Pitru Paksh 2023 : હિંદુ ધર્મમાં પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓનું તર્પણ અને શ્રાદ્ધ કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી તેઓ મોક્ષની પ્રાપ્તિ કરે છે. પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓને જળ અર્પણ કરવું, પિંડદાન કરવું, તલ અર્પણ કરવા શુભ માનવામાં આવે છે. પિતૃ પક્ષ 16 દિવસ – ભાદરવા મહિનાની પૂનમથી અમાસ સુધી હોય છે. વર્ષ 2023માં પિતૃ પક્ષ 14 ઓક્ટોબરે સર્વ પિતૃ અમસા સાથે સમાપ્ત થશે. પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ કરવું અને બ્રાહ્મણોને ભોજન કરાવવું શુભ માનવામાં આવે છે. અગ્નિ પુરાણ અનુસાર, ભોજન પીરસતી વખતે બ્રાહ્મણોને અમુક પ્રકારનું ભોજન કરાવવાની મનાઈ હોય છે. કેટલીક વસ્તુઓ એવી છે જે બ્રાહ્મણોને ખવડાવવી જોઈએ, જેનાથી પિતૃઓ તેમજ અનેક દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે. ચાલો જાણીએ શ્રાદ્ધ વિધિ દરમિયાન બ્રાહ્મણોને શેનું ભોજન કરાવવું જોઈએ.
ગાયના દૂધની ખીર
અગ્નિપુરાણ અનુસાર પિતૃ પક્ષ દરમિયાન બ્રાહ્મણોને ખીર ખવડાવવી જોઈએ. પરંતુ ધ્યાન રાખો કે ખીર પણ ગાયના દૂધની જ બનાવવી જોઈએ. ભેંસના દૂધથી ખીર ક્યારેય બનાવવી નહીં. હકીકતમાં યમરાજનું વાહન ભેંસ છે. ભેંસ તેના પરિવારમાંથી આવે છે. આવી સ્થિતિમાં જો પૂર્વજો ભેંસના દૂધમાંથી બનેલી ખીર ખાય તો તેમને પિતૃ લોકમાં પાછા ફરતી વખતે દંડ ચૂકવવો પડે છે. તેથી, ગાયના દૂધની ખીર બનાવવી જોઇએ. એવું માનવામાં આવે છે કે ગરીબ અને ભૂખ્યા લોકોને ખીર ખવડાવવાથી પણ પૃણ્ય મળે છે.
તુરિયાનું શાક
પિતૃ પક્ષ દરમિયાન જ્યારે બ્રાહ્મણો શ્રાદ્ધ વિધિ માટે ભોજન કરે છે, ત્યારે તુરિયાનું શાક ખવડાવવું જોઈએ. અગ્નિ પુરાણ અનુસાર, એવું માનવામાં આવે છે કે આ ભોજન ચોક્કસપણે પૂર્વજોને જાય છે. તેનાથી તે પ્રસન્ન થાય છે અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.
આ પણ વાંચો | પિતૃ પક્ષમાં કાળા તલના 4 સિદ્ધ જ્યોતિષ ઉપાય કરો, પિતૃઓ પ્રસન્ન થશે અને ધન સંપત્તિના આશીર્વાદ આપશે
અડદની દાળ
શ્રાદ્ધ પક્ષ દરમિયાન બ્રાહ્મણોને ભોજન પીરસતી વખતે અડદની દાળનો ઉપયોગ કોઈને કોઈ રીતે કરવો જ જોઈએ. અડદની ઈમરતી, દહીં વડા, દાળ, ભજીયાં કે અન્ય કોઈ પણ વાનગી બનાવી શકો છો. એવું માનવામાં આવે છે કે જ્યારે બ્રાહ્મણો અડદની દાળનું સેવન કરે છે ત્યારે તેમાંથી ભૂત-પ્રેતને હિસ્સો મળે છે.
(Disclaimer : આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેને સાચા સાબિત કરવાનો નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.)