scorecardresearch
Premium

Janmashtami 2024 Bhog: જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણને માખણ મિસરી સાથે પંજરી પણ ધરાવો, જાણો રેસીપી

Janmashtami 2024 Bhog Panjiri Recipe: જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણને મનપસંદ વાનગીનો ભોગ ધરવામાં આવે છે. જો તમે પણ ઘરે જન્માષ્ટમી ઉજવે છો તો બાળ ગોપાલને માખણ મિસરી સાથે ઘરે બનાવેલી પંજરીનો પ્રસાદ ધરાવી શકો છો. જાણો ઘરે પંજરી બનાવવીની રીત

janmashtami 2024 | જન્માષ્ટમી 2024 | krishna janmashtami 2024 date | કૃષ્ણ જન્માષ્ટમી 2024 તારીખ | krishna janmashtami 2024 bhog | krishna janmashtami 2024 puja time | krishna janmashtami bhog | panjiri recipe in gujarati | how to make panjiri at home
Krishna Janmashtami 2024 Panjiri Recipe: જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણને માખણ મિશ્રી સાથે પંજરી નો પ્રસાદ ધરાવવામાં આવે છે.

Janmashtami 2024 Bhog Panjiri Recipe: જન્માષ્ટમી એટલે શ્રી કૃષ્ણનો જન્મોત્સવ. દર વર્ષે શ્રાવણ સુદ આઠમ તિથિ પર જન્માષ્ટમી ઉજવાય છે. જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણની ખાસ પૂજા – અર્ચના કરવામાં આવે છે. જન્માષ્ટમી પર રાત્રે 12 વાગે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોસ્તવ ધામૂધમ પૂર્વક ઉજવાય છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય વાનગીનો ભોગ ધરવામાં આવે છે. શ્રીકૃષ્ણ બાળ ગોપાલને માખણ મિસરી સૌથી વધુ પ્રિય છે. ઉપરાંત પ્રસાદમાં પંજરી નું પણ વિશેષ મહત્વ છે.

ભગવાન શ્રીકૃષ્ણનો પ્રિય પ્રસાદ પંજરી

જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણને પંજરીનો પ્રસાદ ધરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કર્યા બાદ પંજરી પ્રસાદ તરીકે કરવામાં આવે છે. જન્માષ્ટમીની પૂજા આ પ્રસાદ વિના અધૂરી ગણાય છે. જો તમે પણ જન્માષ્ટમીમાં ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરી રહ્યા છો અને તેનો આનંદ માણવા માંગો છો, તો ભગવાન શ્રીકૃષ્ણનો મનપસંદ ભોગ પંજીરી ઘરે જ તૈયાર કરી શકો છો. ચાલો જાણીયે ઘરે પંજરી બનાવવાની રીત

Krishna Janmashtami, Krishna Janmashtami 2024, Janmashtami
કૃષ્ણ જન્માષ્ટમી ઉજવણી – photo – Jansatta

ભગવાન શ્રીકૃષ્ણ માટે પંજરી નો પ્રસાદ બનાવવાની રીતે (How To Make Panjiri At Home For Janmashtami 2024)

પંજરી બનવવાની સામગ્રી

  • 2 કપ ધાણા પાઉડર
  • 1 નારિયેળની છીણ
  • 1/4 ગાયનું ઘી
  • 1 કપ ખાંડ બુરુ
  • તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ્સ

ઘરે પંજીરી બનાવવાની રીત

જન્માષ્ટમી પર પંજરી પ્રસાદ બનાવવા માટે સૌ પ્રથમ એક પેન લો અને તેમાં થોડું ઘી ઉમેરો. હવે પેનમાં બધા ડ્રાયફ્રૂટ્સ નાખીને શેકી લો. જ્યારે સૂકા મેવા હલકા બ્રાઉન રંગના થાય ત્યારે તેને પેનમાંથી કાઢી લો. હવે પેનમાં થોડું ઘી ઉમેરી તેમાં ધાણા પાવડર હળવા તાપ પર સોનેરી થાય ત્યાં સુધી શેકી લો. જ્યારે તે સારી રીતે શેકાઇ જશે ત્યારે તેમાંથી ખૂબ જ સારી સુગંધ આવશે.

janmashtami 2024 | જન્માષ્ટમી 2024 | krishna janmashtami 2024 date | કૃષ્ણ જન્માષ્ટમી 2024 તારીખ | krishna janmashtami 2024 puja time | lord krishna worshipping according zodiac sings | lord krishna shringar according zodiac sings | janmashtami upay according zodiac signs | janmashtami shringar | laddu gopal shringar on janmashtami | laddu gopal puja | laddu gopal photo
Krishna Janmashtami 2024: જન્માષ્ટમી પર રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાય છે. (Photo: Social Media)

હવે આ ધાણા પાવડર પેનમાંથી કાઢી લો. તેને ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ તેમા શેકેલા ડ્રાયફૂટ્સ, ખાંડ બુરુ, નારિયેળની છીણ નાંખી બરાબર મિક્સ કરી લો. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને પંજરીનો પ્રસાદ ધરાવો ત્યારે તેમા તુલસીના પાન અચૂક મૂકવા. કારણ કે ભગવાન તુલસીના પાન વગર ભોજન ગ્રહણ કરતા નથી. આમ તમે જન્માષ્ટમી પર બજાર માંથી ખરીદવાના બદલે તમે ઘરે જ પોતાના હાથે પંજરીનો પ્રસાદ બનાવી ભગવાન શ્રીકૃષ્ણને ભોગ લગાવી શકો છો. આ પ્રસાદ સ્વાદમાં ખૂબ જ સારો અને સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે.

આ પણ વાંચો | જન્માષ્ટમી પર રાશિ મજુબ કરો શ્રીકૃષ્ણ લડ્ડુ ગોપાલનો શ્રૃંગાર, બધી મનોકામના પુરી થશે

પંજરી પ્રસાદ બનાવતી વખતે આ બાબત ધ્યાનમાં રાખો

  • જન્માષ્ટમી પર ઘરે પંજરી પ્રસાદ બનાવવતી વખતે પવિત્રતા અને સ્વચ્છતાનું ધ્યાન રાખો
  • પંજીરી હોય કે કોઇ પ્રસાદ બનાવતા પહેલા સ્નાન કરો અને પવિત્ર થઇ જાવ
  • પંજીરી બનાવવા માટે સૌ પ્રથમ ગેસ સાફ અને સ્વચ્છ કરી લો
  • પંજીરી તૈયાર થઈ જાય પછી સૌ પ્રથમ શ્રીકૃષ્ણને અર્પણ કરો
  • પ્રસાદ અર્પણ કર્યા પછી જ પરિવાર અને ભક્તોને પ્રસાદનું વિતરણ કરો

Web Title: Krishna janmashtami 2024 bhog how to make panjiri at home panjiri recipe in gujarati as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×