scorecardresearch
Premium

Dhanteras 2024 : 29 કે 30 ઓક્ટોબર ક્યારે છે ધનતેરસ? જાણો ખરીદીનું શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Dhanteras 2024 Date : હિન્દુ ધર્મમાં ધનતેરસનું વિશેષ મહત્વ છે. આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ જી, ભગવાન ધન્વંતરિ અને કુબેર જી ની પૂજા કરવામાં આવે છે

dhanteras 2024, dhanteras
Dhanteras 2024 Date: હિન્દુ ધર્મમાં ધનતેરસનું વિશેષ મહત્વ છે

Dhanteras 2024 Date Time Lakshmi Puja Muhurat, ધનતેરસ 2024 તારીખ, લક્ષ્મી પૂજા મુહૂર્ત : હિન્દુ ધર્મમાં ધનતેરસનું વિશેષ મહત્વ છે. આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ જી, ભગવાન ધન્વંતરી અને કુબેર જી ની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ પંચાગ પ્રમાણે આ તહેવાર દર વર્ષે આસો વદ તેરસની તિથિ પર ઉજવવામાં આવે છે. જે આ વર્ષે 29 ઓક્ટોબરે ઉજવવામાં આવશે.

તમને જણાવી દઈએ કે આ દિવસે લોકો પોતાની ક્ષમતા અનુસાર સોનું, ચાંદી, વાસણ વગેરેની ખરીદી કરે છે. કારણ કે આ દિવસે સોનું અને કોઈપણ વાસણ ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ આ દિવસે ધન્વંતરિનો જન્મ થયો હતો. આ જ કારણ છે કે આ દિવસે ધન્વન્તરિ જયંતિ પણ ઉજવવામાં આવે છે. આવો જાણીએ ધનતેરસની તિથિ અને પૂજાનો સમય.

ધનતેરસ તારીખ 2024

  • ધનતેરસ તિથિ શરૂ: 29 ઓક્ટોબર, સવારે 10.32 વાગ્યાથી
  • ધનતેરસ તિથિ સમાપ્ત : 30 ઓક્ટોબર, બપોરે 1.16 વાગ્યા સુધી

ઉદય તિથિ અનુસાર, ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબર 2024ને મંગળવારના રોજ ઉજવવામાં આવશે.

ધનતેરસની ખરીદી માટે શુભ સમય

પ્રથમ ખરીદી મુહૂર્ત

વૈદિક પંચાગ મુજબ ધનતેરસના દિવસે ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે, આ યોગમાં ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગ સવારે 6.32 વાગ્યાથી શરૂ થઈને બીજા દિવસ સુધી સવારે 10.30 વાગ્યે રહેશે. આ યોગમાં ખરીદી કરવાથી વસ્તુઓમાં ત્રણ ગણો વધારો થાય છે.

આ પણ વાંચો –  ક્યારથી શરૂ થશે કારતક મહિનો, જાણો તિથિ, નિયમ અને દીપદાનનું મહત્વ

બીજું ખરીદી મુહૂર્ત

ધનતેરસના દિવસે અભિજીત મુહૂર્ત પણ બની રહ્યું છે અને આ યોગમાં ખરીદી કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે. આ મુહૂર્ત 29 ઓક્ટોબરે સવારે 11.42 વાગ્યાથી બપોરે 12.27 વાગ્યા સુધી રહેશે, આ દરમિયાન તમે ખરીદી કરી શકો છો.

ધનતેરસનું મહત્વ

શાસ્ત્રો અનુસાર ધનતેરસના દિવસે સમુદ્ર મંથન દરમિયાન અમૃત કળશ સાથે ભગવાન ધન્વંતરિ પ્રગટ થયા હતા. આ કારણે આ તિથિને ધનતેરસ કે ધનત્રયોદશી તિથિ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ આ દિવસે દેવી લક્ષ્મી, કુબેર, ધનના દેવ અને મૃત્યુના દેવ યમરાજની પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે સોનું, ચાંદી, વાસણ, સાવરણી વગેરે ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આ દિવસે ભગવાન ધન્વંતરિની પૂજા કરવાથી ધનની સંપત્તિ જીવનમાં જળવાઈ રહે છે. આ સાથે જ ઘરમાં ધન, યશ અને સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આરોગ્યની પ્રાપ્તિ થાય છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Web Title: Dhanteras 2024 date time muhurat puja vidhi and significance ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×