scorecardresearch
Premium

Diwali 2024 : દિવાળી પર આવી રીતે કરો માતા લક્ષ્મીની પૂજા, જાણો શુભ મુહૂર્ત, વિધિ

Diwali 2024 : આ વર્ષે દિવાળી 31 ઓક્ટોબરે ઉજવાશે. આ દિવસે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે કેવી રીતે પૂજા કરવી. કહેવાય છે કે જે વ્યક્તિ પુરા વિધિ વિધાન સાથે દિવાળીની પૂજા કરે છે તેના પરિવારમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે

Maa Laxmi Puja vidhi, Diwali 2024, Diwali
Diwali 2024 : દિવાળીના દિવસે ધનના દેવી મહાલક્ષ્મી, ધનના દેવ કુબેર, બુદ્ધિના દેવતા ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવામાં આવે છે

Diwali 2024 : દિવાળીના દિવસે ધનના દેવી મહાલક્ષ્મી, ધનના દેવ કુબેર, બુદ્ધિના દેવતા ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ સાથે જ આ દિવસે દેવી સરસ્વતી અને મહાકાળીની આરાધના પણ કરવામાં આવે છે. કહેવાય છે કે જે વ્યક્તિ પુરા વિધિ વિધાન સાથે દિવાળીની પૂજા કરે છે તેના પરિવારમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે. આ વર્ષે દિવાળી 31 ઓક્ટોબરે ઉજવાશે. જાણો આ દિવસે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે કેવી રીતે પૂજા કરવી.

દિવાળી પર ક્યારે કરશો માતા લક્ષ્મીની પૂજા

પ્રદોષ કાળ દરમિયાન ધનની દેવી મહાલક્ષ્મીની પૂજા કરવી જોઈએ. પ્રદોષ સમયગાળા દરમિયાન લક્ષ્મીની પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે. નિશિતા કાળમાં એટલે કે રાત્રે 12 વાગ્યાની આસપાસ પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. આ સમયે તાંત્રિકો, પંડિતો અને સાધકો દ્વારા પૂજા કરવામાં છે. આ સમયગાળા દરમિયાન માકા કાલીની પૂજા કરવાની પરંપરા છે.

31 ઓક્ટોબરે દિવાળી ઉજવાશે

પંચાગ અનુસાર આસો મહિનાની અમાસની તારીખ 1 નવેમ્બરે છે, પરંતુ દિવાળી 31 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. અમાસ તિથિ 31 ઓક્ટોબરે બપોરે 3.12 વાગ્યાથી શરૂ થશે અને 1 નવેમ્બરે સાંજે 05.14 વાગ્યે સમાપ્ત થશે, ત્યારબાદ પ્રતિપદા તિથિ શરૂ થશે. 1 નવેમ્બરે નિશિતા મુહૂર્ત નથી મળતું તેથી 31 ઓક્ટોબરે દિવાળીની ઉજવણી કરવી શુભ રહેશે.

આ પણ વાંચો – દિવાળી પહેલા કોઈ પણ દિવસે જૂની સાવરણી ન ફેંકો, વધી શકે છે મુશ્કેલીઓ, જાણો વાસ્તુ મુજબના નિયમો

દિવાળી 2024 લક્ષ્મી પૂજા મુહૂર્ત

  • લક્ષ્મી પૂજાનું નિશિતા મુહૂર્ત – 31 ઓક્ટોબરે રાત્રે 11:39 વાગ્યાથી મોડી રાત્રે 12:31 વાગ્યા સુધી છે.
  • પ્રદોષ કાળ – 31 ઓક્ટોબરે પ્રદોષ કાળ સાંજે 05.36થી રાત્રે 08.11 વાગ્યા સુધી રહેશે.
  • વૃષભ લગ્ન – સાંજ 06.25થી રાત્રે 08.20 સુધી રહેશે.

લક્ષ્મી પૂજા માટે શ્રેષ્ઠ સમય

પ્રદોષ કાળ, વૃષભ લગના અને ચોઘડિયાના જણાવ્યા અનુસાર, લક્ષ્મી પૂજન માટેનો શ્રેષ્ઠ સમય 31 ઓક્ટોબરની સાંજે 06:25 થી 7:13 વચ્ચેનો છે. કુલ મળીને 48 મિનિટનું આ મુહૂર્ત સર્વશ્રેષ્ઠ રહેશે.

દિવાળી લક્ષ્મી પૂજા વિધિ

  • દિવાળીના શુભ દિવસે માતા લક્ષ્મી, ભગવાન ગણેશ અને માતા સરસ્વતીની પૂજા થાય છે.
  • દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન પહેલા ઘરની સાફસફાઈ સારી રીતે કરવી જોઈએ.
  • ધનના દેવ કુબેરની પણ આ દિવસે પૂજા કરવામાં આવે છે.
  • દેવી લક્ષ્મીની પૂજા કરવા માટે બાજોઠ લો. તેની ઉપર લાલ કપડું પાથરો. તેના પર માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો.
  • બાજોઠ પાસે પાણી ભરેલો કળશ પણ રાખો.
  • માતા લક્ષ્મી અને ભગવાન ગણેશને તિલક લગાવો અને ઘીનો દીવો પ્રગટાવો.
  • ભોગ સ્વરુપે તેમની સામે ફળો, ખીર અને મીઠાઈઓ મુકો.
  • માતા લક્ષ્મી, ભગવાન ગણેશ, માતા સરસ્વતી, માતા કાલી, કુબેર દેવતા અને ભગવાન વિષ્ણુની પૂજા કરો.
  • દેવી લક્ષ્મીના મંત્રોનો જાપ કરો.
  • દેવી લક્ષ્મીની સ્તુતિ કરો.
  • તિજોરી અને ખાતાવહીની પૂજા કરો.
  • દેવી લક્ષ્મીની આરતી કરો અને પૂજા પૂર્ણ કરો.
  • બધાની વચ્ચે પ્રસાદ વહેંચો અને જરૂરિયાતમંદોને કંઈક દાન કરો.

ડિસ્ક્લેમર– આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Web Title: Diwali 2024 date puja vidhi muhurat and timings ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×