Mandir Darshan Niyam : સનાત ધર્મમાં દેવી – દેવતાની પૂજા કરવાની સાથે મંદિરમાં જવાની એક પરંપરા માનવામાં આવે છે. મંદિરમાં જવાથી વ્યક્તિના મનને શાંતિ મળવાની સાથે સાથે જીવનમાં સકારાત્મક પ્રભાવ પડે છે. સાથે જ પડકારો સામે લડવાની એક તાકાત મળે છે. કોઈ શુભ કામ કરવા અથવા પોતાની સમસ્યાઓથી બચવા માટે સૌથી પહેલા દેવી-દેવતાના મંદિર જઇએ છીએ. અને સંપૂર્ણ શ્રદ્ધાની સાથે જ પોતાની વાત કરીએ છીએ.પરંતુ અનેક વખત મંદિરમાં દેવી-દેવતાના દર્શન કરતા સમયે કેટલીક એવી ભૂલો કરીએ છીએ જેના કારણે અશુભ ફળો મળે છે. તો ચાલો જાણીએ કે મંદિરમાં જતા સમયે કઈ કઈ ભૂલો કરવાથી બચવું જોઇએ.
મંદિરમાં દર્શન કરતા સમયે ન કરો આવી ભૂલો
પગ ધોઇને જાઓ
હિન્દુ ધર્મમાં પગ ધોવાનું વિશેષ મહત્વ છે. જ્યારે તમે મંદિર પહોંચો ત્યારે તમારા પગ ધોઇ લો અને ત્યારબાદ જ મંદિરની અંદર પ્રવેશ કરો. ક્યારેય પણ પગ ધોયા વગર પ્રવેશ કરવો નહીં.
મંદિરના પાછળ પૂજા ન કરો
અનેક લોકોની આદત છે કે સામેથી પોતાના આરાધ્ય દેવી-દેવતાના દર્શન કર્યા બાદ મંદિરના પાછળ જઇને પૂજા અર્ચના કરે છે. જોકે, આવું બિલકુલ ન કરવું જોઇએ. આવું કરવાથી તમારા દ્વારા કરવામાં આવેલી પૂજાનું ફળ નિષ્ફળ જાય છે.
આવી રીતે ન કરો પરિક્રમા
સામાન્ય રીતે પરિક્રમા આપણે કોઇપણ દિશાથી શરુ કરવાની હોય છે પરંતુ આવું બિલકુલ ન કરો. પરંતુ હંમેશા ડાબા હાથથી પરિક્રમા શરુ કરવી જોઇએ.
દેવી દેવતાની સામે આવી રીતે ઊભા ન રહો
જો તમે મંદિરમાં બિલ્કુલ મૂર્તિની સામે ઊભા છો તો ક્યારે પણ સીધા જ સામે ન ઊભા રહો પરંતુ થોડા ત્રાંસા ઊભા રહો.
દર્શન કરતા સમયે ન કરો આવી ભૂલો
જો કોઈ વ્યક્તિ દેવી-દેવતાને દંડવત પ્રણામ કરી રહ્યો છે તો ક્યારે પણ તેની સામે ન નીકળવું જોઇએ.
વાદ-વિવાદ ન કરો
સામાન્ય રીતે વ્યક્તિ મંદિર સુખ-શાંતિ માટે જાય છે. પરંતુ અનેક લોકો લાઇનમાં આગળ વધવા માટે વાદ-વિવાદ કરતા હોય છે. પરંતુ આવી ભૂલો બિલકુલ ન કરવી જોઇએ. હંમેશા શાંતિ અને ધ્યાનની સાથે દર્શન કરવો જોઈએ.