Shri Hit Premanand Govind Sharan Ji Maharaj: પ્રેમાનંદ મહારાજ વૃંદાવનમાં રહે છે. તેઓ રાધા રાણીને પરમ ભક્ત છે અને પોતાના આરાધ્ય માને છે. તેઓ સત્સંગ દ્વારા લોકોને માર્ગદર્શન આપે છે અને જીવન જીવવાની કળા પણ શીખવે છે. પ્રેમાનંદ મહારાજના ઉપદેશો આજે સમાજમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે. તેમનું આધ્યાત્મિક જ્ઞાન કળિયુગમાં પ્રકાશ જેવું છે. પ્રેમાનંદ મહારાજજી સત્સંગ દ્વારા લોકોના સવાલોના જવાબ આપે છે. પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે અને તેમના સત્સંગમાં અનેક હસ્તીઓ પહોંચી છે.
પ્રેમાનંદ મહારાજના સત્સંગ ઉપદેશના સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થયા છે. આવો જ એક વીડિયો વાયરલ થયો છે, જેમા એક ભક્ત તેમને સવાલ પૂછી રહ્યો છે કે 10 જુલાઈએ ગુરુ પૂર્ણિમાનો તહેવાર છે. આવી સ્થિતિમાં, ગુરુની પૂજા કરવાની સાચી રીત શું છે. આ સવાલના જવાબમાં પ્રેમાનંદ મહારાજ કહે છે કે, જો તમારા ગુરુ ધરતી પર હાજર છે, તો તમારે ગુરુના દર્શન કરવા જોઈએ. કારણ કે બધી સેવા ગુરુજીના દર્શન માત્ર જ બધી સેવા પૂજા થઇ જાય છે. ગુરુના ચરણોમાં ફૂલ, ફળ, મીઠાઈ અને વસ્ત્ર અર્પિત કરી તેમની કૃપા પ્રાપ્ત કરો. કારણ કે આપણે દરરોજ પાદુકા અને ફોટોની પૂજા કરીએ છીએ. પણ એક દિવસ તમારે સ્વયં જઈને ગુરુની પૂજા કરવી જોઈએ. તેથી આ દિવસે ગુરૂદેવના દર્શન કરી તેમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ.
ગુરુ પૂજનના દિવસે આ કામ ન કરવા
ગુરુ પૂજન (ગુરૂ પૂર્ણિમા)ના દિવસે માંસાહાર અને દારૂનું સેવન ન કરવું જોઈએ. સાથે જ કોઈની સાથે અભદ્ર વ્યવહાર ન કરવો જોઈએ. કોઇને પણ અપમાનજનક ભાષા બોલવી જોઈએ.
આ પણ વાંચો | પ્રેમાનંદ મહારાજ સત્સંગ – એકાદશી ઉપવાસના નિયમ
સંત શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજ કોણ છે?
પ્રેમાનંદ ગોવિંદ મહારાજનો જન્મ કાનપુર જિલ્લાના અખરી ગામમાં થયો હતો. એવું કહેવાય છે કે, તેમણે બહુ નાની ઉંમરમાં જ સંસાર ત્યાગ કરી ભક્તિ માર્ગ પસંદ કર્યો હતો. તેમના પિતાનું નામ શંભુ પાંડે અને માતાનું નામ રામ દેવી છે. પ્રેમાનંદ મહારાજના ગુરુજીનું નામ શ્રી ગૌરાંગી શરણજી મહારાજ છે. હાલ તેઓ વૃંદાવનમાં કેલી કુંજ નામના સ્થાન પર રહે છે.