scorecardresearch
Premium

Raksha Bandhan 2025: રક્ષાબંધન તહેવાર કેવી રીતે શરૂ થયો? સૌથી પહેલી રાખડી કોણે કોને બાંધી હતી? જાણો પૌરાણિક કથા

Raksha Bandhan 2025 Religious Story In Gujarati: રક્ષાબંધન ભાઇ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર છે. શું તમે જાણો છો રક્ષાબંધનની શરૂઆત કેવી રીતે થઇ? સૌથી પહેલા કોણે કોને રાખડી બાંધી હતી? અહીં રક્ષાબંધન સાથે જોડાયેલી પૌરાણિક, ધાર્મિક અને ઐતિહાસિક કહાણી જણાવી, જે તમારે જરૂર વાંચવી જોઇએ.

Raksha Bandhan Religious Story | Raksha Bandhan Significance | Raksha Bandhan 2025 | Raksha Bandhan katha | Rakhi
Raksha Bandhan Religious Story And Significance : રક્ષાબંધનની પૌરાણિક કથા અને મહત્વ. (Photo: Freepik)

Raksha Bandhan 2025 Religious Story And Significance In Gujarati : રક્ષાબંધન હિંદુ ધર્મનો એક મુખ્ય તહેવાર છે. રક્ષાબંધન શ્રાવણ પુનમ તિથિ પર ઉજવાય છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર આ વર્ષે 9 ઓગસ્ટ 2025, શનિવારના રોજ ઉજવવામાં આવશે. રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર સંબંધને સમર્પિત છે. આ દિવસે બહેન પોતાના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને સુખ સમૃદ્ધિ અને સુખી જીવન માટે પ્રાર્થના કરે છે. તો બદલામાં ભાઈઓ તેમની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે અને તેમને ભેટો આપીને પોતાનો પ્રેમ કરે છે.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે રક્ષાબંધન અને રાખડી બાંધવાની પરંપરા કેવી રીતે શરૂ થઈ? તમને જણાવી દઈએ કે આ તહેવાર સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે, પરંતુ સૌથી પ્રખ્યાત અને રસપ્રદ વાર્તા રાજા બાલી અને માતા લક્ષ્મી સાથે જોડાયેલી છે. તો ચાલો જાણીએ આ ખાસ તહેવાર પાછળની રસપ્રદ વાર્તા.

રાજા બલિ અને માતા લક્ષ્મીની કથા

આ દંતકથા દેવી લક્ષ્મી અને રાજા બલિ સાથે પણ સંકળાયેલી છે. પૌરાણિક કથા અનુસાર એક વખત રાક્ષસ રાજા બલિએ પોતાની ભક્તિ અને દ્રઢતાથી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કર્યા પછી તેમણે તેમની રક્ષા માટે પ્રતિજ્ઞા માંગી. ભગવાન વિષ્ણુએ વચન પૂર્ણ કર્યું અને બાલીના દ્વારપાલ બન્યા. આથી દેવી લક્ષ્મી ચિંતિત થઈ ગઈ. આવી સ્થિતિમાં દેવી લક્ષ્મીએ એક સામાન્ય સ્ત્રીનું રૂપ ધારણ કરી બલિ પાસે ગયા અને તેને રાખડી બાંધી હતી. બલિ ભાવુક થઈ ગયો અને મનપસંદ ઇચ્છા માંગવાનું કહ્યું. આના પર દેવી લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને દ્વારપાળ માંથી મુક્ત કરવાનું વચન માંગ્યું.

ભગવાન કૃષ્ણ અને દ્રૌપદીની કથા

અન્ય એક દંતકથા અનુસાર, એક વખત શ્રી કૃષ્ણની આંગળીમાં ઈજા થઈ હતી, જેમાંથી લોહી નીકળવાનું શરૂ થયું હતું. આ જોઈને દ્રૌપદી પરેશાન થઈ ગઈ અને તેણે તરત જ પોતાની સાડીનો ટુકડો ફાડીને શ્રીકૃષ્ણની આંગળી પર બાંધી દીધો. શ્રી કૃષ્ણ દ્રોપદીના આ પ્રેમથી ખૂબ જ ભાવુક થઈ ગયા હતા અને તેમણે વચન આપ્યું હતું કે જ્યારે પણ દ્રૌપદી પર કોઈ સંકટ આવશે, ત્યારે તેઓ તેની રક્ષા કરશે.

રાણી કર્ણાવતી અને હુમાયુની વાર્તા

એવું કહેવામાં આવે છે કે જ્યારે ચિત્તોડગઢ પર ગુજરાતના સુલતાન બહાદુર શાહે આક્રમણ કર્યું અને ચિત્તોડગઢની સ્થિતિ નબળી પડવા લાગી. તેમની સેના બહાદુર શાહની સેનાનો મુકાબલો કરી શકી નહીં ત્યારે મેવાડના મહારાણી કર્ણાવતીએ મુગલ બાદશાહ હુમાયુને રાખડી મોકલીને તેમની પાસે મદદ માંગી હતી. તે સમયે રાણી વિધવા હતી અને તેમના યુવાન પુત્રો પણ પોતાની માતાની છત્રછાયામાં રાજ્યના વારસદાર બનવાની રાહ જોઈ રહ્યા હતા. આ યુદ્ધમાં મેવાડની સેના સતત નબળી પડી રહી હતી. આવી સ્થિતિમાં રાણી કર્ણાવતીએ હુમાયુ પાસે રાખડી મોકલી હતી અને ચિત્તોડગઢની રક્ષા માટે તેને ભાઈ તરીકે બોલાવ્યો હતો. હુમાયુએ રાખડીનો સ્વીકાર કરીને રાણી કર્ણાવતીને બહેનનો દરજ્જો આપ્યો અને તરત જ ચિત્તોડગઢની મદદ માટે પોતાની સેના મોકલી દીધી. જો કે હુમાયુના આગમન પહેલા ચિત્તોડગઢ પર હુમલો થઈ ગયો હતો અને રાણીએ જૌહર કરી દીધું હતું. પરંતુ પાછળથી તેમણે ચિત્તોડગઢને બહાદુર શાહના કબજામાંથી મુક્ત કરાવ્યો એટલું જ નહીં, રાણી કર્ણાવતીના પુત્રોને પણ બચાવ્યા. જો કે આ કહાણીના કોઇ પુરાવા નથી.

આ પણ વાંચો | રક્ષાબંધન પછી રાખડીનું શું કરવું? જાણો વાસ્તુ શાસ્ત્રનો નિયમ

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Web Title: Raksha bandhan 2025 date tithi history story katha religious significance of rakhi in gujarati as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×