scorecardresearch
Premium

Jagannath Temple Mysteries| રથયાત્રા 2023 : જગન્નાથ મંદિરના 10 રહસ્યો, કેટલાક તો વૈજ્ઞાનિકો પણ ઉકેલી શક્યા નથી

Jagannath Temple Mysteries : ઓડિશાના પુરીમા આવેલું ભગવાન જગન્નાથનું મંદિર ભગવાન વિષ્ણુના ચાર પવિત્ર ધામોમાંનું એક છે. આ પ્રાચિન મંદિર તેની વિશેષતા, આસ્થા સાથે ચમત્કાર અને રહસ્ય માટે પણ જાણીતું છે.

Jagannath Temple Mysteries
જગન્નાથ મંદિરના રહસ્યો

Jagannath Temple Mysteries| Rathyatra 2023 : પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા 2023 (Rathyatra 2023) નું ભવ્ય આયોજન ચાલી રહ્યું છે. અષાઢી બીજના દિવસે એટલે કે આજે પુરીમાં આ રથયાત્રા 5 કિમીમાં ફેલાયેલા પુરૂષોત્તમ વિસ્તારમાં જ થાય છે. રાણી ગુંડિચા ભગવાન જગન્નાથના પરમ ભક્ત ઈન્દ્રદયુમ્મની પત્ની હતા, જેથી આ રાણી ગુંડીચાને ભગવાન જગન્નાથ માસી કહેતા હતા. ભગવાન જગન્નાથ માસીના ઘરે મોસાળમાં 8 દિવસ રહેવા જાય છે. અને અષાઢ સુદ દશમે પાછી નીજ મંદિર પરત ફરે છે. તમને જણાવી દઈએ કે, પુરાણોમાં આને ધરતીનું વૈકુંઢ માનવામાં આવે છે, આ બગવાન વિષ્ણુના ચાર ધામોમાંનું એક છે. પુરી જગન્નાથ મંદિર હિન્દુઓના પ્રાચીન અને પવિત્ર 7 નું એક સમુદ્ર કિનારે આવેલું ચાર ધામ પૈકીનું એક મંદિર છે. તો જોઈએ આ મંદિરના 10 રહસ્યો જે વૈજ્ઞાનિકો પણ આજ સુધી ઉકેલી શક્યા નથી.

હવાની વિપરીત દિશામાં લહેરાતો ધ્વજ

શ્રી જગન્નાથ મંદિરની ટોચ પર સ્થાપિત લાલ ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે. આવું કેમ થાય છે, તે માત્ર વૈજ્ઞાનિકો જ કહી શકે છે, પરંતુ હજુ સુધી આ એક રહસ્ય જ છે. એક એ પણ અજાયબી છે કે, દરરોજ સાંજે મંદિરના શિખર પર લગાવવામાં આવેલ ધ્વજને માણસો ઊંધો ચડાવીને બદલી નાખે છે. ધ્વજ પણ એટલો ભવ્ય છે કે જ્યારે તેને લહેરાવવામાં આવે છે ત્યારે બધા તેની તરફ જોતા જ રહી જાય છે. ધ્વજ પર શિવનો ચંદ્ર બનેલો છે.

ગુંબજનો પડછાયો નથી પડતો

આ વિશ્વનું સૌથી ભવ્ય અને સૌથી ઊંચું મંદિર છે. આ મંદિર 4 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે અને તેની ઊંચાઈ લગભગ 214 ફૂટ છે. મંદિરની નજીક ઉભા રહીને તેનો ગુંબજ જોવો અશક્ય છે. મુખ્ય ગુંબજનો પડછાયો દિવસના કોઈપણ સમયે અદ્રશ્ય જ રહે છે. આપણા પૂર્વજો કેટલા મહાન એન્જિનિયરો હશે તે આ એક મંદિરના ઉદાહરણ પરથી સમજી શકાય છે. પુરી મંદિરનું આ ભવ્ય સ્વરૂપ 7મી સદીમાં બનાવવામાં આવ્યું હતું.

જગન્નાથ મંદિર રથયાત્રાના ત્રણ રથ (ફોટો ક્રેડિટ – shreejagannatha.in)

ચમત્કારિક સુદર્શન ચક્ર

પુરીમાં ગમે ત્યાંથી, જો તમે મંદિરની ટોચ પર સુદર્શન ચક્રને જોશો, તો તમને તે હંમેશા તમારી સામે જ દેખાશે. તેને નીલચક્ર પણ કહેવામાં આવે છે. તે અષ્ટધાતુથી બનેલું છે અને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે.

પવનની દિશા

સામાન્ય દિવસોમાં પવન સમુદ્રથી જમીન તરફ અને સાંજના સમયે ઊલટો લહેરાય છે, પરંતુ પુરીમાં આનાથી વિપરીત દિશામાં પવન લહેરાતો હોય છે. મોટાભાગના દરિયાકિનારા પર, પવન સામાન્ય રીતે સમુદ્રથી જમીન તરફ આવે છે, પરંતુ અહીં પવન જમીનથી સમુદ્ર તરફ જાય છે.

ઘુમ્મટ ઉપર પક્ષીઓ ઉડતા નથી

મંદિરની ઉપરના ગુંબજની આસપાસ હજુ સુધી કોઈ પક્ષી ઉડતું જોવા મળ્યું નથી. તેના ઉપરથી વિમાન પણ ઉડી શકાતું નથી. મંદિરની ટોચની નજીક પક્ષીઓ ઉડતા જોવા મળતા નથી, જ્યારે એવું જોવામાં આવ્યું છે કે, ભારતના મોટાભાગના મંદિરોના ગુંબજ પર પક્ષીઓ બેસે છે અથવા આસપાસ ઉડતા જોવા મળે છે.

ભગવાન જગન્નાથજી (ફોટો ક્રેડિટ – shreejagannatha.in)

વિશ્વનું સૌથી મોટું રસોડું

500 રસોઈયા 300 સહકર્મીઓ સાથે મળીને ભગવાન જગન્નાથનો પ્રસાદ બનાવે છે. અહીં લગભગ 20 લાખ ભક્તો ભોજન કરી શકે છે. કહેવાય છે કે, મંદિરમાં પ્રસાદ ભલે હજારો લોકો માટે બને પરંતુ તે લાખો લોકોને ખવડાવી શકાય છે. મંદિરની અંદર રાંધવા માટેનો ખોરાક આખા વર્ષ સુધી ચાલે છે. પ્રસાદનો એક પણ જથ્થો ક્યારેય વ્યર્થ જતો નથી. મંદિરના રસોડામાં, પ્રસાદ રાંધવા માટે 7 વાસણો એકબીજા પર મૂકવામાં આવે છે અને બધું ફક્ત લાકડાથી ચૂલા પર જ રાંધવામાં આવે છે. આ પ્રક્રિયામાં, ઉપરના વાસણની સામગ્રી પહેલા રંધાઈ જાય છે, પછી તે નીચેની બાજુએ એક પછી એક રંધાય છે, એટલે કે, ઉપરના વાસણમાં ખોરાક સૌથી પહેલા રંધાય છે. શું આ ચમત્કાર નથી!

સમુદ્રનો અવાજ કે મૃતદેહની સળગવાની ગંધ મંદિરમાં નથી આવતી

જ્યારે તમે મંદિરના સિંહદ્વારાના પ્રથમ પગથિયાંમાં પ્રવેશો છો ત્યારે તમે સમુદ્ર દ્વારા ઉત્પન્ન થતો અવાજ (મંદિરની અંદરથી) સાંભળી શકતા નથી. તમે એક પગથિયું પાર કરો (મંદિરની બહારથી), પછી તમે તેને સાંભળી શકો છો. આ સાંજે સ્પષ્ટપણે અનુભવી શકાય છે. એ જ રીતે મંદિરની બહાર સ્વર્ગ દ્વાર છે, જ્યાં મોક્ષ મેળવવા માટે મૃતદેહોને બાળવામાં આવે છે, પરંતુ જ્યારે તમે મંદિરની બહાર આવો છો ત્યારે જ તમને મૃતદેહો સળગતી હોવાની ગંધ આવે છે.

ભગવાન જગન્નાથજી મંદિરમાં પુજારીઓ (ફોટો ક્રેડિટ – shreejagannatha.in)

રૂપ બદલતી મૂર્તિ

અહીં શ્રી કૃષ્ણને જગન્નાથ કહેવામાં આવે છે. જગન્નાથની સાથે તેમના ભાઈ બલભદ્ર (બલરામ) અને બહેન સુભદ્રા પણ છે. આ ત્રણેયની મૂર્તિઓ લાકડામાંથી બનેલી છે. અહીં, દર 12 વર્ષમાં એકવાર, પ્રતિમાનું નવું શરીર થાય છે. નવી મૂર્તિઓ ચોક્કસ બનાવવામાં આવે છે, પરંતુ આકાર અને સ્વરૂપ એક જ રહે છે. એવું કહેવાય છે કે, તે મૂર્તિઓની પૂજા નથી થતી, તે માત્ર જોવા માટે રાખવામાં આવે છે.

આ પણ વાંચોAhmedabad Rathyatra: જય રણછોડ… જય માખણચોર, અમદાવાદ રથયાત્રા અને જગન્નાથ મંદિરનો જાણો ઇતિહાસ

હનુમાનજીએ સમુદ્રથી જગન્નાથની રક્ષા કરી

એવું માનવામાં આવે છે કે, ત્રણ વખત સમુદ્રે જગન્નાથજીનું મંદિર તોડ્યું હતું. કહેવાય છે કે, મહાપ્રભુ જગન્નાથે વીર મારુતિ (હનુમાનજી)ને અહીં સમુદ્રને નિયંત્રિત કરવા માટે નિયુક્ત કર્યા હતા, પરંતુ હનુમાન પણ જગન્નાથ-બલભદ્ર અને સુભદ્રાના દર્શનનો લોભ રોકી શક્યા નહીં. તેઓ ભગવાનના દર્શન કરવા નગરમાં પ્રવેશતા હતા, આ સાથે તેમની પાછળ સમુદ્ર પણ શહેરમાં પ્રવેશતો હતો. કેસરીનંદન હનુમાનજીની આ આદતથી પરેશાન થઈને જગન્નાથ મહાપ્રભુએ અહીં હનુમાનજીને સોનાની સાંકળોથી બાંધી દીધા. અહીં જગન્નાથપુરીમાં જ સમુદ્ર કિનારે બેડી હનુમાનનું પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર છે. બેડીમાં હનુમાનજીના દર્શન કરવા ભક્તો આવે છે.

Web Title: Jagannath temple mysteries in puri rathyatra 2023 scientists are also surprised

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×