે સમાપ્ત થશે. આમ આ વખતે રક્ષાબંધન પર ભદ્રા કાળની ચિંતા વગર બહેન ભાઇને રાખડી બાંધી શકશે.

Web Title: Raksha bandhan 2025 janeu change shubh muhurat mantra as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×