scorecardresearch
Premium

Amarnath Yatra Travel Tips : અમરનાથ યાત્રા કેવી રીતે કરાય? રજિસ્ટ્રેશન ક્યાં કરાવવું? રહેવું ક્યાં? ખર્ચ કેટલો? તમામ માહિતી

amarnath yatra travel tips : અમરનાથ યાત્રા ટ્રાવેલ ગાઈડ (amarnath yatra travel guide) – અમરનાથ યાત્રા કરવી હોય તો કેવી રીતે પહોંચી શકાય (amarnath yatra route)? શું ધ્યાન રાખવું જરૂરી? કેટલો ખર્ચ થાય (amarnath yatra Cost)? રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવું (amarnath yatra registration)? જોઈએ તમામ માહિતી.

amarnath yatra travel tips
અમરનાથ યાત્રા ટિપ્સ (ફોટો ક્રેડિટ – અમરનાથજી સાઈન બોર્ડ ઓફિસિયલ વેબસાઈટ)

Amarnath Yatra Travel Tips : અમરનાથ યાત્રા એ ભગવાન શિવને સમર્પિત ભારતના સૌથી લોકપ્રિય તીર્થધામોમાંનું એક છે. આ યાત્રા તમને દરિયાની સપાટીથી 3,888 મીટરની ઊંચાઈએ હિમાલયમાં આવેલી અમરનાથ ગુફામાં લઈ જાય છે. ગુફામાં બરફનું શિવલિંગ બિરાજમાન છે. બરફથી ચમત્કારિક રીતે બનેલા આ શિવલિંગને બાબા બર્ફાની પણ કહેવામાં આવે છે. દર વર્ષે ભગવાન શિવનું લિંગ કુદરતી રીતે જ બને છે.

અમરનાથ બાબા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં બિરાજમાન છે. અમરનાથ યાત્રા બે બેઝ કેમ્પથી શરૂ થાય છે. એક બાલતાલ અને બીજું પહેલગામ – બંને શ્રીનગરથી નજીક અનંતનાગ જિલ્લામાં આવેલા છે. આજે અમે તમને અમરનાથ યાત્રા કેવી રીતે કરી શકાય તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપીશું.

અમરનાથ યાત્રા માટે કેવી રીતે પહોંચવું?

નજીકનું ઓરપોર્ટ

અમરનાથનું સૌથી નજીકનું એરપોર્ટ શ્રીનગર એરપોર્ટ છે. જોકે પ્રવાસ પહેલગામથી શરૂ થાય છે. એરપોર્ટથી પહેલગામ પહોંચવા માટે બસમાં 2 કલાકનો સમય લાગે છે. પહેલગામનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન જમ્મુ તાવી રેલ્વે સ્ટેશન છે. કાશ્મીરને ધરતી પર સ્વર્ગ તરીકે ઓળખવામાં આવે છે.

શ્રીનગર રાજ્યની ઉનાળાની રાજધાની હોવાને કારણે, હવાઈ અને રોડ રસ્તાથી સારી રીતે જોડાયેલ છે. દિલ્હી અને જમ્મુથી શ્રીનગર માટે તમને ફ્લાઈટ્સ ઉપલબ્ધ છે. આ સિવાય ચંદીગઢ અને લેહથીપણ પ્રવાસીઓ પણ ફ્લાઈટ દ્વારા શ્રીનગર પહોંચી શકે છે. શ્રીનગર એરપોર્ટ પહેલગામથી 70 કિમીના અંતરે છે. તમે સરકારી બસ દ્વારા પણ શ્રીનગરથી પહેલગામ જઈ શકો છો, આ સિવાય તમે બાલતાલથી યાત્રા કરો છો તો શ્રીનગરથી બસ મારફતે તમે ત્યાં જઈ શકો છો, અથવા કેબ દ્વારા જઈ શકો છો.

નજીકનું રેલવે સ્ટેશન

અમરનાથ જવા માટે કોઈ સીધી ટ્રેન નથી. અમરનાથથી 178 કિમીના અંતરે સૌથી નજીકનું સ્ટેશન જમ્મુ છે. બાલતાલ અથવા પહેલગામ જવા માટે જમ્મુથી કેબ ભાડે લઈ શકો છો. બાલતાલથી, અમરનાથ પહોંચવા માટે 1-2 દિવસનો ટ્રેક (15 કિમી) છે. જો કે, પહેલગામ રૂટ પ્રમાણમાં લાંબો છે અને લગભગ 3-5 દિવસ (36-48 કિમી)નો સમય લે છે.

સડક માર્ગથી યાત્રા

અમરનાથ ગુફા આ શહેરનું સૌથી મહત્વપૂર્ણ આકર્ષણ છે. ત્યાં પહોંચવાના બે રસ્તા છે, કાં તો શ્રીનગરથી હેલિકોપ્ટર લો અને ગુફાથી 2 કિમી દૂર પંજતર પાસે હેલિપેડ પર ઉતરો. બાલતાલ સુધી કાર અથવા બસ દ્વારા મુસાફરી કરો. બાલતાલથી ગુફાની યાત્રા 13.5 કિમી છે. ગુફા સુધી પગપાળા જ પહોંચી શકાય છે. આ ઉપરાંત, સૌથી લોકપ્રિય રસ્તો પહેલગામથી ટ્રેક કરવાનો છે, જેમાં 3-5 દિવસનો સમય લાગે છે. હેલિકોપ્ટર પેકેજની રેન્જ રૂ. 15000થી 50,000 સુધીની છે, જેમાં શ્રીનગરમાં રોકાણ અને રેલવે સ્ટેશન ડ્રોપ સર્વિસનો પણ સમાવેશ થાય છે.

રજિસ્ટ્રેશન (અમરનાથ યાત્રા રજીસ્ટ્રેશન)

તમારે શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB) ની અધિકૃત વેબસાઈટ પર જઈને અથવા વિવિધ રાજ્યોમાં સ્થાપિત રજીસ્ટ્રેશન કાઉન્ટર્સની મુલાકાત લઈને યાત્રા માટે તમારી જાતનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. અમરનાથજી શ્રાઈન બોર્ડની સત્તાવાર વેબસાઈટ છે – https://jksasb.nic.in/

મેડિકલ ચેક-અપ

અમરનાથ યાત્રા શરૂ કરતા પહેલા, તમારે ખાતરી કરવી જોઈએ કે, તમે યાત્રા કરવા માટે શારીરિક રીતે ફિટ છો. આ માટે તમારે મેડિકલ ચેક-અપમાંથી પસાર થવું પડશે.

ક્યાં રહેવું?

અમરનાથ યાત્રા પર જાઓ તો તમે તંબુ, ગેસ્ટહાઉસ અને ધર્મશાળાઓ સહિત વિવિધ રોકાણ વિકલ્પો બેઝ કેમ્પ પર અને યાત્રાના રૂટમાં વિવિધ સ્થળોએ ઉપલબ્ધ છે. તમે તમારા બજેટ અને જરૂરિયાતો મુજબ શ્રેષ્ઠ વિકસ્પ પસંદ કરી શકો છો.

કેવી રીતે મુસાફરી કરવી?

તમારી સગવડના આધારે, તમે રોડ, પ્લેન કે ટ્રેન દ્વારા બેઝ કેમ્પ સુધી પહોંચી શકો છો. બેઝ કેમ્પથી, તમે ગુફા સુધી પહોંચવા માટે એક ટટ્ટુ અથવા પાલકી પણ ભાડે લઈ શકો છો, અથવા હેલિકોપ્ટરથી મુસાફરી કરી શકો છો, જે ગુફાથી 2 કિમી દૂર હેલિપેડ પર તમને ઉતારશે.

અમરનાથ યાત્રા ક્યારે શરૂ થશે?

યાત્રા સામાન્ય રીતે જૂન મહિનામાં શરૂ થાય છે પરંતુ, આ વખતે તે 1લી જુલાઈથી શરૂ થઈ શકે છે અને 31મી ઓગસ્ટે સમાપ્ત થશે.

અમરનાથ યાત્રા સમયે જરૂરી સામાન

પ્રવાસ દરમિયાન ઊંચાઈએ ટ્રેકિંગ કરવું પડે છે. ત્યાં ખૂબ જ ઠંડી હોય છે. તેથી ગરમ કપડાં સાથે લઈ જવા, આરામદાયક પગરખાં-બુટ-ચપ્પલ અને પ્રાથમિક સારવાર કીટ સહિત જરૂરી સામગ્ર સાથે રાખવી મહત્વપૂર્ણ છે. જો તમે ટ્રેક પર જઈ રહ્યા હોવ તો તમારા શૂઝની પસંદગીનું ખાસ ધ્યાન રાખો.

આ પણ વાંચોChar Dham yatra : ચારધામ યાત્રાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો પહેલા આ ફટાફટ વાંચો નહીં તો પસ્તાશો!

અમરનાથ યાત્રા દિશાનિર્દેશ

મુસાફરી કરતી વખતે, અમુક દિશાનિર્દેશોનું પાલન કરવું મહત્વપૂર્ણ છે, જેમ કે માન્ય આઈડી પ્રૂફ સાથે રાખવું, કોઈપણ પ્લાસ્ટિકની થેલી સાથે ન રાખવી અને મુસાફરીના માર્ગ પર પોલિથીન બેગનો ઉપયોગ ન કરવો, કચરો, ગંદકી ન કરવી.

કેટલો ખર્ચ થાય?

અમરનાથ યાત્રા પર જવાના ખર્ચની વાત કરીએ તો અમે તમને જમ્મુથી રીટર્ન જમ્મુનો ખર્ચ જણાવીશું કારણ કે, તમે તમારા શહેરથી જમ્મુ સુધી સુધી પહોંચવાનો ખર્ચ તેમાં એડ કરી શકો છો. આ ખર્ચ પર પર્સન જણાવવામાં આવ્યો છે. જો તમે હેલિકોપ્ટર કે અન્ય વધારાની સુવિધાનો લાભ લો છો તો તે ખર્ચ આમાં એડ કરી શકો છો. તમને જણાવી દઈએ કે, આ બેસ કેમ્પમાં રહેવાનો અને શેરીંગ બસ કે ટેક્સીનો જણાવવામાં આવી રહ્યો છે.

પહેલગામ રૂટથી જવાનો ખર્ચ

જમ્મુથી પહેલગામ રૂટથી અમરનાથ જઈ રીટર્ન જમ્મુનો ટ્રાવેલીંગ ખર્ચ અંદાજીત (6 દિવસ) – 5000 હજાર રૂપિયા

રહેવા – જમવાનો ખર્ચ (6 દિવસ) – 3000 હજાર રૂપિયા

બાલટાલ રૂટથી જવાનો ખર્ચ

જમ્મુ થી બાલટાલ રૂટથી અમરનાથ જઈ રિટર્ન જમ્મુનો ટ્રાવેલીંગ ખર્ચ અંદાજીત (ચાર દિવસ) – 4000 રૂપિયા

રહેવા – જમવાનો ખર્ચ અંદાજીત (4 દિવસ) – 2000 હજાર રૂપિયા

Web Title: Amarnath yatra travel tips how much does it cost how to registration all information

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×