scorecardresearch
Premium

Premanand Maharaj: અમદાવાદ પ્લેન ક્રેશ વિશે પ્રેમાનંદ મહારાજે શું કહ્યું? તમારે પણ જાણવું જોઇએ

Premanand Maharaj On Ahmedabad Plane Crash: પ્રેમાનંદ મહારાજનો એક વીડિયો વાયરલ થયો છે, જેમા તેઓ અમદાવાદ પ્લેન ક્રેશ વિશે બોલી રહ્યા છે. તેઓ કહે છે, આ ભયાનક દુનિયામાં જો કોઈ તમને બચાવી શકે છે, તો તે ભગવાન છે.

Premanand Maharaj Video On Ahmedabad Plane Crash | Premanand Maharaj Video | Ahmedabad Plane Crash
Premanand Maharaj Video On Ahmedabad Plane Crash : પ્રેમાનંદ મહારાજે તેમના સત્સંગમાં અમદાવાદ પ્લેન ક્રેશ ઘટના વિશે વાત કહી છે. (Express Photo/Social Media)

Shri Hit Premanand Govind Sharan Ji Maharaj : આજકાલ સોશિયલ મીડિયા પર એક સંતના પ્રવચનો વધુને વધુ વાયરલ થઈ રહ્યા છે. આ સંતનું નામ પ્રેમાનંદ મહારાજ છે. પ્રેમાનંદ મહારાજના દેશ-વિદેશમાં લાખો ફોલોઅર્સ છે. તમને જણાવી દઈએ કે મહારાજ રાધા રાણીના પરમ ભક્ત છે. સાથે જ સત્સંગ દ્વારા લોકોને માર્ગદર્શન આપે છે અને જીવન જીવવાની કળા પણ શીખવે છે. સાથે જ પ્રેમાનંદ મહારાજના સત્સંગમાં અનેક હસ્તીઓ આવે છે. જેમાં અનુષ્કા શર્મા, વિરાટ કોહલી, ગ્રેટ ખલી, સિંગર બીપાર્ક અને એએસએસના વડા મોહન ભાગવતનો સમાવેશ થાય છે.

અમદાવાદ પ્લેન ક્રેશ વિશે પ્રેમાનંદ મહારાજે શું કહ્યું?

પ્રેમાનંદ મહારાજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ભક્ત તેમને પૂછી રહ્યો છે કે, આ પ્લેન કેવી રીતે ક્રેશ થયું, જેના જવાબમાં પ્રેમાનંદ મહારાજ જવાબ આપે છે કે, તમે વિચારો કે જીવતા માણસને કેવી રીતે સળગ્યો હશે. તેમણે કેટલું દર્દ સહન કર્યું હશે. મહારાજ કહે છે, તમે તમારી જાતને ત્યાં મૂકોને જૂઓ કે જીવતા માણસને પેટ્રોલ નાંખી સળગાવવામાં આવ્યો હોય. જીવતા બળી જવું એક ભયંકર મૃત્યુ છે. હોશમાં બળવું કેટલું ભયંકર દર્દ છે.

પ્રેમાનંદ મહારાજ કહે છે, “તે કોઈના પણ સાથે થઇ શકે છે. તે આપણી સાથે પણ થઈ શકે છે. આપણે પણ કોઇ અકસ્માતનો ભોગ બની શકીએ છીએ. તેથી ભગવાનના શરણમાં રહો અને બને ત્યાં સુધી ભગવાનના નામનો જાપ કરો. કારણ કે તમને ખબર નથી કે, પાંદડું ક્યારે ખરી પડશે. તમે આરામથી જઈ રહ્યા છો અને કાર આવીને તમારી ઉપર ચડી ગઈ. આવા ઘણા કેસ થયા છે.

પ્રેમાનંદ મહારાજે વધુમાં જણાવ્યું હતું કે, વિમાનમાં બેઠેલા લોકો દાઝી ગયા, પરંતુ જ્યાં વિમાન પડ્યું ત્યાં પણ જાનમાલને નુકસાન થયું હશે. તેથી, ક્યારે ક્યાં શું થઇ જાય, તે કંઇ નક્કી નથી કારણ કે આ મૃત્યુ લોક છે. આથી જેણે ગર્ભમાં આપણું રક્ષણ કર્યું તે જ આપણું રક્ષણ કરશે. તેથી વધુમાં વધુ નામ જાપ કરો. ભગવાનના શરણમાં રહો અને નામ જાપ કરી પાપનો નાશ કરો.

આ પણ વાંચો | વ્યક્તિનું અકાળ મૃત્યુ કેમ થાય છે? બચવા માટે શું કરવું? જાણો પ્રેમાનંદ મહારાજ પાસેથી

તેથી જ અમે વારંવાર કહીએ છીએ કે નોનવેજ ન ખાઓ, દારૂ ન પીવો અને હિંસા ન કરો. બીજું, તમારી બહેન-દીકરીઓને ખરાબ નજર થી જુઓ. કારણ કે જ્યારે આ કર્મ તમારી સામે આવશે ત્યારે તમે કશું કરી શકશો નહીં. તેથી આ ભયાનક દુનિયામાં જો કોઈ તમને બચાવી શકે છે, તો તે ભગવાન છે.

Web Title: Premanand maharaj satsang video on ahmedabad plane crash as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×