scorecardresearch
Premium

દુર્લભ સંયોગમાં થઇ રહી છે મહા કુંભની શરૂઆત, સ્નાન કરવાથી જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ, જાણો કુંભના પહેલા દિવસે શું છે ખાસ

MahaKumbh 2025 : હિંદુ ધર્મમાં મહાકુંભનું ઘણું મહત્વ છે. વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો મહાકુંભ 2025માં 13 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. આ મેળો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં 45 દિવસ સુધી ચાલશે અને મહાશિવરાત્રીના દિવસે 26 ફેબ્રુઆરીએ પૂરો થશે

MahaKumbh Shahi Snan, MahaKumbh 2025
MahaKumbh 2025: વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો મહાકુંભ 2025માં 13 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે (એક્સપ્રેસ ફાઇલ ફોટો)

MahaKumbh 2025 : હિંદુ ધર્મમાં મહાકુંભનું ઘણું મહત્વ છે. વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો મહાકુંભ 2025માં 13 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. આ મેળો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં 45 દિવસ સુધી ચાલશે અને મહાશિવરાત્રીના દિવસે 26 ફેબ્રુઆરીએ પૂરો થશે. તમને જણાવી દઈએ કે આ મેળાનું આયોજન દર 12 વર્ષના અંતરાલમાં કરવામાં આવે છે.

આ મેળામાં માત્ર ભારતના જ લોકો નહીં પરંતુ વિદેશથી પણ શ્રદ્ધાળુઓ પવિત્ર સંગમ નદીમાં ડુબકી લગાવવા માટે આવે છે. જણાવી દઈએ કે આ વખતે મહાકુંભમાં કુલ 6 શાહી સ્નાન તિથિઓ પડી રહી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પહેલા શાહી સ્નાનના દિવસે શુભ સંયોગ બની રહ્યા છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે મેળાના પ્રથમ દિવસે શું ખાસ છે, તેમજ શાહી સ્નાનની તારીખો પણ જાણીએ.

મહાકુંભના પ્રથમ દિવસે શુભ સંયોગ

મહાકુંભનું પ્રથમ શાહી સ્નાન 13 જાન્યુઆરી 2025 રોજ પૌષ પૂર્ણિમાએ થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પહેલા શાહી સ્નાન પર રવિ યોગનો વિશેષ સંયોગ બની રહ્યો છે. હિન્દુ ધર્મમાં આ યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે સ્નાન કરવાથી જીવનના બધા પાપ ધોવાઈ જાય છે. આ સાથે જ ઘરમાં સુખ-શાંતિ પણ રહે છે. હિન્દુ કેલેન્ડર મુજબ રવિ યોગ 13 જાન્યુઆરીએ સવારે 7.15થી 10.38 વાગ્યા સુધી રહેશે.

આ પણ વાંચો – અખાડા મહા કુંભ મેળાનું અભિન્ન અંગ, કોણે અને કેમ શરૂઆત કરી, જાણો ઇતિહાસ અને મહત્વ

શાહી સ્નાનના તારીખો

  • પ્રથમ શાહી સ્નાન – 13 જાન્યુઆરી 2025 – મકરસંક્રાંતિ
  • બીજુ શાહી સ્નાન – 29 જાન્યુઆરી 2025 – મૌની અમાવસ્યા
  • ત્રીજું શાહી સ્નાન – 3 ફેબ્રુઆરી 2025 – વસંત પંચમી
  • ચોથું શાહી સ્નાન – 12 ફેબ્રુઆરી 2025 – માઘ પૂર્ણિમા
  • પાંચમું શાહી સ્નાન – 26 ફેબ્રુઆરી 2025 – મહાશિવરાત્રી

ડિસ્ક્લેમર– આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Web Title: Maha kumbh 2025 ravi yoga on first shahi know important dates ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×