scorecardresearch
Premium

Naraka Chaturdashi 2024: ધન્ય અને સલામત ઉજવણી માટે શું કરવું અને શું ન કરવું

Naraka Chaturdashi 2024 Do’s and Don’ts: દર વર્ષે આસો મહિનાના કૃષ્ણ ચતુર્દશી તિથિને નરક ચતુર્દશી ઉજવવામાં આવ્યા છે. ચાલો જાણીએ નરક ચતુર્દશીના દિવસે શું કરવું અથવા શું ન કરવું.

narak chaturdashi 2024- નરક ચતુર્દશી શું કરવું શું ન કરવું
Naraka Chaturdashi 2024: Key Do’s and Don’ts for Prosperity and Protection in Gujarati – નરક ચતુર્દશી શું કરવું શું ન કરવું photo – Freepik

Naraka Chaturdashi 2024 Do’s and Don’ts in Gujarati: આજે 30 ઓક્ટોબરે છોટી દિવાળી એટલે કે નરક ચતુર્દશી છે. આ દિવસે ધનની દેવી મા લક્ષ્મી, કૃષ્ણજી, મા કાળી, યમરાજ અને હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નરક ચતુર્દશીના દિવસે કૃષ્ણજીના નરકારસુરનો વધ કર્યું હતું. અને લગભગ 16000 મહિલાઓના કેદમાંથી મુક્ત કરાવ્યા હતા. એટલા માટે દર વર્ષે આસો મહિનાના કૃષ્ણ ચતુર્દશી તિથિને નરક ચતુર્દશી ઉજવવામાં આવ્યા છે. ચાલો જાણીએ નરક ચતુર્દશીના દિવસે શું કરવું અથવા શું ન કરવું.

નરક ચતુર્દશીના દિવસે શું કરવું?

  • નરક ચતુર્દશીના દિવસે સવારે સુર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ
  • નરક ચતુર્દશીના દિવસ 14 દિવડા પ્રગટાવો
  • આ શુભ દિવસે ભગવાન કૃષ્ણની પૂજા-આરાધનાનું ખાસ મહત્વ છે
  • નરક ચતુર્દશીના રુપ ચૌદસની કહેવામાં આવી છે. આ દિવસે ઉબટન લગાવવાની પરંપરરા છે.
  • નરક ચતુર્દશીએ યમરાજના નામનો દીવો પ્રગટાવવો જોઈએ.
  • આ દિવસ પર દક્ષિણ દિશા ગંદી ન હોવી જોઈએ.

નરક ચતુર્દશીએ શું ન કરવું જોઈએ?

  • નરક ચતુર્દશીના દિવસે માંસ મદિરા સહિત તામસિક ભોજનનું સેવન ન કરવું જોઈએ
  • આ દિવસે વાળ અને નખ ન કાપવા જોઈએ
  • નરક ચતુર્દશીના દિવસે ઉંઘવું ન જોઈએ.
  • નરક ચતુર્દશીના દિવસે જીવની હત્યા ન કરવી જોઈએ
  • આ દિવસે જીવોને ભૂલથી પણ હેરાન ન કરવા જોઈએ.
  • આ દિવસે ઘરમાં લડાઈ-ઝઘડો અને અપશબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ.
  • નરક ચતુર્દશીના દિવસે મીઠું, તેલ અને અણીવાળી વસ્તુઓ દાન કરવું અશુભ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ- દિવાળીના દિવસે માં લક્ષ્મીની કૃપા થાય તો કેવા સંકેત મળે? જાણો તમામ માહિતી

ડિસ્ક્લેમર – આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Web Title: Narak chaturdashi 2024 what to do and what not to do on the day of kali chaudhas ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×