scorecardresearch
Premium

Chandra Grahan 2024: ચંદ્રગ્રહણ ક્યારે છે, ભારતમાં દેખાશે કે નહીં? આ 4 રાશિના જાતકો માટે ગ્રહણ શુભ રહેશે

Chandra Grahan 2024 Date And Time In India: ચંદ્રગ્રહણ ધાર્મિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ખગોળિય ઘટના છે. 2024નું બીજું અને છેલ્લુ ચંદ્રગ્રહણ ટુંક સમયમાં થવાનું છે. ચંદ્રગ્રહણની તારીખ, સમય, ભારતમાં દેખાશે કે નહીં અને રાશિ પર શું થશે તેના વિગત ચાલો જાણીયે.

chandra grahan 2024 | ચંદ્રગ્રહણ 2024 | chandra grahan september 2024 date | ચંદ્રગ્રહણ સપ્ટેમ્બર 2024 તારીખ | chandra grahan date and time in India | chandra grahan | lunar eclipse 2024 date | chandra grahan 2024 rashifal | lunar eclipse 2024 horoscope | chandra grahan 2024 sutak kaal time | chandra grahan 2024 kab hai 2024 | sun eclipse 2024 date
Chandra Grahan 2024 Date and Time: ચંદ્રગ્રહણ હંમેશા પૂનમ તિથિ પર થાય છે. (Photo: Canva)

Chandra Grahan 2024 Date and Time: ચંદ્ર ગ્રહણ એક ખગોળિય ઘટનાની સાથે સાથે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ તેનું ધાર્મિક મહત્વ પણ છે. જ્યોતિષ શાસ્ત્રની વાત કરીએ તો ગ્રહણની અસર 12 રાશિઓના જીવન પર કોઇને કોઇ રીતે જરૂર પડે છે. તમને જણાવી દઈએ કે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થઇ ગયા છે. ચંદ્ર ગ્રહણ વિશે વાત કરી તો વર્ષ 2024નું પ્રથમ ગ્રહણ 25 માર્ચે થયું હતું. હવે ચાલુ વર્ષનું બીજુ અને છેલ્લું ચંદ્રગ્રહણ સપ્ટેમ્બરમાં જ થવા જઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષનું આ ચંદ્રગ્રહણ ખૂબ જ ખાસ હોઈ શકે છે. ચાલો જાણીયે વર્ષ 2024નું છેલ્લું ચંદ્રગ્રહણ કઇ તારીખે થશે, ભારતમાં દેખાશે કે નહીં અને કઈ રાશિ પર વધુ અસર થશે

વર્ષ 2024નું બીજું ચંદ્રગ્રહણ ક્યારે થશે? (Chandra Grahan 2024 Date)

સૌથી પહેલા આપણે એ જાણી લેવું જોઇએ કે, ચંદ્રગ્રહણ હંમેશા પૂનમ તિથિ પર થાય છે. આ વખત વર્ષ 2024નું બીજું અને છેલ્લુ ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બર બુધવારના રોજ થશે. આ તારીખે ભાદરવી પૂનમ છે.

ચંદ્ર ગ્રહણ 2024 સમય (Chandra Grahan 2024 In India)

વર્ષ 2024નું બીજું ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બર 2024 ના રોજ સવારે 6:11 વાગ્યે શરૂ થશે, જે સવારે 10:17 વાગ્યે સમાપ્ત થશે. આ ચંદ્રગ્રહણનો કુલ સમય 4 કલાક અને 6 મિનિટનો રહેશે.

ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે? (Chandra Grahan 2024 In India)

તમને જણાવી દઇયે કે, ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણ સવારે થવાનું છે. તેથી તે ભારતમાં જોવા નહીં મળે. જ્યારે ચંદ્રગ્રહણ શરૂ થશે ત્યારે ભારતમાં ચંદ્ર અસ્ત થઇ ચૂક્યો હશે. જો કે, ચંદ્રગ્રહણનો સૂતક કાળ શરૂ થવાના સમયે ઉત્તર પશ્ચિમ ભારત અને ઉત્તર દક્ષિણ શહેરોમાં ચંદ્ર અસ્ત થઇ રહ્યો હશે. આથી થોડાક સમય માટે આ શહેરોમાં ચંદ્ર પ્રકાશ ઓછો થઇ શકે છે.

ચંદ્રગ્રહણ 2024 સૂતક કાળ (Chandra Grahan 2024 Sutak Kaal)

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્રગ્રહણનો સૂતક કાળ ગ્રહણ શરૂ થવાના લગભગ 9 કલાક પહેલા શરૂ થઈ જાય છે. પરંતુ ભારતમાં ચંદ્રગ્રહણ દેખાવાનો નથી. તેથી, ભારતમાં સુતક કાળ પાળવાનો રહેશે નહીં.

2024નું બીજું ચંદ્રગ્રહણ દુનિયાના ક્યા દેશોમાં દેખાશે (Chandra Grahan 2024)

2024નું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. પરંતુ તે યુરોપ, એશિયા, આફ્રિકા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, પેસિફિક, એટલાન્ટિક, હિંદ મહાસાગર, આર્કટિક અને એન્ટાર્કટિકા વગેરે સ્થળોએ જોઇ શકાય છે.

ચંદ્રગ્રહણ 2024 રાશિફળ (Chandra Grahan 2024 Horoscope)

તમને જણાવી દઇયે કે, ચંદ્ર ગ્રહણ દરમિયાન ચંદ્ર મેષ રાશિમાં બિરાજમાન રહેશે. આવી સ્થિતિમાં અમુક રાશિના જાતકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમને જણાવી દઈએ કે વર્ષના છેલ્લા ચંદ્રગ્રહણની નકારાત્મક અસરો મેષ, મિથુન, કર્ક, કન્યા, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિના લોકોના જીવનમાં પડવાની છે. સાથે જ વૃષભ, સિંહ, ધનુરાશિ અને મકર રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ શુભ સાબિત થઈ શકે છે.

2024નું બીજું સૂર્યગ્રહણ ક્યારે થશે? (Surya Grahan 2024 Date)

તમને જણાવી દઈએ કે વર્ષ 2024નું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ આગામી 2 ઓક્ટોબર 2024ના રોજ થવા જઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ રાતના સમયે થવાનું છે, આથી તે ભારતમાં જોવા નહીં મળે.

આ પણ વાંચો | ગણેશ ચતુર્થી 2024 : ભગવાન ગણેશની મૂર્તિ ખરીદતી વખતે આ વાત ખાસ ધ્યાન રાખો, જાણો

(Disclaimer- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

Web Title: Chandra grahan 2024 date and time in india sutak kaal time lunar eclipse 2024 horoscope as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×