scorecardresearch
Premium

Dhanteras 2023 Upay : ધનતેરસે કરો આ ચમત્કારી ઉપાય, વર્ષ 2024માં માતાલક્ષ્મી ધન-ધાન્યના ભંડાર ભરશે, વેપાર-ધંધામાં સફળતા મળશે

Dhanteras 2023 Upay For Money And Succes : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનતેરસના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પાસેથી સુખ – સમૃદ્ધિ અને ધન-સંપત્તિનાના આશીર્વાદ મેળવી શકો છો

Dhanteras Diwali Upay | laxmi mata puja vidhi | gomti chakra upay | Dhanteras Lakshmi-Ganesh Puja Method
ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની વિધિ પૂર્વક પૂજાની સાથે અમુક ચમત્કારી ઉપાયથી સુખ – સમૃદ્ધિ અને ધન-સંપત્તિ પ્રાપ્ત કરી શકાય છે. (Photo- Freepik)

Dhanteras Diwali Upay : ધનતેરસથી પાંચ દિવસનો દિવાળી તહેવાર શરૂ થાય છે. હિન્દુ ધર્મમાં ધનતેરસનું વિશેષ મહત્વ છે. તેને ધનત્રયોદશી પણ કહેવાય છે. આ દિવસે દેવી લક્ષ્મી અને કુબેરજીની સાથે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાની પરંપરા છે. ઉપરાંત આ દિવસે સોનું, ચાંદી, કપડાં, વાસણો વગેરે ખરીદવાથી શુભ ફળ મળે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વસ્તુઓ ખરીદવાથી નફો 13 ગણી વૃદ્ધિ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે વિધિપૂર્વક પૂજા કરવાની સાથે કેટલાક ખાસ ઉપાય પણ કરી શકાય છે. આ ઉપાયો કરવાથી વ્યક્તિને માતા લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે અને આખા વર્ષ દરમિયાન આશીર્વાદ રહે છે. જાણો ધનતેરસ પર કયા શુભ ઉપાય કરવા જોઈએ.

ધનતેરસ પર કરો આ ઉપાય

ચોખાના (અક્ષત) ઉપાયો

ધનતેરસના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની યોગ્ય પૂજા માટે 21 ચોખા (અક્ષત) લો. આ ચોખા તૂટેલા ન હોય તેનું ધ્યાન રાખવું. હવે ચોખાને સ્વચ્છ લાલ કપડામાં બાંધીને પૂજા કરો અને તેને તમારી તિજોરી કે જ્યાં પૈસા – દાગીના રાખતા હોય તે સ્થાને મૂકી દો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી આર્થિક તંગીમાંથી રાહત મળે છે.

Diwali 2023 | Diwali 2023 upay | Diwali laxmi puja vidhi | diwali astro remedies | Diwali totke | Diwali Jyotish remedies | diwali mata laxmi puja shubh muhurat
દિવાળીમાં માતા લક્ષ્મીની પૂજાની સાથે અમુક જ્યોતિષ ઉપાય કરવાથી ધન-સંપત્તિ – સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. (Photo : ieGujarati)

દીપ પ્રગટાવો

ધનતેરસ પર રાત્રે 13 દીવા પ્રગટાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેના માટે 13 દીવા લો અને તેમાં ઘી વાળી દિવેટ ની સાથે એક-એક કોડી પણ નાંખો. હવે તેને તમારા ઘરના આંગણામાં રાખો. ત્યારબાદ અડધી રાત્રે 13 કોડી લઇ તેને ઘરના કોઈ ખૂણામાં દાટી દો. આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. આનાથી વ્યવસાયમાં પણ અપાર સફળતા પ્રાપ્ત થાય છે.

દેવી લક્ષ્મીને લવિંગ અર્પણ કરો (Laxmi Mata Puja Vidhi)

ધનતેરસના દિવસે ભગવાન કુબેરની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. પૂજા કરવાની સાથે સાથે દેવી લક્ષ્મીને બે લવિંગ અર્પણ કરો. આ ઉપાય દરરોજ કરો. આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

ગોમતી ચક્રનો ઉપાય (Gomti Chakra Upay)

ધનતેરસના દિવસે 5 ગોમતી ચક્ર લો અને તેના પર કેસર અને ચંદન વડે ‘શ્રી હ્રીમ શ્રી’ લખો. હવે દેવી લક્ષ્મીની વિધિવત પૂજા કરો. ત્યારબાદ જો તમે ઈચ્છો તો આ ગોમતી ચક્રને સ્વચ્છ લાલ કપડામાં બાંધીને ધનના સ્થાને પર રાખો.

આ પણ વાંચો | ધનતેરસ પર આ સમયે સાવરણી ખરીદો, દેવી લક્ષ્મીની કૃપાથી આખું વર્ષ નહીં રહે ધનની કમી

(Disclaimer : આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચી સાબિત કરવાનો નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.)

Web Title: Dhanteras 2023 upay laxmi mata puja gomti chakra clove remedies dhantrayodashi as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×