scorecardresearch
Premium

Diwali 2023 : 400 વર્ષ પછી દિવાળી પહેલા બની રહ્યો છે દુર્લભ યોગ, 2 દિવસ સુધી રહેશે 8 શુભ મુહૂર્ત, આ રાશિના જાતકોને થશે ફાયદો

Pushya Nakshatra Date And Time On Diwali 2023 : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 400 વર્ષ બાદ આ વખતે 2023માં દિવાળી પહેલા 4 અને 5 નવેમ્બરના રોજ પુષ્ય નક્ષત્રનો દુર્લભ યોગ બની રહ્યો છે. જાણો કઇ રાશિના લોકોન ફાયદો થશે

Pushya Nakshatra 2023 | Pushya Nakshatra Diwali 2023 | Pushya Nakshatra 2023 Shubh Muhurat | Diwali 2023 Shubh Muhurat | diwali festival 2023 Shubh Muhurat
દિવાળી 2023 પહેલા બની રહેલા પુષ્ય નક્ષત્રમાં 8 શુભ યોગ બની રહ્યા છે. (Photo – Canva)

Pushya Nakshatra On Diwali 2023 : દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મના મુખ્ય તહેવારો પૈકીનો એક છે. દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે જેની તૈયારીઓ દેશભરમાં જોરશોરથી ચાલી રહી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવાળીના થોડા દિવસો પહેલા એટલે કે 4 અને 5 નવેમ્બરે ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે. એવું માનવામાં આવે છે કે આવો સંયોગ લગભગ 400 વર્ષ પછી બન્યો હતો. દિવાળી પહેલા જો તમે શોપિંગ, ઈન્વેસ્ટમેન્ટ જેવા કોઈ શુભ કાર્ય કરવા ઈચ્છતા હોવ તો આ બે દિવસમાં કરી શકો છો. જાણો કઈ રાશિના જાતકોને મળશે વિશેષ લાભ.

4 અને 5 નવેમ્બરના રોજ બની રહ્યો છે દુર્લભ યોગ

હિંદુ કેલેન્ડર મુજબ, 4 નવેમ્બર, શનિવારે સવારે 8 વાગ્યાથી પુષ્ય નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે, જે 5 નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં શનિ પુષ્ય અને સૂર્ય પુષ્ય નક્ષત્ર રહેશે. આ બંને મહામુહૂર્તમાં શુભ કાર્ય કરવાથી વ્યક્તિ કાયમી ફળ મેળવી શકે છે.

Diwali 2023 | kali chaudas | dhanteras | new year 2023 | bhai dooj | diwali 2023 date Puja Vidhi Muhurat Time | Lakshmi Puja diwali 2023 | diwali festival
દિવાળી હિન્દુઓનો મુખ્ય તહેવાર છે અને દેશભરમાં ધામધૂમથી ઉજવાય છે. (Photo- Canva)

4 નવેમ્બરે શનિ પુષ્યની સાથે ગજકેસરી યોગ

હિંદુ કેલેન્ડર મુજબ, 4 નવેમ્બર, 2023 શનિવારના રોજ પુષ્ય નક્ષત્ર સાથે ગજકેસરી યોગ બની રહ્યો છે. ઉપરાંત પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ પણ પોતાની રાશિમાં બિરાજમાન છે. આ સાથે શશ યોગ રચાઈ રહ્યો છે. હિંદુ પંચાંગ મુજબ આ દિવસે શંખ, લક્ષ્મી, શશ, હર્ષ, સરલ, સાધ્ય, મિત્ર યોગ રચાઈ રહ્યા છે.

5 નવેમ્બરે રવિ પુષ્ય સાથે દુર્લભ યોગ બનશે

5મ નવેમ્બરે રવિ પુષ્ય યોગ સાથે રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, ગજકેસરી યોગની સાથે શુભ, શ્રીવત્સ, અમલા, વશી, સરલ યોગની રચના થઈ રહી છે.

ગ્રહોની યુતિથી બની રહ્યા છે મંગલકારી યોગ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં સ્થિત છે અને દેવતાઓના ગુરુ ગુરુ મેષ રાશિમાં બિરાજમાન છે. આવી સ્થિતિમાં બંનેની સ્થિતિ એક શુભ સંયોગ સર્જી રહી છે. આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ શુભ યોગ બનવાના કારણે વૃષભ, મેષ, તુલા, ધનુ અને કુંભ રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે.

4 અને 5 નવેમ્બર ખરીદી કરવાનો શુભ દિવસ

પુષ્ય નક્ષત્ર ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે 27 નક્ષત્રોમાં પુષ્યને રાજાનું સ્થાન આપવામાં આવ્યું છે. જેના સ્વામી શનિ અને ગુરુ છે. ગુરુને ધન અને જ્ઞાનનો કારક માનવામાં આવે છે, જ્યારે શનિને સ્થિરતાનો કારક માનવામાં આવે છે. તેથી, આ દિવસે ખરીદેલી વસ્તુઓ લાંબા સમય સુધી ચાલે છે અને સુખ અને સમૃદ્ધિ લાવે છે. તેથી, આ દિવસે તમે કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો. આ ઉપરાંત આ દિવસે વાહન, મિલકત, મકાન, ઘરેણાં, કપડાં વગેરેની ખરીદી શુભ માનવામાં આવે છે.

Diwali 2023 | kali chaudas | dhanteras | new year 2023 | bhai dooj | diwali 2023 date Puja Vidhi Muhurat Time | Lakshmi Puja diwali 2023 | diwali festival
દિવાળીના તહેવારની ઉજવણી ધનતેરસથી થાય છે, તે દિવસ ધનની દેવી લક્ષ્મી માતાની પૂજા કરાય છે. (Photo- Canva)

દુર્લભ યોગથી આ રાશિના લોકોને લાભ મળશે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવાળી પહેલા બનેલો આ યોગ કેટલીક રાશિઓ પર શનિ અને ગુરુના અપાર આશીર્વાદનો વરસાદ કરાવશે. આવી સ્થિતિમાં મેષ, મિથુન, કર્ક, ધનુ, મકર અને કુંભ રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે. દેવી લક્ષ્મીની કૃપાથી અટકેલા કામ ફરી શરૂ થઈ શકે છે. તેની સાથે જ ધંધા-વ્યવસાય અને નોકરીમાં પણ પ્રગતિની પુરી સંભાવનાઓ છે.

આ પણ વાંચો | દિવાળી કઈ તારીખે છે? પડતર દિવસ કેમ આવે છે? ધનતેરસથી લાભ પાંચમ સુધી દિવાળીના તહેવારોની તારીખ અને પૂજાના શુભ મુહૂર્તની તમામ વિગત નોંધી લો

(Disclaimer : આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચી સાબિત કરવાનો નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.

Web Title: Pushya nakshatra 2023 on diwali shani ravi pushya nakshatra shubh muhurat date time jyotish as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×