chaitra Navratri day 1: ચૈત્ર નવરાત્રી માતા દુર્ગાની ઉપાસનાનો તહેવાર છે. ચૈત્ર નવરાત્રીના નવ દિવસોમાં ભક્તો માતાને પ્રસંન્ન કરવા માટે માતાની આરાધના કરે છે. હિન્દુ ધર્મમાં આ નવ દિવસોનું વિશેષ મહત્વ હોય છે. માન્યતા એ છે કે જો સંપૂર્ણ વિધિ-વિધાન સાથે ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે ઘટસ્થાપન અને માતાની પૂજા અર્ચના કરીએ તો માતા દુર્ગાની વિશેષ કૃપા ચોક્કસ મળે છે.
એવું પણ માનવામાં આવે છે કે દેવી દુર્ગાએ રાક્ષસોના અલગ અલગ રૂપોમાં વધ કર્યો હતો. તો નવરાત્રીમાં માતા દુર્ગાના આ નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આવામાં ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા – આરાધના કરવામાં આવે છે. તો ચાલો જાઈએ કે નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા વિધિ અને કયો ભોગ લગાવવીને પ્રસન્ન કરવામાં આવે છે.
આવી રીતે કરો માતા શૈલપુત્રીની પૂજા
ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે સૂર્યોદયથી પહેલા ઉઠીને સ્નાના કર્યા બાદ ચોખ્ખા કપડા પહેરીને તૈયાર થઈ જાઓ. હવે ઘરના મંદિરની સારી રીતે સાફસફાઈ કરી લો. ચોકી પર લાલ કપડું પાથરી માતા દુર્ગાની તસવીર સ્થાપિત કરો. ત્યારબાદ કળશ સ્થાપના કરો અને માતા શૈલપુત્રીનું ધ્યાન કરો. હવે માતા દુર્ગા કંકુ ચોખા લગાવો અને માતાને સફેદ ફૂલ ચઢાવો. આ સાથે જ માતાને વસ્ત્ર અર્પણ કરો.
હવે માતા દુર્ગાનું ધ્યાન કરીને દેશી ઘીનો દિવો પ્રગટાવો અને અગરબત્તી સળગાવો અને માતાની આરતી ઉતારો. આ ઉપરાંત શૈલપુત્રી માતાની કથા, દુર્ગા ચાલીસા, દુર્ગા સ્તુતિ અથવા દુર્ગા સપ્તશતીના પાઠ કરો. આવી રીતે સાંજના સમયે પણ માતાની આરતી કરો અને તેમનું ધ્યાન ધરો.
માતા શૈલપુત્રીની પ્રાર્થના- મંત્ર
वन्दे वांछितलाभाय चन्द्रार्धकृतशेखरम्।
वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्।।
માતા શૈલપુત્રીનો મંત્ર
-ॐ देवी शैलपुत्र्यै नमः॥
-वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्।
वृषारुढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्॥
માતા શૈલપુત્રીની આરતી
शैलपुत्री मां बैल पर सवार।
करें देवता जय जयकार।
शिव शंकर की प्रिय भवानी।
तेरी महिमा किसी ने ना जानी।।
पार्वती तू उमा कहलावे।
जो तुझे सिमरे सो सुख पावे।
ऋद्धि-सिद्धि परवान करे तू।
दया करे धनवान करे तू।।
सोमवार को शिव संग प्यारी।
आरती तेरी जिसने उतारी।
उसकी सगरी आस पुजा दो।
सगरे दुख तकलीफ मिला दो।।
घी का सुंदर दीप जला के।
गोला गरी का भोग लगा के।
श्रद्धा भाव से मंत्र गाएं।
प्रेम सहित फिर शीश झुकाएं।
जय गिरिराज किशोरी अंबे।
शिव मुख चंद्र चकोरी अंबे।।
मनोकामना पूर्ण कर दो।
भक्त सदा सुख संपत्ति भर दो।
ઉલ્લેખનીય છે કે માતા દુર્ગાના પહેલા સ્વરૂપને માતા શૈલીને સૌભાગ્ય અને શાંતિની દેવી માનવામાં આવે છે. માતા શૈલીની પૂજા કરવાથી માણસને સુખની પ્રાપ્તિ થાય છે. સાથે જ વ્યક્તિની કીર્તિ, યશ અને ધનની પ્રાપ્તિ થાય છે.
માતા શૈલપુત્રીને કયો ભોગ લગાવશો?
માતા શૈલપુત્રીને સફેદ વસ્તુઓ સૌથી વધારે પ્રિય છે. આ કારણે જ માતાની પૂજા સફેદ ફૂલોથી કરવામાં આવે છે. તેમને સફેદ રંગના વસ્ત્રો જ અર્પણ કરવામાં આવે છે. જ્યારે ભોગની વાત કરીએ તો માતા શૈલપુત્રીને સફેદ રંગની દૂધથી બનેલી મીઠાઈઓનો ભોગ લગાવવો જોઈએ.