Gaytri mantra: હિન્દુ ધર્મમાં ગાયત્રી મંત્રના નિયમિત જાપ કરવા ખૂબ જ ફાયદા કારક માનવામાં આવે છે. જ્યોતિષમાં એવી માન્યતા છે કે ગાયત્રી મંત્રના નિયમિત જાપથી અનેક મુશ્કેલીઓ દૂર થાય છે. વ્યક્તિ તણાવ મુક્ત થઈ જાય છે. ગાયત્રી મંત્રના નિયમિત જાપથી લાભ અને નુકસાન અંગે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે એક વીડિયોમાં વિસ્તારથી ચર્ચા કરી છે.
આ વીડિયોમાં ગાયત્રી મંત્ર જપવા અને ન જપવાથી લાભ અને નુકસાન અંગે જણાવ્યું છે. મધ્ય પ્રદેશ, ઈન્દોર નિવાસી રુદ્રાક્ષ વર્માના પ્રશ્નના જવાબમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ કહે છે કે આ તમારા ઉપર નિર્ભર છે કે ગાયત્રી મંત્રના જાપ કરો છો કે નહીં. આ તમારો અધિકાર છે. ગાયત્રી મંત્ર ન કરવાથી દોષ લાગે છે. એટલા માટે મંત્રનો નિયમિત રૂપથી જાપ કરવો જોઈએ.
ગાયત્રી મંત્ર અને અર્થ
‘ऊं भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात्।। ‘ को अत्यंत प्रभावी मंत्रों में से एक माना गया है।
ગાયત્રી મંત્રનો અર્થ થાય છે કે સૃષ્ટીકર્તા પ્રકાશમાન પરમાત્માના તેજનું અમે ધ્યાન કરીએ છીએ. પરમાત્માનું એ તેજ અમારી બુદ્ધિને સન્માર્ગ તરફ ચાલવા માટે પ્રેરિત કરે છે.
ગાયત્રી મંત્રનો લાભ
એવી માન્યતા છે કે આ મંત્રનો રોજ જાપ કરવાથી મનુષ્યને સંતાનની પ્રાપ્તી થાય છે. સાથે જ તેમના સુખોમાં વધારો થાય છે. મન શાંત રહે છે અને કાર્યમાં એકાગ્રતા આવે છે. ડર દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા આવે છે.
મંત્ર જાપ કરતા સમયે શું ધ્યાન રાખવું?
ગાયત્રીમંત્રના જાપના સમયે સૂર્યોદયના બે કલાક પહેલા અને સૂર્યાસ્થના એક કલાક પછી આ મંત્રનો જાપ કરવાથી ફાયતા થાય છે. આ મંત્રનો મનમાં પણ જાપ કરી શકાય છે. સવારે સ્નાન બાદ પીળા કપડાં પહેરીને જાપ કરવા જોઈએ. જો શક્ય હોય તો રાતના સમયે આ મંત્રનો જાપ કરવાનું ટાળવું જોઈએ. માનવામાં આવે છે કે પૂર્વ દિશા તરફ ઊભા રહીને જાપ કરવા જોઈએ. હંમેશા યાદ રાખો કે દારૂનું સેવન કર્યા બાદ મંત્રનો જાપ બિલકુલ ન કરવો જોઈએ.
શિવ પૂજા માટે અનશન ઉપર બેઠા હતા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
ગત દિવસોમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ ખુબ જ ચર્ચામાં રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં શિવલિંગ મળ્યાની માહિતી પર તેઓ ત્યાં પૂજા કરવા માટે અનશન ઉપર બેઠા હતા. ત્યારબાદ તેમણે પોતાના ગુરુના કહેવા પર પોતાના ઉપવાસ તોડ્યા હતા. આ મામલે તેમણે અરજી પણ દાખલ કરી છે.
મળ્યો પૂજાનો અધિકાર
દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજના નિધન બાદ તેમને જ્યોતિષ પીઠ બદ્રીનાથના પીઠાધીશ્વર બનાવવામાં આવ્યા હતા. એક સમાચાર પત્રને આપવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે જ્ઞાનવાપીમાં અમને પૂજાનો અધિકાર મળવો જોઈએ.