Pukhraj Gemstone: રત્નશાસ્ત્રમાં (Gemology) નવ પ્રમુખ રત્નોનું વર્ણન છે. આ રત્નો કોઈના કોઈ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. સાથે જ રત્નોને ધારણ કરવાથી એ ગ્રહના અશુભ પ્રભાવને એક હદ સુધી ઓછો કરી શકાય છે. અહીં આપણે પુખરાજ રત્ન અંગે વાત કરીશું. જેનો સંબંધ વૃદ્ધિ અને જ્ઞાનના કારક ગુરુ ગ્રહ સાથે છે. તમને જણાવી દઈએ કે જે વ્યક્તિની કુંડળીમાં (Horoscope) ગુરુ શુભ સ્થિતિમાં હોય છે, તો તેમના માટે પુખરાજ ખુબ જ લાભદાયી રહેશે. આ ગ્રહને ધારણ કર્યા બાદ શિક્ષા, ધન-સંપત્તિ અને માન-સમ્માનમાં વૃદ્ધિ થવાની માન્યતા છે. તો ચાલો જાણીએ કે પુખરાજ ધારણ કરવાના લાભ અને પહેરવાની વિધિ…
સીલોની પુખરાજ હોય છે સારો
સૌથી સારો પુખરાજ શ્રીલંકાનો માનવામાં આવે છે. જેને સીલોની રત્ન કહેવામાં આવે છે. બીજા નંબર ઉપર બેંકોકનો પુખરાજ આવે છે. પુખરાજને સંસ્કૃતમાં પુષ્પરાજ, ગુરુ રત્ન, ગુજરાતીમાં પીલુરાજ, કન્નડમાં પુષ્પરાગ, હિન્દીમાં પુખરાજ અને અંગ્રેજીમાં યલોસફાયર કહેવામાં આવે છે.
આ લોકો પુખરાજને કરી શકે છે ધારણ
- જ્યોતિષ પ્રમાણે જે લોકોની કુંડળીમાં ગુરુ બૃહસ્પતિ ઉચ્ચ અથવા તો શુભ વિરાજમાન હોય તો તેવા લોકો પુખરાજ પહેરી શકે છે.
- સાથે જ મીન અને ધન રાશિના લોકો પુખરાજ ધારણ કરી શકે છે. કારણ કે આ બંને રાશિઓ ઉપ ગુરુગ્રહનું આધિપત્ય છે.
- તુલા રાશિના જાતકો પુખરાજ ધારણ કરી શકે છે કારણ કે ગુરુ તમારા પંચમ સ્થાનનો સ્વામી છે. એટલા માટે આ જાતકોને પુખરાજ પહેરવાથી લાભદાયી સાબિત થાય છે.
- મેષ, કર્ક, સિંહ, વૃશ્ચિક રાશિના લોકો આ રત્નને ધારણ કરી શકે છે.
- જો જન્મકુંડળીમાં ગુરુ બૃહસ્પતિ નીચલા સ્થાન પર વિરાજમાન છે તો પુષરાજ ધારણ ન કરવો જોઈએ.
- પુખરાજની સાથે હીરો ન પહેરવો જોઈએ. વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર, કુંભ રાશિ અને લગ્નવાળા લોકોએ આ રત્ન ધારણ ન કરવો જોઈએ.
આ વિધિથી કરો ધારણ
રત્નશાસ્ત્રમાં રત્નોને ધારણ કરવાની પણ એક વિધિ દર્શાવવામાં આવી છે. પુખરાજને ઓછામાં ઓછા 7 કે સવા 7 રત્નીનો ધારણ કરવો જોઈએ. સાથે જ પુખરાજ પહેરવા માટે ગુરુવારના દિવસે તર્જની આંગળીમાં ધારણ કરી શકાય છે.
જો ધાતુની વાત કરીએ તો પુખરાજ સોના અથવા ચાંદીમાં પહેરી શકાય છે. પુખરાજ ધારણ કરતા પહેલા અંગૂઠીને દૂધ અને ગંગાજળથી શુદ્ધ કરી લો. સાથે જ ઉં બૃં બૃહસ્પતેય નમઃ મંત્રની ઓછામાં ઓછી એક માળાનો જાપ કર્યાબાદ હાથની તર્જની આંગળીમાં ધારણ કરો.