scorecardresearch
Premium

Ayodhya Ram Mandir Highlights: રામ જન્મભૂમિ પહોંચ્યા સીએમ યોગી, જાણકારી લીધી

Ram Mandir Ayodhya Live Updates: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. રામલલા મૂર્તિને લાંબા સમય સુધી અનાજ, ફળો અને સુગંધિત પાણીમાં રાખવામાં આવી હતી. જે બાદ રિવાજ મુજબ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

Ram mandir | Ram Temple opening | Ayodhya news
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા – express photo

Ram Mandir ‘Pran Pratishtha’ Highlights: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. આ દરમિયાન રામલલાની પ્રથમ ઝલક જોવા મળી છે. ગર્ભગૃહમાં ભગવાન રામ રાજ્યાભિષેક થયા છે. બુધવારે રામલલાની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી. સૌ પ્રથમ રામલલા મૂર્તિને લાંબા સમય સુધી અનાજ, ફળો અને સુગંધિત પાણીમાં રાખવામાં આવી હતી. જે બાદ રિવાજ મુજબ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આજે સવારે અરણિમંથનથી અગ્નિ દેખાશે. અરણી મંથન પહેલા ગણપતિ સહિત સ્થાપિત દેવતાઓની પૂજા, બધા દ્વારપાલો દ્વારા. શાખાઓમાં વેદ વાંચન, દેવ પ્રબોધન, ઔષધિવાસ, કેસરાધિવાસ, ઘૃતધિવાસ, કુંડપૂજન, પંચભુ સંસ્કાર હશે.

Live Updates
16:41 (IST) 19 Jan 2024
હરિયાણામાં રામ મંદિર કાર્યક્રમના દિવસે અડધા દિવસ રજા

હરિયાણા સરકારે પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને ધ્યાનમાં રાખી 22 જાન્યુઆરી, 2024 સોમવારના રોજ રાજ્યના તમામ સરકારી ઓફિસો અને શિક્ષણ સંસ્થાઓમાં અડધા દિવસે રજાની ઘોષણા કરી છે.

11:49 (IST) 19 Jan 2024
Ram Mandir Live : મહાકાલેશ્વર પ્રબંધ સમિતિએ મોકલ્યા 5 લાખ લડ્ડુ

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ઉજ્જૈનથી મહાકાલેશ્વર પ્રબંધ સમિતિ દ્વારા 5 લાખ લડ્ડુો પ્રસાદ અયોધ્યા મોકલવામં આવ્યો છે.

11:46 (IST) 19 Jan 2024
Ram Mandir Live : કર્ણાટકના પૂર્વ સીએમ બોમ્મઈએ રજૂ કર્યું રામ ભજન

કર્ણાટકના પૂર્વ મુખ્મયંત્રી બસવરાજ બોમ્મઈએ 22 જાન્યુઆરીએ થનારા અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા બેંગલુરુમાં એક રામ ભજન રજૂ કર્યું છે.

11:43 (IST) 19 Jan 2024
Ram Mandir Live : અલીગઢમાં 22 જાન્યુઆરીએ દારુ અને માંસની દુકાનો બંધ

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર અલિગઢના ડીએમ ઇન્દ્ર વિક્રમ સિંહે કહ્યું કે અમે 22 જાન્યુઆરી માટે પહેલાથી જ દારૂબંધીનો આદેશ કરી દીધો છે. આ પવિત્ર અવસર પર રાજકીય રજા જાહેર કરી દીધી છે. માંસની દુકાનોને પણ બંધ કરાવી દીધી હતી. જેથી કરીને પવિત્ર માહોલમાં પૂજા કરી શકાય.

11:39 (IST) 19 Jan 2024
Ayodhya Ram Mandir Live Updates : પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મળી રામલલાની એક ઝલક, ગર્ભગૃહમાં બિરાજ્યા રઘુનંદન રામ

Ram Mandir Ayodhya Live Updates: રામલલાની પ્રથમ ઝલક જોવા મળી છે. ભગવાન રામ ગર્ભગૃહમાં બિરાજમાન છે. બધા ભક્તો તે અદ્ભુત ચિત્ર જોઈને રોમાંચિત છે અને 22મી જાન્યુઆરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. વધુ વાંચો

Web Title: Ayodhya ram mandir live updates ram lala pran pratishtha today latest news in gujarati ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×