scorecardresearch
Premium

Rahu Gochar 2025: રાહુ ગ્રહ કુંભ રાશિમાં ગોચર કરશે, 3 રાશિની કિસ્મત ચમકશે, રાજા જેવું જીવન જીવશે

Rahu Gochar 2025 Dates and Effects: પાપ ગ્રહ રાહુ વર્ષ 2025માં કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં રાહુ ગ્રહના આગમનથી મેષ સહિત આ ત્રણ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સાથે ધનલાભ થઈ શકે છે.

Rahu Gochar 2025 | Rahu Gochar Rashigal | Rahu grah | Rahu Grah Transit In Kumbh
Rahu Gochar 2025 Effects on Zodiac Signs: વર્ષ 2025માં રાહુ ગ્રહના કુંભ રાશિમાં ગોચરથી તમામ રાશિના જીવન પર સારી અને ખરાબ અસર થશે.

Rahu Gochar 2025 (રાહુ ગોચર 2025): વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને પાપી, છાયા ગ્રહ માનવામાં આવે છે. પરંતુ તેનું મહત્વ ઘણું વધારે છે. તમને જણાવી દઇયે કે, રાહુ ગ્રહ છેલ્લા કેટલાક સમયથી ગુરુ ગ્રહની મીન રાશિ મીનમાં બિરાજમાન છે. પરંતુ નવા વર્ષના 18 મેના રોજ સાંજે 5.08 વાગ્યે તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. રાહુ ગ્રહ આ રાશિમાં લગભગ 18 મહિના સુધી રહેશે. આવી સ્થિતિમાં તેની અસર 12 રાશિઓના જીવનમાં લાંબા સમય સુધી રહેશે. કેટલીક રાશિઓને શનિની રાશિમાં રાહુ ગ્રહના ગોચરથી ફાયદો થશે અને અમુક રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. આવો જાણીએ કુંભ રાશિમાં રાહુ ગોચર કઇ કઇ રાશિના જાતકો માટે શુભ રહેશે.

તમને જણાવી દઇયે કે, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ ગ્રહ હંમેશા વક્રી ગતિ કરે છે. આ કારણે તે મેષ રાશિમાં નહીં પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે.

મેષ રાશિ

રાહુ ગ્રહનું કુંભ રાશિમાં ગોચર મેષ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. રાહુ આ રાશિના અગિયારમાં ભવમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ઈચ્છિત પરિણામ મળી શકે છે. આ સાથે લાંબા સમયથી અટકેલા કામને પૂર્ણ કરી શકાશે. આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થવાનો છે. સમાજમાં માન સન્માનમાં વધારો થવાનો છે. નવા લોકો સાથે મુલાકાત થઇ શકે છે. તમે તેમની સાથે સમય પસાર કરવાનું પસંદ કરી શકો છો. પરિવારમાં તમને વધુ મહત્વ મળશે. તમે શેર બજાર દ્વારા ઘણા પૈસા કમાઇ શકો છો. શેરબજારમાં નાણાંનું રોકાણ કરતા પહેલા તમારે ધ્યાનથી વિચારવું જોઈએ. કાર્યક્ષેત્રમાં સફળતા મળવાના યોગ છે. તમારા પગારમાં વધારા સાથે પ્રમોશન મળી શકે છે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે રાહુ ગ્રહનું કુંભ રાશિમાં ગોચર ફાયદાકારક સાબિત થઈ શકે છે. કરિયરની દ્રષ્ટિએ આ રાશિના જાતકો માટે નવું વર્ષ ખૂબ જ સારું રહેવાનું છે. પ્રમોશનની સાથે પગાર વધારો પણ કરવામાં આવી રહ્યો છે. આ સાથે હવે પરિવારમાં સમસ્યાઓનો અંત આવી શકે છે. આ સાથે તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે, જેથી તમે ઘણા અવરોધોને સરળતાથી પાર કરી શકશો. જીવનમાં સુખ-શાંતિમાં વૃદ્ધિ થશે. કોર્ટ કેસોમાં સફળતા મળી શકે છે. વિદેશ વેપારમાં લાભ મળી શકે છે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે રાહુ ગ્રહનું કુંભ રાશિમાં ગોચર ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના પાંચમા ભાવમાં રાહુ રહેશે. આવી સ્થિતિમાં, આ રાશિના જાતકોને સારા પરિણામ મળવાની પૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે. આ સાથે જ શિક્ષણ ક્ષેત્રે પણ ઘણો ફાયદો થઇ શકે છે. લવ લાઈફ સારી બનશે. તમારા જીવનસાથી સાથે તમારો સારો સમય પસાર થશે. આ સાથે જ દાંપત્ય જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે. રોકાણ દ્વારા તમે અઢળક કમાણી કરી શકો છો, સાથે જ સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

આ પણ વાંચો | 27 ડિસેમ્બરથી ચમકી શકે છે આ રાશિઓનું નસીબ, બુધ અને શનિ દેવ બનાવી રહ્યા છે કેન્દ્ર દ્રષ્ટી

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Web Title: Rahu gochar 2025 rahu grah transit in kumbh zodiac rashifal 2025 in gujarati as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×