scorecardresearch
Premium

Maha kumbh 2025 : NSG થી લીને ATS સુરક્ષા, 12 કીમી લાંબો ઘાટ, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા.. જાણો મહાકુંભ સાથે જોડાયેલી 8 વાતો

Mahakumbh 2025 :ઉત્તર પ્રદેશ સરકારે મહાકુંભ માટે અનેક વ્યવસ્થાઓ કરી છે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. એનએસજીથી લઈને એટીએસ સુધી મહાકુંભની સુરક્ષામાં તૈનાત કરવામાં આ્યા છે.

maha kumbh 2025 suvidha
મહાકુંભ 2025 – Express photo

Maha kumbh 2025 : મહાકુંભ 2025ની શરુઆત થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ સરકારે મહાકુંભ માટે અનેક વ્યવસ્થાઓ કરી છે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. એનએસજીથી લઈને એટીએસ સુધી મહાકુંભની સુરક્ષામાં તૈનાત કરવામાં આ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 45 હજારથી વધારે પોલીસ કર્મચારીઓ મહાકુંભની સુરક્ષા કરી રહ્યા છે. જ્યારે યોગી સરકારે મહાકુંભ માટે 6990 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવી છે.

01 – મહાકુંભ માટે યોગી સરકારે 549 પ્રોજેક્ટને લાગુ કર્યા છે. આ પ્રોજેક્ટ્સમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને શૌચાલય સુધીના નિર્માણનો સમાવેશ છે. મહાકુંભ માટે યોગી સરકારે 6990 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

02 – મહાકુંભની સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન પણ રાખવામાં આવ્યું છે. મહાકુંભમાં પોલીસ અને સ્ટેટ કમાંડોઝ ઉપરાંત એનએસજીના 200 કમાંડો તૈનાત કરવામાં આવ્યા છે. આ કમાંડો અત્યાધુનિક હથિયારોથી સજ્જ છે. તેમની પાસે હેલિકોપ્ટર પણ છે. તેઓ કોઈપણ આપદાની સ્થિતિમાં તુરંત મદદ માટે પહોંચી શકે. એનએસજી માટે 200 કમાંડો કુંભની સુરક્ષા માટે છે. આ ઉપરાંત યુપી સરકારના એટીએસની પણ સુરક્ષા તૈનાતછે.

03 – મહાકુંભ માટે 12 કિલોમીટરનો લાંબો ઘાટ બનાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખુદે કહ્યું હતું કે સરકારનું અનુમાન છે કે 40 કરોડ શ્રદ્ધાળુ આસ્થાની ડુબકી લગાવશે. જેના માટે 100 કરોડની વ્યવસ્થા કરવામાં આવી છે. યોગી આદિત્યનાથે એ પણ કહ્યું હતું કે મૌની અમાસના દિવસે સૌથી વધારે 6 કરોડ લોકો ડુબકી લગાવશે જોકે, અમે 10 કરોડની વ્યવસ્થા કરી છે.

04 – મહાકુંભ માટે યોગી સરકાર તરફથી હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા પણ કરવામાં આવી છે. આ પુષ્પ વર્ષા એક વખત નહીં પર અનેક વખત કરવામાં આવશે. પ્રયાગરાજ પ્રશાસન આ માટે પુરી તૈયારીઓ કરી છે.

05 – યોગી સરાકરે 40થી વધારે મંત્રીઓને 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીને કુંભનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ બધા મંત્રીઓ મુખ્યમંત્રી આવાસ પહોંચ્યા હતા.

06 – યોગી સરકાર તરફથી કુંભ ક્ષેત્રમાં 2300થી વધારે સીસીટીવી કેમેરા લગાવ્યા છે. આ માટે એક મોટો કંટ્રોલ રૂમ બનાવ્યો છે. જ્યાંથી દરેક ગતિવિધિઓ ઉપર નજર રાખવામાં આવશે.

આ પણ વાંચોઃ- Maha Kumbh 2025: મહા કુંભ 2025 પ્રયાગરાજમાં શરૂ, ઇતિહાસ ધાર્મિક મહત્વ અને શાહી સ્નાનની તારીખ જાણો

07 – મહાકુંભની શરુઆત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પોષ પુર્ણિમા પર પવિત્ર સ્નાનની સાથે જ આજે પ્રયાગરાજની પુણ્યભૂમિ પર મહાકુંભનો શુભારંભ થયો છે. આપણી આસ્થા અને સંસ્કૃતિથી જોડાયેલો દિવ્ય અવસર પર હું શ્રદ્ધાળુઓનું હૃદયથી વંદન અને અભિનંદન કરું છું. ભારતીય આધ્યાત્મિક પરંપરાના આ વિરાટ ઉત્સહ પર દરેકને જીવનમાં નવી ઊર્જા અને ઉત્સાહનો સંચાર કરે એવી કામના કરું છું.

08 – મહાકુંભ 2025નું આયોજન આધ્યાત્મિક અને આધુનિકતાનો સંગમ બનીને ઉભરી રહ્યા છે. આ વિશ્વભર માટે આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યું છે. જ્યાં વિદેશી મીડિયા માટે પણ આનું કવરેજ કરવા માટે વિશેષ રૂપથી તૈયાર છે.દુનિયાના 105 દેશોથી મીડિયા સમૂહોને મહાકુંભનું કવરેજ અને લાઈટ ટેલિકાસ્ટ કરવા માટે આવેદન કર્યું છે.

Web Title: Maha kumbh 2025 ats security taken from nsg 12 km long ghat flower shower from helicopter know 8 things related to maha kumbh ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×