scorecardresearch
Premium

Jyotish Kundli Yog: ધનવાન વ્યક્તિની કુંડળીમાં હોય છે આ શુભ યોગ, જીવનમાં મેળવે છે અપાર ધન- સંપત્તિ અને માન – સન્માન

Asuspicious Yog In Kundli: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિની કુંડળીમાં ધન યોગ હોય તેની આર્થિક સ્થિતિ મજબૂત રહે છે. વ્યક્તિને ધનવાન બનાવતા કુંડળીના શુભ યોગ વિશે જાણીયે

Kundli | SHubh Yog In Kundli | Asuspicious Yog In Kundli | jyotish shastra | money yog In kundali | Dhan Yog In Kundli
જ્યોતિષ શાસ્ત્રમાં વ્યક્તિના કુંડળીનું બહુ મહત્વ છે. (Photo – ieGujarati.com)

Asuspicious In Kundli: વૈદિક જ્યોતિષ અનુસાર જ્યારે પણ વ્યક્તિનો જન્મ થાય છે, ત્યારે તેની કુંડળીમાં રહેલા ગ્રહો શુભ અને રાજયોગ બનાવે છે. આ શુભ યોગ વ્યક્તિને ધન, વૈભવ અને કીર્તિ આપે છે. તેમજ વ્યક્તિને તમામ ભૌતિક સુખો મળે છે અને વ્યક્તિ જમીનથી ઉંચાઇએ પહોંચે છે. વ્યક્તિ હંમેશા ધનવાન રહે છે અને તેની આર્થિક સ્થિતિ મજબૂત રહે છે. આવો જાણીએ આ શુભ યોગ ક્યા ક્યા છે…

કુંડળીમાં આ રીતે બને છે શુભ યોગ

(1) વૈદિક જ્યોતિષ અનુસાર, જ્યારે લગ્નેશ (પ્રથમ ઘરનો સ્વામી)નો સંયોગ જ્યારે ધનેશ, ચતુર્થેશ, પંચમેશ, ભાગ્યેશ, દશમેશ અને લાભેશ સાથે હોય છે, તો વ્યક્તિને જીવનમાં ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી. તેમજ આવા લોકોની આર્થિક સ્થિતિ હંમેશા મજબૂત રહે છે.

(2) જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ભાગ્યેશ (ભાગ્યના નવમા ઘરનો સ્વામી) અને લગ્નેશ, ધનેશ, ચતુર્થેશ, પંચમેશ, દશમેશ અને લાભેશનો સંયોગ હોય તો કિસ્મતથી જીવનમાં ધન – સંપત્તિની પ્રાપ્તિ થાય છે. ઉપરાંત વ્યક્તિને હંમેશા કિસ્મતનો સાથે મળે છે અને આવો વ્યક્તિ પૈસા ખર્ચવામાં પણ આગળ રહે છે.

(3) જો કોઈ વ્યક્તિની કુંડળીમાં દશમેશ (દશમા કર્મ સ્થાનનો સ્વામી)નો સંયોગ જ્યારે લગ્નેશ, ધનેશ, ચતુર્થેશ, પંચમેશ, ભાગ્યેશ અથવા લાભેશ સાથે થવાથી જન્મકુંડળીમાં ધનયોગ બને છે. આવા લોકો ધનવાન હોય છે. આ ઉપરાંત આ લોકો બચત કરવામાં પણ નિષ્ણાંત હોય છે.

(4) જો કોઈ વ્યક્તિની કુંડળીમાં લાભેશ (અગિયારમા લાભ ઘરનો સ્વામી)નો સંયોગ જ્યારે લગ્નેશ, ધનેશ, ચતુર્થેશ, પંચમેશ, નવમેશ અને દશમેશ સાથે હોય તો ધન પ્રાપ્તિનો યોગ બને છે. આવા લોકોની આર્થિક સ્થિતિ મજબૂત હોય છે. ઉપરાંત, આવા લોકો તમામ ભૌતિક સુખોનો આનંદ માણે છે.

(5) કુંડળીમાં કેટલાક એવા યોગ છે જે વ્યક્તિને ધનવાન બનાવે છે. જેમાં લક્ષ્મી યોગ, વિત્ત યોગ, શ્રીયોગ, પંચમહાપુરુષ યોગના નામ સામેલ છે.

આ પણ વાંચો | જાન્યુઆરીમાં સૂર્ય અને મંગળ બનાવશે આદિત્ય મંગળ રાજયોગ, આ 3 રાશિને મળશે અઢળક ધન – સંપત્તિ અને સમ્માન

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કુંડળીમાં આ સંયોગ હોય તો વ્યક્તિ સામાન્ય પરિવારમાં જન્મ્યા પછી પણ ધનવાન બને છે. આ ઉપરાંત તેની પાસે ઘણી સંપત્તિ છે. તે સમાજમાં પોતાની આગવી ઓળખ બનાવે છે.

Web Title: Jyotish dhan yog in kundli for rich and successful according to astrology as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×