Navratri clothes colors: નવરાત્રી (navratri)એટલે જગત જનની આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ. નવરાત્રીમાં માતાજીની આરાધનાનું વિશેષ મહત્વ હોય છે. આ નવ દિવસમાં લોકો ભક્તિભાવ પૂર્વક માતાજીની પૂજા-આરાધના (navratri pooja) વ્રત-ઉપવાસ કરતા હોય છે. આ નવ દિવસ દરમિયાન જો કપડાંના રંગોનું ખાસ ધ્યાન રાખવામાં આવે તો માતાજીની વિશેષ કૃપા મેળવી શકાય છે. નવરાત્રીના નવે-નવે દિવસ આદ્યશક્તિના નવ સ્વરૂપો (nav durga name)અનુસાર અલગ-અલગ કલરના કપડા (Navratri clothes colors)પહેરવા જોઇએ. ચાલો જાણીયે નવરાત્રીના ક્યાં દિવસે – ક્યાં રંગના કપડાં પહેરવા જોઇએ.

પ્રથમ નોરતુંઃ નવરાત્રીના પ્રથમ દિવસે નવ દૂર્ગા (Navadurga goddesses)ના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી (Shailaputri) માતાજીની આરાધના કરવામાં આવે છે. આ દિવસે તમારી પીળા કલરના કપડાં પહેરવા જોઇએ.
બીજું નોરતુંઃ નવરાત્રીના બીજા દિવસે બ્રહ્મચારિણી (Brahmacharini) માતાજીની પૂજા કરવામાં આવે છે. ભક્તોએ માતાજીની પૂજા કરતી વખતે ભક્તોએ લીલા રંગનાં વસ્ત્રો પહેરવા જોઈએ.
ત્રીજું નોરતુંઃ નવરાત્રીના ત્રીજા દિવસે અંબા માતાજીના ત્રીજા સ્વરૂપ ચન્દ્રઘંટા (Chandraghanta) ની પૂજા કરાય છે અને આ દિવસે ભક્તોએ સફેદ રંગના કપડાં પહેરવા જોઇએ.
ચોથું નોરતુંઃ નવરાત્રીના ચોથા નોરતાનાં દિવસે કૂષ્માંડા (Kushmanda) માતાજીની પૂજા-આરાધના કરવામાં આવે છે. આ દિવસે માતા કુષ્માંડા લાલ રંગનો પોશાક પહેરે છે, આથી ભક્તોએ આ દિવસે નારંગી કે લાલ રંગના કપડા પહેરીને માતાના આશીર્વાદ લેવા જોઈએ.
પાંચમું નોરતુંઃ આદ્યશક્તિના નવ દૂર્ગામાં પાંચમું સ્વરૂપ સ્કન્દમાતા (Skandamata) છે. આ દિવસે ભક્તોએ વાદળી રંગના કપડાં પહેરીને પૂજા કરવી જોઇએ.
છઠ્ઠું નોરતુંઃ નવ દૂર્ગા માતાજીનું છઠ્ઠું સ્વરૂપ કાત્યાયની (Katyayani) માતાજીનું છે. આ દિવસે માતા કાત્યાયનીને લાલ રંગના વસ્ત્રોનો શણગાર કરવામાં આવે છે આથી ભક્તોએ આ રગંના કપડાં પહેરવા જોઇએ.
સાતમું નોરતુંઃ નવરાત્રીના સાતમાં દિવસે કાલરાત્રિ (Kalaratri) માતાજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસને મહા સપ્તમી કહેવામાં આવે છે. આ દિવસે ભક્તોએ વાદળી રંગના વસ્ત્રો પહેરવા જોઇએ.
આઠમું નોરતુંઃ નવરાત્રીના આઠમાં નોરતાંને મહા અષ્ટમી કહેવાય છે અને આ દિવસે માતાજીના આઠમાં સ્વરૂપ મહાગૌરી (Mahagauri)ની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભક્તો ગુલાબી રંગના વસ્ત્રો પહેરીને માતાજીની કૃપા મેળવી શકે છે.
નવમું નોરતુંઃ નવરાત્રીના છેલ્લા દિવસે સિદ્ધિદાત્રી (Siddhidatri) માતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે જાંબલી રંગના કપડાં પહેરવાનું શુભ માનવામાં આવે છે.