Raksha Bandhan 2023 shubh muhurat: હિંદુ ધર્મમાં રક્ષાબંધનના તહેવારનું ખૂબ જ મહત્વ છે. ભાઈઓ અને બહેનોને સમર્પિત આ તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે, બહેનો તેમના ભાઈઓના કાંડા પર રક્ષા બાંધે છે અને ભાઇના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય સાથે ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે. સાથે જ ભાઈ તેની બહેનને ભેટ આપવાની સાથે તેમની રક્ષા કરવાનું વચન આપે છે.
હિંદુ પંચાલ અનુસાર રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમ તિથિના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે 30 અને 31 ઓગસ્ટ બે દિવસે પૂનમ તિથિ છે. શાસ્ત્રો અનુસાર, એવું માનવામાં આવે છે કે ભદ્રા નક્ષત્રમાં બહેનોએ ક્યારેય ભાઈને રાખડી ન બાંધવી જોઈએ. તેનાથી અશુભ પરિણામ મળે છે. જાણો આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા નક્ષત્ર ક્યારે છે.
રક્ષાબંધન કઇ તારીખે છે?
હિંદુ પંચાગ મુજબ શ્રાવણ મહિનાની પૂનમ તિથિ આ વખતે તારીખ 30 ઓગસ્ટ 2023, બુધવારના રોજ સવારે 11 વાગ્યાથી શરૂ થાય છે, જે 31 ઓગસ્ટના રોજ સવારે 07:07 વાગ્યે સુધી રહેશે. તેથી જ આ વખતે રક્ષાબંધનનો તહેવાર બે દિવસ મનાવવામાં આવી રહ્યો છે.
રક્ષાબંધનના દિવસે ભદ્રા નક્ષત્રનો સમય ક્યો છે? રક્ષાબંધનનું શુભ મુહૂર્ત
હિંદુ પંચાગ અનુસાર રક્ષાબંધનના દિવસ ભદ્રા નક્ષત્ર 30 ઓગસ્ટના રોજ સવારે 10.58 વાગ્યાથી શરૂ થશે અને રાત્રે 09.01 વાગ્યા સુધી ચાલશે. આથી આ સમયગાળા દરમિયાન રક્ષા બાંધવી અશુભ માનવામાં આવે છે. તેથી રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત 30 ઓગસ્ટે રાત્રે 9 વાગ્યા બાદ છે, તેમજ 31 ઓગસ્ટના રોજ સવાર સુધી રાખડી બાંધી શકાશે.
રક્ષાબંધન 2023: રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો શુભ સમય
- 30 ઓગસ્ટ, 2023 રાત્રે 9:01 થી 11:13 સુધી
- 31 ઓગસ્ટના રોજ સવારે 7:05 વાગે સુધી રક્ષાબંધન બાંધી શકાશે
- અમૃત મુહૂર્ત – સવારે 05.42 થી 07.23 સુધી રહેશે.
ભદ્રા કોણ છે?
ભદ્રા ભગવાન સૂર્ય અને માતા છાયાની પુત્રી છે તેમજ તે શનિદેવની બહેન છે. ભદ્રાનો જન્મ રાક્ષસોનો નાશ કરવા માટે થયો હતો. પરંતુ જન્મ સમયે તે સમગ્ર જગતને પોતાનો કોળિયો બનાવવાની હતી. આવી સ્થિતિમાં તમામ પ્રકારના માંગલિક – શુભ કાર્ય, યજ્ઞ વગેરે કાર્યોમાં અવરોધો આવવા લાગ્યા હતા. આવી સ્થિતિમાં બ્રહ્માજીની સમજાવટથી તેમને 11 કિરણોમાં સાતમા કિરણ વિષ્ટિ કિરણમાં સ્થાન આપવામાં આવ્યું. જ્યાં તે આજે પણ બિરામાન છે.
આ પણ વાંચો | શ્રાવણ માસમાં શિવ પૂજાના જ્યોતિષ ઉપાય – કષ્ટ થશે દૂર અને સુખ-સમૃદ્ધિનો થશે વરસાદ
ભદ્રા નક્ષત્ર કેવી રીતે નક્કી થાય છે?
હિંદુ પંચાંગ અનુસાર ભદ્રાનો ત્રણેય લોક એટલે કે સ્વર્ગ, પાતાળ અને પૃથ્વી પર રહે છે. જ્યારે ચંદ્ર કર્ક, સિંહ, કુંભ અને મીન રાશિમાં હોય છે ત્યારે ભદ્રા પૃથ્વી પર રહે છે. પૃથ્વી પર વાસ કરવા દરમિયાન ભદ્રાનું મુખ્ય સામેની તરફ હોય છે. આથી કારણસર પૃથ્વી લોકમાં જ્યારે ભદ્રાનો વાસ હોય છે તે સમયે તમામ પ્રકારના શુભ અને માંગલિક કાર્ય કરવાનું વર્જિત છે, કારણ તેનાથી શુભ ફળ મળતુ નથી.