Dream Interpretation : સમાન્ય રીતે દરેક માણસ સપના જોવે છે. સાથે જ કેટલાક સપના જોઇને તેને સુખદ અહેસાસ થાય છે તો કેટલાક સપના જોઈને તે ડરી જાય છે. 22 માર્ચથી ચૈત્ર નવરાત્રી શરુ થઈ ગઈ છે. એટલા માટે આપણા બધાના મનમાં દેવી-દેવતાઓની કેટલીક છાપ વસેલી છે. સપનામાં પણ આપણે આ છવીને જોતા હોઇએ છીએ. એટલા માટે અમે તમને જણાવવા માંગીએ છીએ કે તમારા સપનામાં વાઘ, હાથી અથવા દુર્ગા માતા સ્વંય જોવા મળે તો આ સમનાનો શું મતલબ હોય છે.
સપનામાં માતા દુર્ગા દેખાવવા
સપનામાં દુર્ગા માતાના દર્શન થવા શુભ ફળદાયી માનવામાં આવે છે. આ એ બાબતનો સંકેત છે કે તમારા જીવનમાં દરેક પ્રકારના કષ્ટ દૂર થવાના છે. પરંતુ અહીં એ ધ્યાન રાખવાની જરૂરી છે. માતા દુર્ગાના કોઈ મુદ્રાના દર્શન કર્યા છે.
સપનામાં વાઘ જોવા મળવો
સ્વપ્નશાસ્ત્ર અનુસાર નવરાત્રી દરમિયાન સપનામાં તમને વાઘ દેખાય તો એક શુભ સંકેત છે. આનો મતલબ છે કે તમને ધનલાભ થવાની શક્યતા છે. કોઈ પણ શુભ માહિતી મળી શકે છે. માતા દુર્ગાના આશીર્વાદથી તમે શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરી શકો છો.
સપનામાં સુહાગનો સામાનો દેખાવો
નવરાત્રીમાં જો કોઈ વ્યક્તિના સપનામાં સુહાનો સામાન દેખાય તો તે ખુબ જ શુભ સંકેત છે. સાથે જ જો વ્યક્તિ અવિવાહિત છે તો તેનો સંબંધ પાક્કો થઇ શકે છે. તેનું લગ્ન જીવન સુખદ હોઇ શકે છે.
સપનામાં હાથી દેખાવો
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો તમને સપનામાં હાથી દેખાય તો તે ખુબ જ શુભ સંકેત છે. આનો મતલબ છે કે માતા દુર્ગા પોતાના ઘર આગમન થનારું છે. સાથે જ તમારું જરૂરી કામ બની શકે છે. ઇચ્છાઓની પૂર્તિ થઇ શકે છે. કોઇ મનોરથ સિદ્ધ થઇ શકે છે.
લાલ વસ્ત્ર ધારણ દુર્ગા માતાના દર્શન
જો તમે સપનામાં માતા દુર્ગાને લાલ વસ્ત્રમાં મલકાતી મુદ્દા દેખાવી અત્યંત શુભ માનવામાં આવે છે. આનો મતલબ છે માતા દુર્ગાના આશીર્વાદથી તમારા માન સમ્માનમાં વૃદ્ધિ થઈ શકે છે. સાથે જ ધનલાભ થઇ શકે છે.