scorecardresearch
Premium

Raksha Bandhan 2024 Panchak : રક્ષાબંધનથી પંચક શરૂ થઈ રહ્યું, રાખડી બાંધવી શુભ રહેશે કે અશુભ? જાણો નિયમો

Raksha Bandhan 2024 Panchak : 19 ઓગસ્ટના રોજ સાંજે 7:01 વાગ્યે શરૂ થઈ રહ્યું છે, જે પાંચ દિવસ ચાલશે, અને રક્ષાબંધન પણ આજ દિવસોમાં આવી રહ્યું છે. તો રાખડી બાંધવાને લઈ પંચકની શુભ-અશુભ માન્યતા શું છે.

Raksha Bandhan 2024 Panchak
રક્ષાબંધન પંચકના દિવસોમાં આવે છે

Raksha Bandhan 2024 Panchak : હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા શુભ સમય અને શુભ ચોગડિયાને ચોક્કસ ધ્યાનમાં રાખવામાં આવે છે. એ જ રીતે, દર મહિનાના 5 દિવસ એવા હોય છે, જેમાં શુભ કાર્યો કરવા પર પ્રતિબંધ છે. આ 5 દિવસો પંચક તરીકે ઓળખાય છે. ઓગસ્ટ મહિનામાં આવતો પંચક ખૂબ જ ખાસ છે, કારણ કે સૌથી પહેલા સોમવારથી રાજ પંચકના દિવસો શરૂ થઈ રહ્યા છે. આ સાથે તેઓ રક્ષાબંધનના દિવસથી જ શરૂ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, ઘણા લોકો મૂંઝવણમાં હશે કે, શું તેઓ પંચક દરમિયાન તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધી શકશે કે નહીં? તો ચાલો જાણીએ કે, ઓગસ્ટ મહિનામાં પંચક ક્યારે છે અને શું તેની અસર રાખીના તહેવાર પર પડશે કે નહીં…

ઓગસ્ટમાં પંચક 2024 ક્યારે છે?

હિંદુ કેલેન્ડર અનુસાર, પંચક 19 ઓગસ્ટના રોજ સાંજે 7:01 વાગ્યે શરૂ થઈ રહ્યું છે, જે 23 ઓગસ્ટના રોજ સાંજે 7:58 વાગ્યે સમાપ્ત થશે.

રક્ષાબંધન પર રાજ પંચક

તમને જણાવી દઈએ કે, ઓગસ્ટ મહિનામાં સોમવારથી પંચક શરૂ થઈ રહ્યું છે, તેથી તેને રાજ પંચક કહેવામાં આવશે. આ પંચકને અશુભ વર્ગમાં રાખવામાં આવતું નથી. આ પંચક દરમિયાન ધન અને સમૃદ્ધિ સંબંધિત કામ કરવું શુભ માનવામાં આવે છે. આ સાથે રાજકીય અને વહીવટી કાર્યો કરવાથી પણ શુભ ફળ મળે છે. પરંતુ તમારે આ 5 વસ્તુઓ કરવાથી બચવું જોઈએ.

શું પંચક દરમિયાન રાખડી બાંધવી શુભ રહેશે?

તમને જણાવી દઈએ કે, રક્ષાબંધનના દિવસે સવારથી જ ભદ્રાની છાયા રહેશે. તેથી, આ દિવસે રાખડી બાંધવાનો શુભ સમય બપોરે 1:30 વાગ્યાથી શરૂ થશે, જે રાત્રે 09:08 વાગ્યે સમાપ્ત થશે. આ પંચક સોમવારથી શરૂ થતુ હોવાથી અશુભ માનવામાં આવતુ નથી. આવી સ્થિતિમાં તમે રાત સુધી તમારા ભાઈઓના કાંડા પર રાખડી બાંધી શકો છો.

પંચક એટલે શું?

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જ્યારે ચંદ્ર નક્ષત્રના ત્રીજા તબક્કા અને ઉત્તરાભાદ્રપદ, પૂર્વાભાદ્રપદ, રેવતી અને શતભિષા નક્ષત્રના ચારેય તબક્કામાંથી પસાર થાય છે, ત્યારે પંચક શરૂ થાય છે. અઠવાડિયાના દરેક દિવસથી શરૂ થતા પંચકનું નામ અને મહત્વ અલગ-અલગ છે.

રાજ પંચક દરમિયાન ન કરો આ કામો

  • રાજ પંચક દરમિયાન કેટલાક કામ પર પ્રતિબંધ છે
  • પંચક દરમિયાન દક્ષિણ દિશાની યાત્રા કરવાનું ટાળવું જોઈએ, કારણ કે આ દિશા યમરાજ સાથે સંબંધિત માનવામાં આવે છે.
  • પંચક દરમિયાન મકાનની છત બનાવવી ન જોઈએ. જેના કારણે આ ઘરમાં રહેતા લોકોમાં સુખ-શાંતિ ભંગ થઈ જાય છે.
  • પંચક દરમિયાન કોઈપણ પ્રકારનો ખાટલો, બિસ્તર, પલંગ વગેરે ન ખરીદવા જોઈએ.
  • પંચક દરમિયાન લાકડા, લાકડાની વસ્તુઓ, બળતણ વગેરે ઘરમાં ન લાવવું જોઈએ.

આ પણ વાંચો – Nag Panchami 2024: માત્ર નાગ પાંચમ પર ખુલે છે આ મંદિરના કપાટ, દર્શન કરવાથી કાળ સર્પ દોષ થી છુટકારો, જાણો મંદિરનું રહસ્ય

ડિસ્કલેમર – આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તે સાચુ જ હોવાની સાબિતતા હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Web Title: Raksha bandhan 2024 panchak rakshabandhan shubh muhurta what not to do in panchak km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×