scorecardresearch
Premium

Pitru Dosh Upay: પિતૃ પક્ષ માં ગાયને રોટલી સાથે ખવડાવો આ વસ્તુ, પિતૃ દોષ માંથી મળશે મુક્તિ, પૈસાની તંગી નહીં થાય

Pitru Dosh Upay: પિતૃ પક્ષના 16 દિવસ માંથી કોઇ પણ એક દિવસ ગાયને રોટલી સાથે આ વસ્તુ ખવડાવી દેવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

pitru paksha 2024 | pitru dosh upay | pitru paksha upay | pitru dosh mukti upay
Pitru Dosh Mukti Upay: પિતૃ પક્ષ દરમિયાન અમુક ઉપાય કરી પિતૃ દોષ માંથી મુક્તિ મેળવી શકાય છે. (Photo: Jansatta)

Pitru Dosh Upay: પિતૃ પક્ષ હિન્દુ ધર્મમાં બહુ ખાસ માનવામાં આવે છે. હિન્દુ પંચાગ અનુસાર, 16 દિવસનો પિતૃ પક્ષ ભાદરવા સુદ પુનમ થી શરૂ થાય છે અને ભાદરવી અમાસ તિથિ પર સમાપ્ત થાય છે. ભાદરવી અમાસને સર્વપિતૃ અમાસ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન પૂર્વજોને પૂજા-અર્ચના કરવી શુભ માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે પૂર્વજો પિતૃ પક્ષના 16 દિવસ સુધી ધરતી પર રહે છે. આ દરમિયાન દરેક વ્યક્તિ પોતાના પૂર્વજોને જળ અર્પણ કરે છે. શાસ્ત્રો અનુસાર જે રીતે દેવી-દેવતાઓ ગુસ્સે થઇ તમારી મુશ્કેલી વધારે છે. તેવી જ રીતે પૂર્વજો પણ તમારા દ્વારા કરવામાં આવેલા કેટલાક કાર્યોને કારણે ગુસ્સે થાય છે, જેના કારણે પિતૃ દોષ લાગે છે. જો તમારી કુંડળીમાં પણ પિતૃ દોષ હોય તો પિતૃ પક્ષ દરમિયાન આ એક ઉપાય કરી શકો છો. પિતૃ પક્ષ દરમિયાન કયા ઉપાય કરવા શુભ છે ચાલો જાણીયે

શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃ દોષ હોય તો તેને જીવનમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તે વ્યક્તિ હંમેશા બીમાર રહે છે. આ સાથે સંતાન સુખ મળતું નથી. આર્થિક, માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે. જો તમે પણ આ સમસ્યાઓથી પરેશાન છો તો પિતૃ પક્ષ દરમિયાન ગાયને આ ચીજ ખવડાવો.

પિતૃ દોષ ઉપાય

શિવ પુરાણ અનુસાર જો તમારી કુંડળીમાં પિતૃ દોષ છે અથવા આર્થિક, શારીરિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો પિતૃ પક્ષ દરમિયાન કોઈપણ એક દિવસ રોટલી લો અને તેમાં થોડો ગોળ અથવા ખાંડ સાથે કેટલાક ભાત અથવા ખીર રાખો. વૃષાકપિ કે વિષકૃપી (શિવજીના રુદ્રનું અગિયાર નામોમાંથી એક નામ) નામ લો અને તમારા દરવાજાની બહાર ઊભેલી ગાયને ખવડાવો. આમ કરવાથી ઘરમાં ક્યારેય ધનની અછત રહેતી નથી.

પિતૃ પક્ષમાં ગાયનું મહત્વ

પિત પક્ષમાં ગાયનું વિશેષ મહત્વ છે. આ કારણે શ્રાદ્ધના ભોજનનો એક ભાગ ગાય માતાને પણ ખવડાવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ગાયને પાતાળમાં વહેતી વૈતરણી પાર કરાવતી કહેવામાં આવી છે. આ સાથે જ ગાયમાં દેવી-દેવતાનો વાસ હોય છે. આથી ગાયને ભોજન કરાવવાથી દેવી-દેવતા તૃપ્ત થાય છે. આ સાથે જ પિતૃ ખુશ થઇ આશીર્વાદ આપે છે.

આ પણ વાંચો | સોમવતી અમાસ પર કરો આ ઉપાયો, શિવ કૃપાથી પૂરી થશે મનોકામના, પિત્ર દોષ માંથી મુક્તિ

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.)

Web Title: Pitru paksha 2024 pitru dosh upay astrological remedies in gujarati as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×