scorecardresearch
Premium

દિવાળીના દિવસે માતા લક્ષ્મીને શું ભોગ લગાવવો જોઈએ? પ્રિય ભોગ ચડાવવાથી ક્યારેય નહીં પડે પૈસાની ખોટ

Diwali 2024 : દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દિવાળી પર વિશેષ ભોગ ચઢાવવામાં આવે છે. ચાલો જાણીએ કે કયો ભોગ માતા લક્ષ્મીને ચડાવવો શુભ ગણાય છે?

Mata Lakshmi Special Bhog, Diwali 2024, Diwali
Diwali 2024 : દિવાળીનો તહેવાર દરેક માટે ખાસ હોય છે. લોકો ઘરને સજાવે છે, સાફ કરે છે અને મહિનાઓ પહેલા જ લક્ષ્મી પૂજનની તૈયારી કરે છે

Diwali 2024 Mata Lakshmi Special Bhog : દિવાળીનો તહેવાર દરેક માટે ખાસ હોય છે. લોકો ઘરને સજાવે છે, સાફ કરે છે અને મહિનાઓ પહેલા જ લક્ષ્મી પૂજનની તૈયારી કરે છે. આ વર્ષે દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર 2024ના રોજ દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને જે લોકોના ઘરમાં સ્વચ્છતા હોય છે ત્યાં પોતાના આશીર્વાદ વરસાવે છે.

દરેકની ઈચ્છા હોય છે કે દિવાળીના દિવસે તેમના ઘરે દેવી લક્ષ્મીનું આગમન થાય છે, આ માટે તે ઉપાય પણ અપનાવે છે. આવી સ્થિતિમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દિવાળી પર વિશેષ ભોગ ચઢાવવામાં આવે છે. ચાલો જાણીએ કે કયો ભોગ માતા લક્ષ્મીને ચડાવવો શુભ ગણાય છે?

પતાશા અને ગળ્યા મમરા

દિવાળી પર દેવી લક્ષ્મીને પતાશા અને ગળ્યા મમરા ચઢાવવી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પતાશા શુક્ર દોષને દૂર કરે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. જ્યારે ગળ્યા મમરાના ભોગથી આર્થિક પરેશાનીઓ દૂર થાય છે. તેથી દિવાળીના દિવસે દેવી લક્ષ્મીને પતાશા ચઢાવો.

ખીર

દેવી લક્ષ્મીને ખીર ખૂબ જ પ્રિય છે. તેથી દિવાળીના દિવસે ખીરનો ભાગ ચઢાવવાનું ભૂલશો નહીં. કહેવાય છે કે ખીર ચઢાવવાથી દેવી લક્ષ્મીની કૃપાથી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

હલવો

દિવાળી પર દેવી લક્ષ્મીને હલવો પણ ચઢાવવો જોઈએ. પૂજાના સમયે હલવો ચઢાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેમજ આમ કરવાથી ઘરમાં ધન-ધાન્યનની ખોટ રહેતી નથી.

આ પણ વાંચો – દિવાળી પર આવી રીતે કરો માતા લક્ષ્મીની પૂજા, જાણો શુભ મુહૂર્ત, વિધિ

સિંઘોડાનો ભોગ

દિવાળી દરમિયાન સિંઘોડાનું ફળ સરળતાથી મળી રહે છે. માતા લક્ષ્મીને આ ફળ ખાસ પસંદ છે. કહેવાય છે કે સિંઘોડા ચઢાવવાથી માતા લક્ષ્મી દેવીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેમજ ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ રહે છે.

માતા લક્ષ્મીને આ વસ્તુઓ પણ પ્રિય છે

આ સિવાય દિવાળી પર માતા લક્ષ્મીને દાડમ, નારિયેળ, સફરજન, કેળા અને મખાનાનો ભોગ પણ ચઢાવવો જોઈએ. આ વસ્તુઓ માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે. સાથે જ આ દિવસે સફેદ રંગની મીઠાઈઓ ચઢાવવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ડિસ્ક્લેમર– આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Web Title: Diwali 2024 mata lakshmi special bhog favorite items to goddess lakshmi ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×