scorecardresearch
Premium

Pitra Dosh Nivaran Mantra: પિતૃ દોષ મુક્તિ માટે કરો આ મંત્રનો જાપ, પિતૃઓ ખુશ થઇ આપશે આશીર્વાદ

Pitra Dosh 2024: પિતૃ દોષ હોય તો વ્યક્તિ જીવનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પિતૃ પક્ષ દરમિયાન ખાસ મંત્રોનો જાપ કરીને પિતૃ દોષ માંથી મુક્તિ મેળવી શકાય છે. તેમજ વ્યક્તિને જીવનમાં સુખ શાંત, ધન સમૃદ્ધિ અને માન સમ્માનની પ્રાપ્તિ થાય છે.

Pitra Dosh Nivaran Mantra Upay | Pitra Dosh Upay | Pitru Paksha Upay In Gujarati | Pitru Paksha 2024 | Pitra Dosh Mukti Mantra Upay | pitru dosh mantra
Pitra Dosh Nivaran Mantra: પિતૃ દોષ મુક્તિ માટે પિતૃ પક્ષ દરમિયાન આ મંત્રનો જાપ કરવાથી ફાયદો થાય છે. (Express Photo)

Pitra Dosh Nivaran Mantra Upay: પિતૃ દોષ સૌથી મોટો દોષ માનવામાં આવે છે. જે વ્યક્તિની કુંડળીમાં પિતૃ દોષ હોય છે તેણે જીવનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તમને જણાવી દઇયે કે, કુંડળીમાં નવમું સ્થાન ધર્મનું હોય છે. આ સ્થાન પિતાનું પણ માનવામાં આવે છે. જો આ ઘરમાં રાહુ, કેતુ અને મંગળ પોતાની નીચ રાશિમાં બેઠા હોય, તો તે પિતૃ દોષ હોવાના સંકેત આપે છે. પિંડ દાન અને શ્રાદ્ધ નહીં કરનાર વ્યક્તિની કુંડળીમાં પણ પિતૃ દોષનો ભોગ બને છે અને આગલા જન્મમાં તે પિતૃ દોષથી પીડિત થાય છે. પિતૃ દોષન કારણે વ્યક્તિને માનસિક પિડા, અશાંતિ, બીમારી, ધન હાનિ, ઘર કંકાશ જેવી પરેશાનીઓ સહન કરવી પડે છે.

Pitra Dosh Nivaran Mantra Upay : પિતૃ દોષ મુક્તિ મંત્ર ઉપાય

પિતૃ દોષમાં પિંડ દાન, શ્રાદ્ધ કર્મ કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે સાથે સાથે તમારો ભાગ્યોદય થાય છે. તેમજ વ્યક્તિને જીવનમાં સુખ શાંત, ધન સમૃદ્ધિ અને માન સમ્માનની પ્રાપ્તિ થાય છે. ઉપરાંત જો પિતૃ પક્ષ દરમિયાન આ મંત્રોનો જાપ કરવામાં આવે તો પણ પિતૃ દોષ માંથી મુક્તિ મળે છે. તમને જણાવી દઇયે કે, પિૃત પક્ષ દરમિયાન પિતૃ ધરતી પર તેમના પરિવારને મળવા આવે છે. આથી પિતૃ પક્ષમાં પિતૃઓ ખુશ થાય તેવા કર્મ કરવા જોઇએ. પિતૃઓ નારાજ થાય તેવા કાર્ય ભૂલથી પણ કરવા જોઇએ નહીં.

pitru paksha 2024 | pitru dosh upay | pitru paksha upay | pitru dosh mukti upay
Pitru Dosh Mukti Upay: પિતૃ પક્ષ દરમિયાન અમુક ઉપાય કરી પિતૃ દોષ માંથી મુક્તિ મેળવી શકાય છે. (Photo: Jansatta)

પિતૃ દોષ મુક્તિ મંત્ર : Pitra Dosh Mukti Mantra

ઓમ પિતૃ દેવતાભ્યો નમઃ

ઓમ શ્રી પિતૃભ્યઃ નમઃ

ઓમ શ્રી સર્વ પિતૃ દેવતાભ્યો નમો નમઃ

ઓમ પ્રથમ પિતૃ નારાયણાય નમઃ

ૐ ત્રયમ્‍બકં યજામહે સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્

આ પણ વાંચો | પિતૃ પક્ષ માં ગાયને રોટલી સાથે ખવડાવો આ વસ્તુ, પિતૃ દોષ માંથી મળશે મુક્તિ, પૈસાની તંગી નહીં થાય

Pitru Paksha Sarva Pitru Amavasya 2024 : પિતૃ પક્ષ સર્વ પિતૃ અમાસ 2024 :

પિતૃ પક્ષ ભાદરવા સુદ પુનમ થી ભાદરવા વદ અમાસ સુધ 16 દિવસનો હોય છે. પિત પક્ષમાં પિતૃઓની આત્માની શાંત અને મુક્તિ માટે પિંડ દાન અને શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. પિતૃ પક્ષમાં પૂર્વજની મૃત્યુની તિથિ પર તેમના નામનું શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. ઉપરાંત પિતૃ પક્ષની છેલ્લી તિથિ એટલે કે ભાદરવા વદ અમાસને સર્વ પિતૃ અમાસ કહેવામાં આવે છે. સર્વ પિતૃ અમાસના દિવસે તમામ પિતૃઓ માટે પિંડદાન અને શ્રાદ્ધ કરવું અતિશુભ માનવામાં આવે છે. આ વખતે 2 ઓક્ટોબર 2024, બુધવારના રોજ સર્વ પિતૃ અમાસ છે.

Web Title: Pitra dosh nivaran mantra upay in pitru paksha upay in gujarati as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×