scorecardresearch
Premium

જ્યોતિષ, તંત્ર મંત્રની મનુષ્ય પર અસર થાય છે? પ્રેમાનંદ મહારાજે આપ્યો આ જવાબ

Premanand Maharaj Video: શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ જ્યોતિષ, તંત્ર મંત્ર અને વશીકરણ વિશે જણાવી રહ્યા છે.

premanand maharaj video | premanand maharaj satsang video | premanand maharaj updesh | premanand maharaj vashikaran
Premanand Maharaj Video:: પ્રેમાનંદ મહારાજ કહે છે, ભગવાનના નામમાં અપાર શક્તિ છે.. (Photo: Freepik)

Shri Hit Premanand Govind Sharan Ji Maharaj: વૃંદાવનના પ્રેમાનંદ મહારાજ અને રાધા રાણીના પરમ ભક્તને કોણ નથી ઓળખતું? તેઓ આજના સમયના પ્રસિદ્ધ સંત છે. તેઓ રાધા રાણીને પોતાના આરાધ્યા માને છે. પ્રેમાનંદ મહારાજના ઉપદેશ આજે સમાજમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે. તેમનું આધ્યાત્મિક જ્ઞાન કળિયુગમાં પ્રકાશ જેવું છે. વ્યક્તિત્વ સુધારવાની સાથે પ્રેમાનંદ મહારાજ આપણને સુખી જીવન જીવવાની શૈલી પણ શીખવે છે. આ સાથે મહારાજ જીવનની આફતોથી કેવી રીતે બચી શકો છો તેનું જ્ઞાન પણ આપે છે.

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર પ્રેમાનંદ મહારાજના પ્રવચનો ખૂબ લોકપ્રિય થઈ રહ્યા છે અને લોકો તેને ધ્યાનપૂર્વક સાંભળે છે. પ્રેમાનંદ મહારાજના અનુયાયીઓમાં પણ દરરોજ વધારો થઇ રહ્યો છે. પ્રેમાનંદ મહારાજના સત્સંગમાં અનેક હસ્તીઓ પહોંચે છે. જેમા અનુષ્કા શર્મા, વિરાટ કોહલી, ગ્રેટ ખલી, સિંગર બી-પાર્ક અને એએસએસના વડા મોહન ભાગવતનો સમાવેશ થાય છે. તાજેતરમાં અભિનેતા આશુતોષ રાણા મહારાજને મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે મહારાજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ભક્ત તેમને પૂછી રહ્યો છે કે શું ખરેખર તંત્ર, મંત્ર અને વશિકરણ થાય છે અને તેની અસર મનુષ્યો પર પડે છે. આ સવાલના જવાબમાં પ્રેમાનંદ મહારાજ કહે છે કે, મંત્રોમાં એવી શક્તિ છે જેનાથી હત્યા અને ઉચ્ચાટન કરવાની પ્રક્રિયા થાય છે, પરંતુ જે લોકો ભગવાનનો જાપ નથી કરતા તેમના પર આની અસર થાય છે.

premanand maharaj video | premanand maharaj satsang video | premanand maharaj updesh | premanand maharaj vashikaran
Premanand Maharaj : વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજ રાધા રાણીના પરમ ભક્ત છે. (Photo: Social Media)

પ્રેમાનંદ મહારાજ કહે છે, સાથે જ જે લોકો ભગવાનનો જાપ કરે છે તેમની પર કોઈ અસર થતી નથી. કારણ કે ભગવાનના નામમાં અપાર શક્તિ છે. કારણ કે જે લોકો ભગવાન સાથે જોડાયેલા છે તેમના પર માયાની કોઈ અસર નથી થતી. આ તંત્ર અને મંત્ર બહુ નાની વાત છે. અર્થાત્ જો તમે પાપી છો તો તમને તંત્ર અને મારણની અસર થઇ શકે છે. મતલબ કે જો કોઈ યોગ્ય વિધિ કરી તમારા પર મારણ ક્રિયા કરે તો તમારી મૃત્યુ થઇ શકે છે.

આ પણ વાંચો | ઘરમાં કુતરા પાળવા જોઇએ કે નહીં? જાણો પ્રેમાનંદ મહારાજે શું આપ્યો જવાબ

આ સાથે જ પ્રેમાનંદ મહારાજ કહે છે, જ્યોતિષ શાસ્ત્ર એક વિજ્ઞાન છે. કારણ કે પરીક્ષિતજીને જન્મથી લઈ મૃત્યુ સુધી પહેલાથી જ જ્યોતિષ શાસ્ત્રના જ્ઞાનથી થઇ ગયું હતું. પરંતુ જ્યોતિષ શાસ્ત્રનું સાચું જ્ઞાન હોવું જોઈએ. પરંતુ કોઈ વ્યક્તિને ડરાવવાની કે તેનાથી નાણાં મેળવવાની ભાવના ન હોવી જોઇએ. આ સાથે જ મહારાજ વધુમાં કહે છે, જ્યોતિષ શાસ્ત્રમાં એટલી તાકાત છે કે વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધીની બાબતો જાણી શકાય છે. ફક્ત જ્યોતિષ શાસ્ત્રનું સાચું અને સિદ્ધ જ્ઞાન છે.

Web Title: Premanand maharaj video on jyotish tantra mantra vashikaran effects on person as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×