scorecardresearch
Premium

મકરસંક્રાંતિ પર આ 3 દેવતાઓને લગાવો ખીચડીનો ભોગ, સૂર્ય દેવની કૃપાથી બદલી શકે છે તમારું નસીબ

Makar Sankranti 2025 : મકરસંક્રાંતિ પર ખીચડી બનાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. તેને દેવી-દેવતાઓને અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. આ પરંપરા માત્ર ધાર્મિક મહત્વ જ નથી ધરાવતી, પરંતુ તે જીવનમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ લાવે છે

Makar Sankranti 2025, Makar Sankranti
Makar Sankranti 2025: દેશમાં મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ધુમધામથી ઉજવવામાં આવે છે (તસવીર – ફ્રીપિક)

Makar Sankranti 2025 : દેશમાં મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ધુમધામથી ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી બહાર આવીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. હિંદુ પંચાંગ મુજબ આ વખતે મકર સંક્રાતિ 14 જાન્યુઆરી 2025ના રોજ મનાવવામાં આવશે. આ દિવસે સ્નાનનું વિશેષ મહત્વ છે.

આ ઉપરાંત મકરસંક્રાંતિ પર ખીચડી બનાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. તેને દેવી-દેવતાઓને અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. આ પરંપરા માત્ર ધાર્મિક મહત્વ જ નથી ધરાવતી, પરંતુ તે જીવનમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ લાવે છે. આવી સ્થિતિમાં જાણીએ, મકરસંક્રાંતિ પર કયા દેવી-દેવતાઓને ખીચડીનો ભોગ લગાવવો જોઈએ.

સૂર્યદેવને ખીચડીનો ભોગ

હિંદુ ધર્મમાં સૂર્યદેવને પ્રત્યક્ષ દેવતા માનવામાં આવે છે. તે સૌરમંડળના સ્વામી છે અને તેમની કૃપાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવને ખીચડીનો ભોગ ચડાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આમ કરવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે અને પરેશાનીઓ દૂર થાય છે. ખાસ કરીને જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નબળી સ્થિતિમાં હોય તો આ ઉપાય તેમના માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

શનિદેવને ખીચડીનો ભોગ

શનિદેવને ન્યાય અને કર્મના દેવતા કહેવામાં આવે છે. તેઓ મનુષ્યના સારા અને ખરાબ કર્મો અનુસાર ફળ આપે છે. માન્યતા છે કે મકર સંક્રાતિના દિવસે શનિદેવને ખીચડીનો ભોગ ચડાવવવાથી જીવનની મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. આ સાથે આર્થિક પરેશાનીઓ ઓછી થાય છે અને જીવનમાં સ્થિરતા આવે છે.

આ પણ વાંચો – દુર્લભ સંયોગમાં થઇ રહી છે મહા કુંભની શરૂઆત, સ્નાન કરવાથી જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ

ભગવાન વિષ્ણુને ખીચડીનો ભોગ

ખીચડી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મકરસંક્રાંતિ પર તેમને ખીચડી ચઢાવવાથી તેમના આશીર્વાદ મળે છે અને જીવનમાં પ્રગતિના નવા રસ્તા ખુલે છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુને ખીચડીનો ભોગ ચઢાવવાથી ગુરૂદોષનો પ્રભાવ ઓછો થાય છે, સાથે જ પરિવારમાં સુખ-શાંતિ પણ રહે છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Web Title: Makar sankranti 2025 khichdi bhog to bhagwan vishnu lord surya and shani dev according to astrology ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×