scorecardresearch
Premium

Janmashtami 2025: જન્માષ્ટમી ઉજવણી માટે ભારતના પ્રખ્યાત 5 સ્થળ, ધાર્મિક-આધ્યાત્મિક માહોલ મન મોહી લેશે

Famour Krishna Temple In India : જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે દેશના જ નહીં પરંતુ વિદેશથી પણ શ્રદ્ધાળુઓ ભારતના કેટલાક પ્રમુખ સ્થાનો પર પહોંચે છે. જો તમે પણ આ વખતે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણીમાં જોડાવા માંગો છો, તો તમે પણ આ 5 સ્થળોની મુલાકાત લઈ શકો છો.

Janmashtami 2025 | Famour Krishna Temple In India | Prem Mandir
Famour Krishna Temple In India : પ્રેમ મંદિર ભગવાન કૃષ્ણનું પ્રખ્યાત મંદિર છે, જે ઉત્તરપ્રદેશના વૃંદાવનમાં આવેલું છે. (Photo: Social Media)

Janmashtami 2025: જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ. દર વર્ષે શ્રાવણ વદ આઠમ તિથિ પર ભક્તિ, ઉત્સાહ, ઉલ્લાસ અને ઉત્સાહથી જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. આ વખતે જન્માષ્ટમી 16 ઓગસ્ટના રોજ છે. આવી સ્થિતિમાં દેશભરના કૃષ્ણ મંદિરોમાં આની એક અલગ જ રોનક જોવા મળે છે. આવી સ્થિતિમાં, જો તમે આ વખતે કોઈ ખાસ સ્થળ અથવા મંદિરમાં જઈને જન્માષ્ટમીની ઉજવણી કરવાનું વિચારી રહ્યા છો, તો અહીં અમે તમને આવા જ 5 લોકપ્રિય સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. અહીંનું ધાર્મિક-આધ્યાત્મિક વાતાવરણ તમને આકર્ષિત કરશે.

મથુરા : Mathura

જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે તમે ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ મથુરા જઈ શકો છો. અહીંનું ધાર્મિક-આધ્યાત્મિક વાતાવરણ તમને આકર્ષિત કરશે. અહીંનું દિવ્ય વાતાવરણ તમને કૃષ્ણની નજીક હોવાનો અહેસાસ કરાવશે.

વૃંદાવન : Vrindavan

મથુરાની નજીક વૃંદાવન એ સ્થાન છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ એ રાધાજી સાથે રાસલીલા કરી હતી. વૃંદાવનમાં બાંકે બિહારી, રાધા રમણ, ઇસ્કોન, ગોવિંદ દેવ સહિત તમામ મંદિરોની મુલાકાત લઈ શકો છો.

ગોકુલ, નંદગાંવ, બરસાના

જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે તમે ગોકુલ, નંદગાંવ, બરસાના જઈ શકો છો. અહીં ભગવાન કૃષ્ણનું બાળપણ વીત્યું હતું. અહીં તમે ઘણા મંદિરોની મુલાકાત લઈ શકો છો. જન્માષ્ટમીના દિવસે અહીંનું વાતાવરણ અલૌકિક હોય છે.

ગોવિંદ દેવજી મંદિર, જયપુર

તમે જયપુર શહેરના રોયલ સિટી પેલેસ નજીક ગોવિંદ દેવ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણી કરી શકો છો. અહીંનો ઇતિહાસ તદ્દન રસપ્રદ છે. અહીં જન્માષ્ટમી પર તમને ભક્તિમય માહોલ જોવા મળશે.

આ પણ વાંચો | જન્માષ્ટમી પર વાંસળીના 7 ચમત્કારી ઉપાય, ઘરનું વાસ્તુ દોષ દૂર થશે, વેપાર ધંધામાં પ્રગતિ

જગન્નાથ મંદિર પુરી, ઓડિશા

પુરીની જગન્નાથ યાત્રા ઘણી પ્રખ્યાત છે. અહીં જન્માષ્ટમી પણ ધામધૂમથી ઉજવાય છે. કંસ વાધ, કાલિકા દહનનું નાટ્ય મંચન ખૂબ જ લોકપ્રિય છે. ટેબ્લોનું જીવંત પ્રદર્શન એકદમ આશ્ચર્યજનક છે.

Web Title: Five famous places for janmashtami celebration in india krishna temple mathura vrindavan and more as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×