Navratri 2022: આ વર્ષે 26 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રી (Shardiya Navratri 2022) નો પવિત્ર તહેવાર (Navratri Festival) શરૂ થવા જઈ રહ્યો છે. પંચાંગ અનુસાર અશ્વિન માસમાં શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે. નવરાત્રીના નવ દિવસ સુધી મા દુર્ગા (Maa Durga) ના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રિના નવ દિવસો દરમિયાન માતા રાણી પૃથ્વી પર વાસ કરે છે. નવરાત્રિના આ પવિત્ર દિવસો મનોકામનાઓની પૂર્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. indianexpress.com સાથેની ખાસ વાતચીતમાં અંકશાસ્ત્રી સિદ્ધાર્થ એસ કુમારે (siddharth S kumar) શારદીય નવરાત્રિમાં ઘટસ્થાપન મુહૂર્ત (Navratri Shubh Muhurat) અને પૂજા પદ્ધતિ (Navratri Puja vidhi) શું છે તે વિશે વિગતવાર માહિતી આપી છે.
શારદીય નવરાત્રી 2022 તારીખ
આ વર્ષે શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બર 2022થી શરૂ થઈ રહી છે. તે 05 ઓક્ટોબર 2022 ના રોજ સમાપ્ત થશે. શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે (Navratri First Day) ઘરોમાં કળશ સ્થાપિત (Kalash Sthapan) કરવામાં આવે છે, જેને ઘટસ્થાપન કહેવામાં આવે છે. નવરાત્રિમાં કેટલાક લોકો પહેલા અને છેલ્લા દિવસે ઉપવાસ રાખે છે તો કેટલાક લોકો આખા નવ દિવસ ઉપવાસ રાખે છે. આ સાથે તેઓ વ્યવસ્થિત રીતે માતા રાણીની પૂજા કરે છે.
શારદીય નવરાત્રી ઘટસ્થાપન મુહૂર્ત
શારદીય નવરાત્રિમાં ઘટ સ્થાપનનું મુહૂર્ત 26 સપ્ટેમ્બરના રોજ સવારે 06.20 થી 10.19 સુધીનું છે.
કળશ સ્થાપન વિધી
શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે સવારે ઊઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો. ત્યારપછી મંદિરને સાફ કરો અને ત્યાર બાદ ભગવાન ગણેશનું નામ લો. કળશની સ્થાપના માટે, માટીના વાસણમાં માટી નાખો અને તેમાં જવના બીજ વાવો. આ પછી તાંબાના કલશ પર કંકુ વડે સ્વસ્તિક બનાવો અને કલશના ઉપરના ભાગમાં નરાસડી બાંધો.
કલશને પાણીથી ભરી દો અને તેમાં ગંગાજળના થોડા ટીપાં ઉમેરો. તમારી શ્રદ્ધા અનુસાર રૂપિયા, દુર્વા, સોપારી, અત્તર અને અક્ષત ઉમેરો. કલશ પર આસોપાલવ અથવા કેરીના પાંચ પાન ચઢાવો. આ પછી, નારિયેળને લાલ કપડાથી લપેટીને નળાસડી સાથે બાંધી દો અને તેને કલશ પર રાખો. પછી તે માટીના વાસણની વચ્ચે કલશ મૂકી દો. કલશની સ્થાપનાની સાથે નવરાત્રિ દરમિયાન માતા રાણીના નામની અખંડ જ્યોત પ્રગટાવો.
શારદીય નવરાત્રીમાં માતાની સવારી
આ વખતે શારદીય નવરાત્રિમાં માતા જગદંબા હાથી પર સવાર થઈને આવશે. તો, હાથી પર જ સવાર થઈને, તેઓ પ્રસ્થાન પણ કરશે.