scorecardresearch
Premium

New Year 2024: ગોવા – શિમલા નહીં આ મંદિરમાં દિવ્ય દર્શનથી કરો વર્ષ 2024ની શરૂઆત, સમગ્ર વર્ષ શુભ અને મંગલમયી રહેશે

Temples Visit In New Year 2024: નવા વર્ષની શરૂઆત મંદિર દર્શન સાથે કરવી શુભ માનવામાં આવે છે. તમે વૈષ્ણો દેવી મંદિર, ઉજ્જૈન મહાકાલ મંદિરમાં દિવ્ય દર્શન સાથે નવા વર્ષ 2024ની શરૂઆત કરીને સમગ્ર વર્ષની ઉર્જા-શક્તિ મેળવી શકો છો.

Ujjain Mahakal Temple | Vaishno Devi Temple | Famous Temples In India| Temples Tour Planning
ઉજ્જૈનનું મહાકાલ મંદિર ભગવાન શિવનું પ્રસિદ્ધ મંદિર છે. જમ્મુમાં કટરા સ્થિત વૈષ્ણો દેવી મંદિરમાં દર વર્ષે લાખો ભક્તો દર્શન કરવા આવે છે. (PC- @shri.mahakaleshwar.ujjain/Instagram, @shri_mata_vaishnodevi/Instagram)

Temples Visit In New Year 2024: વર્ષ 2023 વિદાય થવાની તૈયારીમાં છે અને વર્ષ 2024ની શરૂઆત થશે, એટલે કે નવું વર્ષ શરૂ થવાનું છે. આવા સંજોગોમાં લોકોએ નવા વર્ષને આવકારવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમુક લોકો નવા વર્ષના પ્રથમ દિવસે ધમાકેદાર પાર્ટી કરે છે, તો ઘણા લોકો વર્ષની શરૂઆતમાં લાંબી પ્રવાસ પર જાય છે. જો કે અમુક લોકો એવું પણ માને છે કે જો ધાર્મિક માર્ગ અપનાવીને અને ભગવાનના દર્શન કરીને વર્ષની શરૂઆત કરવામાં આવે તો સમગ્ર વર્ષ દરમિયાન તમારા દિવસો સારી રીતે પસાર થાય છે. અમે તમને કેટલાક એવા દિવ્ય મંદિરો વિશે જણાવી રહ્યા છીએ, જેની મુલાકાત લઈને તમે તમારા વર્ષને વધુ ખાસ બનાવી શકો છો.

વૈષ્ણો દેવી

તમે વર્ષ 2024ની શરૂઆત માતા વૈષ્ણો દેવીના દર્શનથી કરી શકો છો. 1 જાન્યુઆરીના રોજ માતાના દરબારમાં લોકોનો મોટો મેળાવડો જોવા મળી રહ્યો છે. આ માટે તમે હવેથી સીધી કટરા ટ્રેન બુક કરાવી શકો છો. તમે અમદાવાદ રેલવે સ્ટેશનથી જમ્મુ- કટરા સુધી પહોંચી જશો. આ પછી 2-3 દિવસ માટે માતાના દિવ્ય દરબારની મુલાકાત લો. જો તમે ઇચ્છો તો, તમે વૈષ્ણોદેવીથી સીધી 3 કલાકની મુસાફરી કરી શકો છો અને શિવખોડી તરફ જઈ શકો છો. વર્ષની શરૂઆત ચોક્કસપણે આનાથી વધુ સારી કોઇ ન હોઈ શકે.

મથુરા-વૃંદાવન

જો તમે શાંતિ અને ભક્તિની શોધમાં છો, તો તમે શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરા અને રાધા રાણીના શહેર વૃંદાવન જઈ શકો છો. ખાસ કરીને જો તમે થોડીક સકારાત્મક ઉર્જા શોધી રહ્યા છો, તો વર્ષની શરૂઆતમાં મથુરા-વૃંદાવનની મુલાકાત અવશ્ય લો. અહીં તમને મનમોહક નજારો જોવા મળશે તેમજ ખોવાયેલી શાંતિ પણ જોવા મળશે, જેને તમે શોધી રહ્યા છો. તમે એક સપ્તાહમાં બાંકે બિહારી અને રાધા રાણીના મંદિરોની મુલાકાત લઈ શકો છો.

હરિદ્વાર

હરિદ્વારા એ હિન્દુ શાસ્ત્રમાં વર્ણિત સાત મોક્ષદાયની નગરીઓમાં સ્થાન ધરાવે છે. નવા વર્ષે તમે હરિદ્વાર અને ઋષિકેશ જવાનો પ્લાન પણ બનાવી શકો છો. અહીં તમને ભગવાન શિવના દર્શનનો લ્હાવો મળશે. તેમજ સાંજની ગંગા આરતી તમારા ટેન્શન અને તણાવને એક ક્ષણમાં દૂર કરશે અને નવા વર્ષ માટે એક અલગ ઉર્જા પ્રદાન કરશે. ઉપરાંત તમે હરિદ્વારમાં મનસા દેવી અને ચંડી દેવીના મંદિરોની પણ મુલાકાત લઈ શકો છો. આ માટે તમારે થોડું ચઢાણ કરવું પડશે, જે તમારી યાત્રાને વધુ યાદગાર બનાવશે. તેમજ જો તમે ચઢી ન શકો, તો તમે ઉદનખાટોલામાં મજાની સવારી કરીને પણ મંદિર સુધી પહોંચી શકો છો.

મહાકાલ મંદિર

ઉજ્જૈનમાં આવેલું મહાકાલ મંદિર ભગવાન શિવના પ્રસિદ્ધ મંદિરો પૈકીનું એક છે. નવા વર્ષ પર તમે ભોલેનાથના દર્શન કરવા માટે મહાકાલ મંદિર જઈ શકો છો. સમગ્ર વર્ષ દરમિયાન અહીં ભક્તોનો મેળો જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે મહાકાલના મંદિરમાં સાચા મનથી કરવામાં આવેલી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

તિરુપતિ બાલાજી

જો તમારી પાસે વધારે રજા છે. તો તમે આંધ્રપ્રદેશ જઈને તિરુમાલા તિરુપતિ બાલાજી મહારાજના દિવ્ય મંદિરની મુલાકાત લઈ શકો છો. આ મંદિરમાં ભગવાન વિષ્ણુ વેંકટેશ્વર અવતારમાં બિરાજમાન છે. એવી માન્યતા છે કે આ મંદિરમાં ભગવાનના દર્શન કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને પરેશાનીઓ દૂર થાય છે. આવી સ્થિતિમાં, જો તમે આવનારા વર્ષમાં કંઈક નવું કરવા માંગો છો, તો તમે ખાસ કરીને તિરૂપતિ બાલાજીના મંદિરમાં જઈને તેમના આશીર્વાદ મેળવી શકો છો.

Web Title: New year 2024 tour planning famous temples visit vaishno devi ujjain mahakal tirupati balaji temple as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×