scorecardresearch
Premium

Amarnath Yatra 2024: અમરનાથ યાત્રા પર જતા હોવ તો યાદ રાખો આ બાબતો, નહીં પડે યાત્રામાં મુશ્કેલી

Amarnath Yatra 2024 : અમરનાથ યાત્રા માટે એટલે કે બાબા બર્ફાનીની ગુફા એક પહાડી અને દુર્ગમ સ્થાન પર સ્થિત છે, જ્યાં દેશના કોઈ ભાગથી પહોંચવા માટે સીધો રસ્તો નથી. જેથી ભારે વરસાદ, ઠંડી સહિતની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

Amarnath Yatra 2024 Tips
અમરનાથ યાત્રા 2024 ટિપ્સ

Amarnath Yatra 2024 : હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર સ્થળોમાંથી એક બાબા બર્ફાની એટલે કે અમરનાથ ની ગુફા માનવામાં આવે છે. 29 જૂન થી અમરનાથની યાત્રા શરૂ કરવામાં આવી છે. પ્રાકૃતિક જાતે જ બરફથી બનતું શિવલીંગ સ્વયંભૂ હિમાની શિવલીંગ પમ કહેવામા આવે છે. આ યાત્રા સૌથી મુશ્કેલી ભરી માનવામા આવે છે. દર વર્ષે લાખો લોકો આ યાત્રા કરે છે. આ વખતે ગરમીના કારણે શિવલીંગ નો બરફ સમય કરતા વહેલો પીંગળી રહ્યો હોવાના સમાચારથી ભક્તો ચિતિંત છે. આમતો પૂરો શ્રાવણ મહિનો ભક્તો ભોલેનાથના દર્શન માટે અમરનાથની યાત્રા કરતા હોય છે, આ યાત્રાનું સમાપન રક્ષાબંધને થાય છે.

તમને જણાવી દઈએ કે, ભારે વરસાદને કારણે 7 જુલાઈએ થોડા દિવસ માટે અમરનાથ યાત્રા થોડા સમય માટે સ્થગિત પણ કરવામાં આવી હતી. આ યાત્રા કઠિન હોવાના કારણે તીર્થયાત્રીઓએ આરોગ્ય તપાસ પણ કરાવવી પડે છે, ત્યારબાદ જ યાત્રાની મંજૂરી મળે છે. તો પણ અમરનાથ યાત્રા પર જતા પહેલા તમારે આ પાંચ બાબતો ખાસ ધ્યાન રાખવી જરૂરી છે.

કેવી રીતે પહોંચાય

પહેલા એ જોઈએ કે અમરનાથ યાત્રા માટે કેવી રીતે પહોંચાય. અમરનાથ ગુફા એક પહાડી અને દુર્ગમ સ્થાન પર સ્થિત છે, જ્યાં દેશના કોઈ ભાગથી પહોંચવા માટે સીધો રસ્તો નથી. આવી સ્થિતિમાં પહેલા જમ્મુ પહોંચવું પડે, તમે ટ્રેન અને બસ દ્વારા જમ્મુ પહોંચી શકો છો. જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોવ તો, તમે ઉધમપુર રેલવે સ્ટેશન પણ પહોંચી શકો છો. આગળ રોડ માર્ગે શ્રીનગર પહોંચવું પડે. અથવા શ્રીનગર અને જમ્મુ એરપોર્ટ ફ્લાઇટ દ્વારા પણ પહોંચી શકાય છે. હવે આગળની યાત્રા પહેલગામ અથવા બાલતાલથી શરૂ થાય છે. શ્રીનગરથી પહેલગામ 92 કિમી દૂર છે, જ્યારે બાલતાલ 93 કિમી દૂર આવેલું છે.

રજિસ્ટ્રેશન (અમરનાથ યાત્રા રજીસ્ટ્રેશન)

તમારે શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB) ની અધિકૃત વેબસાઈટ પર જઈને અથવા વિવિધ રાજ્યોમાં સ્થાપિત રજીસ્ટ્રેશન કાઉન્ટર્સની મુલાકાત લઈને યાત્રા માટે તમારી જાતનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. અમરનાથજી શ્રાઈન બોર્ડની સત્તાવાર વેબસાઈટ છે – https://jksasb.nic.in/

ક્યાં રહેવું?

અમરનાથ યાત્રા પર જાઓ તો તમે તંબુ, ગેસ્ટહાઉસ અને ધર્મશાળાઓ સહિત વિવિધ રોકાણ વિકલ્પો બેઝ કેમ્પ પર અને યાત્રાના રૂટમાં વિવિધ સ્થળોએ ઉપલબ્ધ છે. તમે તમારા બજેટ અને જરૂરિયાતો મુજબ શ્રેષ્ઠ વિકસ્પ પસંદ કરી શકો છો.

કેવી રીતે મુસાફરી કરવી?

તમારી સગવડના આધારે, તમે રોડ, પ્લેન કે ટ્રેન દ્વારા બેઝ કેમ્પ સુધી પહોંચી શકો છો. બેઝ કેમ્પથી, તમે ગુફા સુધી પહોંચવા માટે એક ટટ્ટુ અથવા પાલકી પણ ભાડે લઈ શકો છો, અથવા હેલિકોપ્ટરથી મુસાફરી કરી શકો છો, જે ગુફાથી 2 કિમી દૂર હેલિપેડ પર તમને ઉતારશે.

અમરનાથ યાત્રા સમયે જરૂરી સામાન

પ્રવાસ દરમિયાન ઊંચાઈએ ટ્રેકિંગ કરવું પડે છે. ત્યાં ખૂબ જ ઠંડી હોય છે. તેથી ગરમ કપડાં સાથે લઈ જવા, આરામદાયક પગરખાં-બુટ-ચપ્પલ અને પ્રાથમિક સારવાર કીટ સહિત જરૂરી સામગ્ર સાથે રાખવી મહત્વપૂર્ણ છે. જો તમે ટ્રેક પર જઈ રહ્યા હોવ તો તમારા શૂઝની પસંદગીનું ખાસ ધ્યાન રાખો.

અમરનાથ યાત્રા દિશાનિર્દેશ

મુસાફરી કરતી વખતે, અમુક દિશાનિર્દેશોનું પાલન કરવું મહત્વપૂર્ણ છે, જેમ કે માન્ય આઈડી પ્રૂફ સાથે રાખવું, કોઈપણ પ્લાસ્ટિકની થેલી સાથે ન રાખવી અને મુસાફરીના માર્ગ પર પોલિથીન બેગનો ઉપયોગ ન કરવો, કચરો, ગંદકી ન કરવી.

અમરનાથ યાત્રા દરમિયાન આરોગ્ય ટિપ્સ

સમુદ્ર તટથી 3888 ફૂટ ઉપર ગુફા હોવાને કારણે અહીં હવામાન ખરાબ રહે છે. હવાનું ઓછું દબાણ અને ઠંડીને કારણે સમસ્યા થઈ શકે છે.
આ માટે પ્રવાસીઓએ દરરોજ 5 થી 7 કિમી ચાલવાની ટેવ પાડવી જોઈએ.

મુસાફરી દરમિયાન તમારી સાથે હળવી ખાદ્ય વસ્તુઓ રાખો અને મુસાફરી દરમિયાન હળવો અને આરોગ્યપ્રદ ખોરાક લો.

હળવા કપડાંની સાથે કેટલાક ઊનના કપડાં સાથે રાખવાની ખાતરી કરો, સાથે તમે જુલાઈ માં મુસાફરી કરી રહ્યા છો તો વરસાદથી બચવા રેન્કોટ પણ સાથે રાખવો. કારણ કે પર્વતીય વિસ્તારોમાં વારંવાર હવામાનમાં ફેરફાર સામાન્ય છે.

આ પણ વાંચો –

જરૂરી દસ્તાવેજો

અમરનાથ યાત્રા દરમિયાન ઓળખપત્ર, નામ, સરનામું અને સ્લિપમાં લખેલા કોઈપણ પ્રવાસી સાથીના નંબર જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજો રાખો. મહત્વપૂર્ણ દસ્તાવેજોની ફોટોકોપી પણ રાખો.

તબીબી કીટ

બેગમાં એક નાનું ફર્સ્ટ એઇડ બોક્સ રાખો, જેમાં કેટલીક જરૂરી દવાઓ રાખો. મુસાફરી દરમિયાન ઓક્સિજનની અછતને દૂર કરવા માટે, તમે દવા અને તાત્કાલિક ઓક્સિજન સ્પ્રે લઈ જઈ શકો છો. શરીરના દુખાવા, હલનચલન, શરદી અને ઉધરસ માટે દવાઓ વગેરે માટે સ્પ્રે રાખો.

Web Title: Amarnath yatra 2024 tips things to keep in mind km

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×