Budhaditya Raj Yog In Horoscope: વૈદિક જ્યોતિષ અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે અન્ય ગ્રહની સાથે યુતિ બનાવે છે. જેની સીધી અસર માનવ જીવન અને દેશ દુનિયા ઉપર જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે સૂર્યગ્રહ 17 ઓક્ટોબરે તુલા રાશિમાં પ્રવેશ કરશે. સાથે 26 ઓક્ટોબરે બુધ ગ્રહ તુલા રાશિમાં પ્રવેશ કરશે. એટલે સૂર્ય અને બુધની યુતિથી પાવરફૂલ બુદ્ધાદિત્ય યોગ બનશે. જેની અસર દરેક રાશિઓ ઉપર પડશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેમને આ દરમિયાન સારો ધનલાભ અને વેપારમાં સફળતા મળી શકે છે. તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે બુદ્ધાદિત્ય રાજયોગ બનવો લાભદાયી સાબિત થશે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડલીના બીજા ભાવમાં બનવા જઈ રહ્યો છે. જેને ધન અને વાણીનો લાભ માનવામાં આવે છે. એટલા માટે આ સમયે તમને આકસ્મિક ધનલાભનો યોગ બનેલો છે. સાથે જ આ સમયે વેપારમાં નવી ડીલ ફાઈનલ થવાથી સારો નફો થઈ શકે છે. જે લોકોનું કરિયર વાણી સાથે જોડાયેલું છે જેવા કે શિક્ષક, માર્કેટિંગ વર્કર, મીડિયા વગેરે.. આ લોકો માટે આ સમય શાનદાર સાબિત થઈ શકે છે. તમે આ દરમિયાન એક પન્ના રત્ન ધારણ કરી શકો છો. જે તમારા માટે એક લકી સ્ટોન સાબિત થઈ શકે છે.
આ પણ વાંચોઃ- Dhanteras 2022: ક્યારે છે ધનતેરસ? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્ત્વ
ધન રાશિ
બુદ્ધાદિત્ય રાજયોગ બનવાથી આ રાશિના લોકોના સારા દિવસો શરૂ થઈ શકે છે. કારણે આ યોગ તમારી ગોચર કુંડલીમાં 11માં સ્થાનમાં બનવા જઈ રહ્યો છે. જેને આવક અને લાભનું સ્થાન માનવામાં આવે છે. એટલા માટે આ સમયે તમારી આવકમાં જબદસ્ત વધારો થઈ શકે છે. વેપારનો વિસ્તાર થઈ શકે છે. જો તમે રાજનીતિમાં સક્રિય છો તો આ દરમિયાન કોઈ પદ મળી શકે છે. મતલબ તમારા માન-સમ્માનમાં વૃદ્ધિ થઈ શકે છે. વેપારમાં નવા ઓર્ડર આવવાથી સારો નફો થઈ શકે છે. આ રાશિના જાતકો આ દરમિયાન એક ફિરોજા રત્ન ધારણ કરી શકો છો. જે તમારા માટે ભાગ્યરત્ન સાબિત થઈ શકે છે.
આ પણ વાંચોઃ- હસ્તરેખા શાસ્ત્ર : હથેળીમાં સૂર્ય પર્વત બળવાન હોય તો સરકારી નોકરી મળે, વ્યક્તિ રાજા જેવું જીવન જીવે
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોને બુદ્ધાદિત્ય રાજયોગ બનવાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. કારણે આ યોગ તમારી ગોચર કુંડલીના નવમાં સ્થાને બનવા જઈ રહ્યો છે. જેનાથી ભાગ્ય અને વિદેશ યાત્રાનો યોગ બને છે. આ દરમિયાન તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળે છે. આ દરમિયાન તમે વેપાર સંબંધી યાત્રા પણ કરી શકો છો. જે ભવિષ્યમાં લાભદાયી સાબિત થઈ શકે છે.
 
						 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													