scorecardresearch
Premium

Premanand Maharaj : તમારી પ્રગતિ અને સુખ વિશે કોઈને કહેશો નહીં … નહીં તો, જાણો પ્રેમાનંદ મહારાજે કેમ આવી સલાહ આપી

Premanand Maharaj Viral Video: વૃંદાવનના પ્રસિદ્ધ પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે કોઇ વ્યક્તિએ પોતાની પ્રગતિ વિશે અન્ય કોઇને જણાવવું જોઇએ નહીં.

premanand maharaj | premanand maharaj photo | premanand maharaj updesh | premanand maharaj viral video | premanand maharaj satsang video | Shri Hit Premanand Govind Sharan Ji Maharaj
Premanand Maharaj : વૃંદાવનના પ્રસિદ્ધ સંત પ્રેમાનંદ મહારાજ. (Photo: Freepik)

Shri Hit Premanand Govind Sharan Ji Maharaj: વૃંદાવનના પ્રસિદ્ધ સંત પ્રેમાનંદજી મહારાજના પ્રવચન અને સત્સંગ સાથે જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા રહે છે. તેમના શબ્દોની ભાષા સરળ અને સ્પષ્ટ હોય છે, તમને જણાવી દઈએ કે સંત શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજ એક પ્રસિદ્ધ આદ્યાત્મિક ગુરુ છે અને તેઓ વૃંદાવનના કેલિકુંજ સ્થાનમાં રહે છે. સ્વામી પ્રેમાનંદ મહારાજ રાધા રાણીના પરમ ભક્ત છે. આ સાથે જ તેઓ સત્સંગ દ્વારા લોકોને માર્ગદર્શન આપે છે અને જીવન જીવવાની કળા પણ શીખવે છે. પ્રેમાનંદ મહારાજનું સાંસરિક નામ અનિરુદ્ધ પાંડે છે.

આ સાથે જ પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે અને તેમના સત્સંગમાં અનેક હસ્તીઓ પહોંચી છે. આ યાદીમાં બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા, ક્રિકેટર વિરાટ કોહલી, અભિનેતા આશુતોષ શર્મા અને આરએસએસના વડા મોહન ભાગવતનો સમાવેશ થાય છે.

પ્રેમાનંદ મહારાજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ભક્ત તેમને પૂછી રહ્યો છે કે, શું પોતાની પ્રગતિ અને સુખ ખુશી વિશે કોઇને વાત કરવી જોઇએ? જેના પર પ્રેમાનંદ મહારાજ જણાવે છે કે, તમે જે પણ સાધના કરી રહ્યા છો, તે કોઈને કહેશો નહીં. સવારે ઉઠીને સૂવા સુધીની પ્રક્રિયા વિશે કોઈને કહેશો નહીં. વાતો ગુપ્ત રાખો. કારણ કે જો તમે તમારા સાધાના વ્યક્ત કરી તો તમારી પ્રગતિ બંધ થઇ જશે. સાથે જ બધી સાધના બંધ થઈ જશે. કારણ કે ઘણા લોકો કહે છે કે હું રાત્રે આટલી બધી જાગીને આ ક્રિયા કરું છું તો સમજો કે તમારી ક્રિયા ચોક્કસ બંધ થઇ જશે અને જો તમે મને નહીં કહો તો આ સાધના ખૂબ લાંબા સમય સુધી ચાલશે.

premanand maharaj video | premanand maharaj satsang video | premanand maharaj updesh | premanand maharaj vashikaran
Premanand Maharaj : વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજ રાધા રાણીના પરમ ભક્ત છે. (Photo: Social Media)

આ પણ વાંચો | જ્યોતિષ, તંત્ર મંત્રની મનુષ્ય પર અસર થાય છે? પ્રેમાનંદ મહારાજે આપ્યો આ જવાબ

સંત શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજ કોણ છે?

પ્રેમાનંદ ગોવિંદ મહારાજનો જન્મ કાનપુર જિલ્લાના અખરી ગામમાં થયો હતો. એવું કહેવાય છે કે, તેમણે બહુ નાની ઉંમરમાં જ સંસાર ત્યાગ કરી ભક્તિ માર્ગ પસંદ કર્યો હતો. તેમના પિતાનું નામ શંભુ પાંડે અને માતાનું નામ રામ દેવી છે. પ્રેમાનંદ મહારાજના ગુરુજીનું નામ શ્રી ગૌરાંગી શરણજી મહારાજ છે. હાલ તેઓ વૃંદાવનમાં કેલી કુંજ નામના સ્થાન પર રહે છે.

Web Title: Premanand maharaj viral video why you should not talk to other people about your progress and happiness as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×