scorecardresearch
Premium

હોળી પર 100 વર્ષ બાદ ચંદ્રગ્રહણ : આ 3 રાશિનું ભાગ્ય ચમકશે, કરિયર અને બિઝનેસમાં થશે પ્રગતિ

Moon Eclipse On Holi 2024 Rashifal : હોળી 2024 પર 100 વર્ષ બાદ ચંદ્રગ્રહણ થઇ રહ્યું છે. આ ચંદ્રગ્રહણની અસર તમામ રાશિ પર જોવા મળશે. જો કે 3 રાશિ માટે આ ગ્રહણ ફાયદાયક રહેશે.

chandra grahan | chandra grahan holi 2024 | holi 2024 | chandra grahan rashifal | chandra grahan zodiac | moon eclipse 2024
Chandra Grahan On Holi 2024 Rashifal : હોળીના દિવસે 100 વર્ષ બાદ ચંદ્રગ્રહણ થયું રહ્યુ છે જેની તમામ રાશિ પર અસર થશે. (Photo – Freepik)

Chandra Grahan On Holi 2024 Rashifal : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્રગ્રહણ સમયાંતર થયા છે, જેની માનવ જીવન અને ધરતી પર અસર થાય છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે હોળી પર ચંદ્રગ્રહણનો પડછાયો રહેવાનો છે. કારણ કે આ વર્ષે હોળીનો તહેવાર 25 માર્ચે ઉજવવામાં આવશે અને આ દિવસે ચંદ્ર ગ્રહણ સવારે 10.23 વાગ્યાથી બપોરે 3.02 વાગ્યા સુધી રહેશે. આવી સ્થિતિમાં,

આ ચંદ્રગ્રહણની અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે. જો કે 3 રાશિ એવી છે જેમનું ભાગ્ય આ સમય દરમિયાન ચમકી શકે છે. વળી, આ રાશિઓની કોઈ પણ ઈચ્છા પૂરી થઈ શકે છે. આવો જાણીએ કઈ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ …

વૃષભ રાશિ (Taurus Zodiac)

હોળી પર ચંદ્રગ્રહણ વૃષભ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમયે તમારી આવકમાં વધારો થઈ શકે છે. તેમજ આવકના નવા સ્ત્રોત પણ ઊભા કરી શકાય છે. બીજી તરફ જો તમે શેરબજારમાં કે અન્ય કોઇ સ્કીમમાં નાણાં રોક્યા હોય તો તેમાં તમને જબરદસ્ત લાભ મળી શકે છે. સાથે જ કરિયર સાથે જોડાયેલા કોઈ સારા સમાચાર મળી શકે છે. તેમજ આ સમયે તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે. સાથે જ તમને માન-સન્માન અને પ્રતિષ્ઠા પણ મળશે.

મકર રાશિ (Makar Zodiac)

ચંદ્રગ્રહણ તમારા લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. આ સમયે તમને અચાનક ધનલાભ થઈ શકે છે. વળી, તમારી હિંમત અને પરાક્રમ પણ વધી શકે છે. સાથે જ તમારા વ્યક્તિત્વમાં પણ સુધારો જોવા મળશે. વળી, બિઝનેસ કરનારા લોકો માટે નફો કમાવવાનો સમય પણ મળશે અને ઘણા નવા સોદા મળી શકે છે. સાથે જ રોકાણ તમારા માટે ખૂબ જ સારા પરિણામ લઈને આવશે. કાર્યક્ષેત્રમાં તમારા કામને લઇ તમારી પ્રશંસા થઇ શકે છે. તેમજ વાહન કે પ્રોપર્ટી પણ ખરીદી શકો છો. વળી, આ સમયે તમારી વાણીમાં પણ તેની અસર જોવા મળશે, જે લોકોને પ્રભાવિત કરશે.

Capricorn zodiac, mkar rashi, astrology
મકર રાશિ – photo – freepik

આ પણ વાંચો | હોળી પર કન્યા અને ચંદ્રનો વિનાશકારી યોગ, ગ્રહણ દોષથી આ 3 રાશિએ સાચવવું, આર્થિક અને શારીરિક મુશ્કેલી પડશે

તુલા રાશિ (Tula Zodiac)

ચંદ્રગ્રહણ તુલા રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમે ભૌતિક સુખોનો આનંદ માણી શકો છો. તેમજ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો પણ અનેક નવા સોદા મેળવી શકશે. બિઝનેસમાં ભાગીદારી થવાથી તમને મોટો ફાયદો મળી શકે છે. સાથે જ તમારી ઈચ્છાઓ પૂરી થશે. વળી, આ સમયે તમે ધંધા – વેપાર અર્થે પ્રવાસ પણ કરી શકો છો, જે શુભ રહેશે. આ સમય દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. તેમજ જે કામો અટક્યા હતા તે પણ કરી શકાય છે.

Web Title: Chandra grahan on holi 2024 zodiac effects grahan rashifal jyotish tips moon eclipse 2024 as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×