Hanuman Jayanti Today live darshan, kashtabhanjan salangpur temple, આજના લાઈવ દર્શન : આજે મંગળવાર, 23 એપ્રિલ 2024ના રોજ હનુમાન જ્યંતિ છે. આનો દિવસ ખુબ જ ખાસ છે કારણ કે હનુમાન દાદાના પ્રિય વાર મંગળવારે જ હનુમાન જ્યંતિ આવી છે. એટલે ભક્તોમાં આ દિવસનું મહત્વ વધી જાય છે. આજના દિવસે ભક્તો હનુમાન મંદિરે દાદાના દર્શન કરવા જાય છે. બોટાદમાં આવેલા સાળંગપુરમાં બિરાજમાન કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે આજે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. ત્યારે તમે અમારા માધ્યમથી ઘરે બેઠા જ કષ્ટભંજન દેવના લાઈવ દર્શન કરી શકો છો.
હનુમાન જ્યંતિ પર વીડિયોમાં કરો કષ્ટભંજન દેવના લાઈવ દર્શન
આજના દિવસે દુર્લભ સંયોગ પણ બની રહ્યો છે જે ત્રેતાયુગમાં હનુમાનજ્યંતિ પર બન્યો હતો. એટલે આજના દિવસનું મહત્વ વધારે છે. સાળંગપુરમાં બિરાજમાન કષ્ટભંજન દેવ ગુજરાત જ નહીં દેશ અને દુનિયામાં પ્રસિદ્ધ છે. અહીં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા માટે આવે છે.
હનુમાન જ્યંતિ પર કષ્ટભંજન દેવની આરતીનો સમય
- મંગળા આરતી સવારે 5.30 વાગ્યે
- શણગાર આરતી સવારે 7 વાગ્યે
- સંધ્યા આરતી સાંજે 6.30 વાગ્યે
- થાળ સાંજે 6.45થી 7.45 વાગ્યે
આ પણ વાંચોઃ- Hanuman Jayanti 2024 Date: હનુમાન જ્યંતિ પર ત્રેતા યુગ જેવો બનશે દુર્લભ સંયોગ, પૂજા વિધિ કરવાની સાચી રીત
હનુમાન જ્યંતિ પર કષ્ટભંજન દેવના દર્શન માટે મંદિરનો સમય
મંગળા આરતી પછી મંદિર દર્શન માટે ખુલી જાય છે. બપોરના 12 વાગ્યાથી 3.30 વાગ્યા સુધી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. ત્યારબાદ રાતના નવ વાગ્યા સુધી ભક્તો દાદાના દર્શન કરી શકે છે ત્યારબાદ મંદિર બંધ થઈ જાય છે.