Ganesh chaturth 2023, today live darshan : ગણપતિનો પાવન પર્વ ગણેશ ચતુર્થી ચાલી રહ્યો છે. ગણેશચતુર્થીના દિવસે ભગવાના ગણપતિ દાદાનો જન્મ થયો હતો. ગણેશ ચતુર્થીનાના દિવસે લોકો પોતાના ઘરે ગણપતિ લાવે છે અને શ્રદ્ધાપૂર્વક સેવા અર્ચના કરે છે. સમાન્ય રીતે ગણપતિ દાદાની સ્થાપના દોઢ, ત્રણ, પાંચ, સાત, નવ કે 11 દિવસની કરવામાં આવતી હોય છે. તો આજે બાપાના જન્મ દિવસે અમે તમને મુંબઇના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક ગણપતિના દર્શન કરાવીશું.
અંબાજી મંદિર લાઇવ દર્શન
હે જગજનની અંબા ભવાની, દર્શન દે જે મા અંબા…. આદ્યશક્તિ સ્વરૂપ મા અંબાના દર્શન કરવા મોટો લ્હાવો છે. હાલ ભારદવી પૂનમના મેળાને લઇને અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી ગૂંજી ઉઠ્યા છે. મા અંબાના દર્શન કરો…